Pahalgam Attack : PM મોદીનો સાઉદી અરબ પ્રવાસ, USA ઉપરાષ્ટ્રપતિની ભારત મુલાકાતથી બોખલાયું પાકિસ્તાન!
- પહેલગામનાં બેસરંગ વિસ્તારમાં નિર્દોષ પ્રવાસીઓ પર આતંકી હુમલો
- અંધાધૂન ગોળીબારમાં 25 થી વધુ લોકોનાં મોતની આશંકા, 12 થી વધુ ઘાયલ
- ગૃહમંત્રી અમિત શાહ શ્રીનગર પહોંચ્યા, PM મોદીએ પણ સાઉદી અરેબિયાનો પ્રવાસ ટુંકાવ્યો
- આતંકવાદને શરણ આપનાર પાકિસ્તાનની નાપાક હરકત ફરી એકવાર છતી થઈ
- આતંકવાદીઓને પાળનાર પાકિસ્તાન ફરી એકવાર દુનિયા સામે ઉઘાડું પડ્યું
Pahalgam Terrorist Attack : જમ્મુ અને કાશ્મીરનાં ( Jammu and Kashmir) પહેલગામનાં બેસરંગ વિસ્તારમાં નિર્દોષ પ્રવાસીઓ પર આતંકીઓ દ્વારા કાયરતાપૂર્વક ગોળીબાર કરવામાં આવ્યો છે. આંતકીઓ દ્વારા અંધાધૂન ગોળીબારમાં 25 થી વધુ લોકોનાં મોતની આશંકા છે. ત્યારે મૃતકોનો આંકડો વધવાની પણ શક્યતાઓ છે. હુમલામાં 12 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની પણ માહિતી છે. PM નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સાઉદી અરેબિયાની મુલાકાતે હતા, જ્યારે બીજી તરફ USA નાં ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ (USA Vice-President JD Vance) ભારતની મુલાકાતે છે ત્યારે આ આતંકી હુમલો થતાં આતંકવાદને આશરો આપનારા પાકિસ્તાનની (Pakistan) નાપાક હરકત ફરી એકવાર દુનિયા સામે છતી થઈ છે.
સાઉદી અરેબિયાએ હંમેશા પાકિસ્તાન પ્રેરિત આતંકવાદનો વિરોધ કર્યો
જણાવી દઈએ કે, સાઉદી અરેબિયા ક્યારે પણ પાકિસ્તાનનાં (Pakistan) તરફેણમાં રહ્યું નથી. સાઉદી અરેબિયાએ હંમેશા પાકિસ્તાન પ્રેરિત આતંકવાદનો વિરોધ કર્યો છે. પાકિસ્તાન ધર્મનાં આધારે સાઉદી અરેબિયા (Saudi Arabia) સાથે સંબંધો મજબૂત કરવામાં માગતું હતું પરંતુ, સાઉદી અરેબિયાએ ક્યારે પાકિસ્તાનને સ્વિકાર્યું નહીં. જો કે, સાઉદી અરેબિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત થતાં પાકિસ્તાન જાણે મરચાં લાગ્યા હોય તેમ લાગી રહ્યું છે.
આ પણ વાંચો - Pahalgam Attack : સાઉદી અરેબિયાનો પ્રવાસ અધૂરો મૂકી PM મોદી ભારત પરત ફર્યા
USA નાં ઉપરાષ્ટ્રપતિ પરિવાર સાથે ભારતનાં પ્રવાસે, તેમણે પણ હુમલાની કરી નિંદા
બીજી તરફ USA નાં ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ( USA Vice-President JD Vance) પરિવાર સાથે ભારતની મુલાકાતે આવ્યા છે. ત્યારે પહેલગામમાં આતંકી હુમલો (Pahalgam Terrorist Attack) પાકિસ્તાન માટે મોટી સમસ્યા ઊભી કરી શકે છે. આતંકી હુમલાને લઈને અમેરિકાનાં ઉપ રાષ્ટ્રપતિની પ્રતિક્રિયા પણ સામે આવી છે. તેમણે દુ:ખ વ્યક્ત કર્યું અને કહ્યું કે, પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરુ છું. આ ભયંકર હુમલાને લઈને હું શોક વ્યક્ત કરું છું. અમારી સંવેદનાઓ અને પ્રાર્થના પીડિતોની સાથે છે.
આ પણ વાંચો - Pahalgam Attack : પહેલા આંતકવાદીઓનું સમર્થન થતું, હવે તેમના ખાતમાની માગ!
પાકિસ્તાનનો મૂળ ધર્મ જ આતંકવાદ છે!
પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓ પર હુમલાથી (Pahalgam Terrorist Attack) આ સાબિત થઈ રહ્યું છે કે આંતકવાદને શરણ આપનાર પાકિસ્તાનનો મૂળ ધર્મ જ આતંકવાદ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) શ્રીનગર પહોંચી ગયા છે અને ત્યાં તેમણે CM ઓમર અબ્દુલ્લા (CM Omar Abdullah), LG મનોજ સિંહા (LG Manoj Sinha) અને ઉચ્ચ સુરક્ષા અધિકારીઓ સાથે હાઇ લેવલની બેઠક પણ કરી છે. જ્યારે, હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) પણ પોતાનો સાઉદી અરબનો પ્રવાસ ટુંકાવ્યો છે અને ભારત પરત ફરી રહ્યા છે. પીએમ મોદી સવાર સુધીમાં ભારત પહોંચી શકે છે. આ બધા સંજોગોને જોઈને લાગે છે કે આતંકવાદ સામે હવે કંઈક મોટી કાર્યવાહી થશે. વડાપ્રધાન મોદીએ પણ એક પણ આતંકીને નહીં છોડવાની વાત કરી હતી. પહેલગામની આ ઘટનાની વિશ્વનાં તમામ દેશોએ નિંદા કરી છે. ત્યારે, પાકિસ્તાન માટે આવનારા દિવસોમાં મુશ્કેલીઓ વધુ વધી શકે છે.
આ પણ વાંચો - TRF ની કાળી કારનામું! ઘર વેચીને તૈયાર કરે છે આતંકી,પાકિસ્તાનમાં ટ્રેનિગ