Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વિપક્ષી નેતાઓનું ભાજપમાં જોડાવવાનું યથાવત, જાણો હવે કોણે છોડ્યો હાથનો સાથ

Haryana News : વિપક્ષી ગઠબંધનના નેતાઓ એક પછી એક કરીને રાજીનામું આપી રહ્યા છે અને ભાજપ (BJP)નો ખેસ પહેરી રહ્યા છે. હવે હરિયાણા (Haryana) થી સમાચાર સામે આવી રહ્યા છે કે, અહીં કોંગ્રેસ (Congress) ના એક નેતાએ પોતાના પદ પરથી...
07:37 PM Jul 11, 2024 IST | Hardik Shah
Haryana Congress Leader join BJP

Haryana News : વિપક્ષી ગઠબંધનના નેતાઓ એક પછી એક કરીને રાજીનામું આપી રહ્યા છે અને ભાજપ (BJP)નો ખેસ પહેરી રહ્યા છે. હવે હરિયાણા (Haryana) થી સમાચાર સામે આવી રહ્યા છે કે, અહીં કોંગ્રેસ (Congress) ના એક નેતાએ પોતાના પદ પરથી રાજીનામું (Resigned) આપી દીધુ છે અને તેઓ ભાજપ (BJP) માં જોડાઇ ગયા છે. કોંગ્રેસના આ નેતાનું નામ નિખિલ મદાન (Nikhil Madan) છે, જેઓ સોનીપતના મેયર હતા અને હવે તેમણે કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે.

ભૂપેન્દ્ર હુડ્ડાના નજીકના કોંગ્રેસી નેતા ભાજપમાં જોડાયા

હરિયાણા વિધાનસભા ચૂંટણી (Haryana Assembly Elections) પહેલા કોંગ્રેસ (Congress) ને મોટો ઝટકો લાગ્યો છે. સોનીપતના મેયર નિખિલ મદાને (Sonepat Mayor Nikhil Madan) કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું (Resigned) આપી દીધું છે. જે બાદ તેઓ દિલ્હી ભાજપ (Delhi BJP) માં જોડાયા હતા. નિખિલ મદાને મુખ્યમંત્રી નાયબ સૈની, કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટર અને પ્રદેશ અધ્યક્ષ મોહન લાલ બરોલીની હાજરીમાં ભાજપનું સભ્યપદ લીધું. જણાવી દઇએ કે, લોકસભા ચૂંટણી બાદ હરિયાણાના ઘણા નેતાઓએ પક્ષ બદલ્યો છે. આ શ્રેણીમાં ભૂપેન્દ્ર હુડ્ડાના નજીકના નિખિલ મદાન કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે. નિખિલ મદાનનું કોંગ્રેસ છોડવું એ ભૂપેન્દ્ર હુડ્ડા માટે પણ આંચકો છે. નિખિલ મદાને કોંગ્રેસ છોડતા અને ભાજપમાં જોડાતા પહેલા કહ્યું હતું કે, તેમનો મુખ્ય હેતુ શહેરનો વિકાસ કરવાનો છે. શહેરની જનતાએ તેમને મત આપીને ચૂંટ્યા જેથી શહેરના વિકાસના કામો થઈ શકે. તેમણે છેલ્લા સાડા ત્રણ વર્ષમાં વિકાસના ઘણા કામો કરાવ્યા, પરંતુ કેટલાક કામોમાં અડચણો આવી છે. જેના માટે સરકારના સમર્થનની જરૂર છે અને તેથી જ તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ રહ્યા છે.

સોનીપતના પ્રથમ મેયર બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું

ઉલ્લેખનીય છે કે, જણાવી દઈએ કે વર્ષ 2020માં રાજનીતિમાં પ્રવેશ કરનારા કોંગ્રેસના યુવા નેતા નિખિલ મદાનને નગર નિગમના મેયર પદ માટે ચૂંટણી લડતી વખતે 72,118 વોટ મળ્યા હતા અને ભાજપના લલિત બત્રાને 13,817 વોટથી હરાવ્યા હતા. આ ચૂંટણી જીતીને તેમને સોનીપતના પ્રથમ મેયર બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું. શાસક પક્ષના ઉમેદવારને હરાવ્યા બાદ કોંગ્રેસના નિખિલ મદાનની જીત રાજ્યભરમાં ચર્ચાનો વિષય બની હતી. જોકે, નિખિલ મદન ભાજપમાં જોડાશે તેવી અટકળો છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી હતી.

આ પણ વાંચો - દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા AAP ને મોટો ઝટકો, આ બંને નેતાઓ ભાજપમાં જોડાયા

આ પણ વાંચો - RAJASTHAN : SPA સેન્ટરમાં ચાલતો હતો સેક્સનો ગોરખધંધો; અર્ધનગ્ન હાલતમાં ઝડપાઇ મહિલાઓ

Tags :
BJPCongressDELHI BJPGujarat FirstHardik ShahHaryanaHaryana NewsNikhil MadanresignedSonepat Mayor Nikhil Madan
Next Article