Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દિલ્હી ભાજપ અધ્યક્ષ આદેશ ગુપ્તાએ આપ્યું રાજીનામું, MCD ઇલેક્શનમાં હારની નૈતિક જવાબદારી સ્વીકારી

દિલ્હી બીજેપી અધ્યક્ષ આદેશ ગુપ્તાએ આજે ​​રાજીનામું આપી દીધું છે. MCD ચૂંટણી 2022માં હાર બાદ આદેશ ગુપ્તાએ પોતાનું પદ છોડી દીધું છે. આમ આદમી પાર્ટી (AAP) એ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) ચૂંટણી જીતી છે અને ભાજપને આદેશ ગુપ્તાના નેતૃત્વમાં હારનો સામનો કરવો પડ્યો છે. MCD ચૂંટણીમાં AAP 134, BJP 104, કોંગ્રેસ 9 અને અન્ય ઉમેદવારોએ 3 વોર્ડ જીત્યા હતા. 2 વર્ષનો કાર્યકાળ ધરાવતા આદેશ ગુપ્તાએ MCD ચૂંટણીમાં હારની ન
દિલ્હી ભાજપ અધ્યક્ષ આદેશ ગુપ્તાએ આપ્યું રાજીનામું  mcd ઇલેક્શનમાં હારની નૈતિક જવાબદારી સ્વીકારી
દિલ્હી બીજેપી અધ્યક્ષ આદેશ ગુપ્તાએ આજે ​​રાજીનામું આપી દીધું છે. MCD ચૂંટણી 2022માં હાર બાદ આદેશ ગુપ્તાએ પોતાનું પદ છોડી દીધું છે. આમ આદમી પાર્ટી (AAP) એ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) ચૂંટણી જીતી છે અને ભાજપને આદેશ ગુપ્તાના નેતૃત્વમાં હારનો સામનો કરવો પડ્યો છે. MCD ચૂંટણીમાં AAP 134, BJP 104, કોંગ્રેસ 9 અને અન્ય ઉમેદવારોએ 3 વોર્ડ જીત્યા હતા. 2 વર્ષનો કાર્યકાળ ધરાવતા આદેશ ગુપ્તાએ MCD ચૂંટણીમાં હારની નૈતિક જવાબદારી સ્વીકારી પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું.
8મી ડિસેમ્બરે જ આદેશ ગુપ્તાએ રાજીનામું આપી દીધુંં હતું 
 આદેશ ગુપ્તાએ 8 ડિસેમ્બરની સાંજે જ બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને પોતાનું રાજીનામું મોકલી આપ્યું હતું, જેના પર આજે નિર્ણય લેવામાં આવ્યો છે. આદેશ ગુપ્તાનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે. હવે વીરેન્દ્ર સચદેવા આગામી આદેશ સુધી દિલ્હી ભાજપનો હવાલો સંભાળશે.
દિલ્હી ભાજપના ઉપાધ્યક્ષ વીરેન્દ્ર સચદેવા કાર્યકારી પ્રદેશ પ્રમુખ 
બીજેપી દ્વારા જારી કરાયેલા પત્રમાં લખવામાં આવ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની સૂચના અનુસાર દિલ્હી પ્રદેશ અધ્યક્ષ પદ પરથી આદેશ ગુપ્તાનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું છે. આગળની સૂચના સુધી દિલ્હી ભાજપના ઉપાધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાને કાર્યકારી પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિમણૂક તાત્કાલિક અસરથી અમલમાં આવશે.
આદેશ ગુપ્તાએ મેયર પદ પર આ વાત કહી હતી
અગાઉ, આદેશ ગુપ્તાએ શુક્રવારે કહ્યું હતું કે MCDના મેયર આમ આદમી પાર્ટીના હશે અને ભાજપ ગૃહમાં મજબૂત વિપક્ષની ભૂમિકા ભજવશે. આ સાથે આદેશ ગુપ્તાએ ભાજપ વતી મેયર પદની દાવેદારીની અટકળો પર પૂર્ણવિરામ મુકી દીધો.. તેમણે કહ્યું કે જો AAP MCDમાં ભ્રષ્ટાચાર કરશે તો ભાજપના કાઉન્સિલરો આ બાબતનો વિરોધ કરશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.