Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gift City : અત્યાર સુધી માત્ર 600 લીટર દારુ પીવાયો...

Gift City : રાજ્યના પાટનગર ગાંધીનગર ગિફ્ટ સિટી (Gift City ) માં રાજ્ય સરકારે દારુબંધીને આપેલી છૂટછાટ નિરસ સાબિત થઇ છે કારણ કે ભલે દારુબંધીમાં છૂટછાટ અપાઇ છે પણ ગિફ્ટ સિટીમાં પરમીટ શોપ કરતાં 3 ગણો મોંઘો દારુ મળી રહ્યો...
12:02 PM Jun 27, 2024 IST | Vipul Pandya
Dine and Wine Policy

Gift City : રાજ્યના પાટનગર ગાંધીનગર ગિફ્ટ સિટી (Gift City ) માં રાજ્ય સરકારે દારુબંધીને આપેલી છૂટછાટ નિરસ સાબિત થઇ છે કારણ કે ભલે દારુબંધીમાં છૂટછાટ અપાઇ છે પણ ગિફ્ટ સિટીમાં પરમીટ શોપ કરતાં 3 ગણો મોંઘો દારુ મળી રહ્યો છે અને જેથી મોંઘો દારુ ખરીદવામાં લોકોને રસ પડ્યો નથી.

4 મહિનામાં ગિફ્ટ સિટીમાં માત્ર 600 લિટર દારુ વેચાયો અને પીવાયો

રાજ્ય સરકારે ગત 31મી ડિસેમ્બરે ગિફ્ટ સિટીમાં દારુનું શરતી વેચાણ અને વપરાશને મંજૂરી આપી હતી. તેનો અમલ 1લી માર્ચથી શરુ કરાયો હતો. જો કે રાજ્ય સરકારની આ જાહેરાતને લોકો તરફથી નબળો પ્રતિસાદ મળ્યો છે. છેલ્લા 3 મહિનામાં ગિફ્ટ સિટીમાં માત્ર 600 લિટર દારુ વેચાયો અને પીવાયો છે.

દારુ ખરીદવા અને પીવા માટે માત્ર 500 કર્મચારીઓએ જ અરજી કરી

ગિફ્ટ સિટીમાં દારુ ખરીદવા અને પીવા માટે માત્ર 500 કર્મચારીઓએ જ અરજી કરી હતી. લોકોને કેમ ગિફ્ટ સિટીમાં દારુ પીવામાં રસ પડ્યો નથી તેના કારણો જોઇએ તો સરકારે દારુ પીવા અને પીરસવા માટે જે શરતો લાગુ કરી હતી તેના કારણે દારુની કિંમત વધી ગઇ હતી અને દારુ મોંઘો પડી રહ્યો છે. અહીં પરમીટ શોપ કરતાં પણ 3 ગણો દારુ મોંઘો મળી રહ્યો છે

દારુનો ભાવ ત્યાંના કર્મચારીઓ અને મુલાકાતીઓને પરવડે તેમ નથી

ગિફ્ટ સિટીમાં દારુનો ભાવ ત્યાંના કર્મચારીઓ અને મુલાકાતીઓને પરવડે તેમ નથી. હાલ ગિફ્ટ સિટીમાં 25 હજાર કર્મચારી કામ કરી રહ્યા છે . સરકારે શરત મુકી હતી કે ગિફ્ટ સિટીના મુલાકાતીને દારુ પીવો હોય તો કોઇ કંપનીના કર્મચારીએ તેની સાથે હોટલ કે ક્લબમાં જવું પડશે પણ આ શરતનું પાલન થઇ શકતું નથી.

દારુના ભાવમાં તફાવત

રાજ્યમાં જે હોટલોને દારુની પરમીટ અપાઇ છે તે હોટલમાં મળતો દારુ અને ગિફ્ટ સિટીમાં અપાયેલી પરમીટ શોરમાં જે દારુ મળે છે તેના ભાવમાં પણ ભારે તફાવત છે. એટલ એક રીતે જોવા જઇએ તો ગિફ્ટ સિટીમાં વાઇન એન્ડ ડાઇન ફ્લોપ સાબિત થઇ છે.

આ પણ વાંચો---- VADODARA : આરોપીને લાવવા પૈસા પડાવ્યા, PSI ની ગજબ હિંમત

Tags :
condition of liquorDarubandhiDine and Wine PolicyExpensive LiquorGandhinagarGift CityGujaratGujarat FirstliquorPermit ShopWine
Next Article