ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Prantij : કાર પલટી ગયા બાદ દોઢ કરોડની સનસનીખેજ લૂંટ...

સાબરકાંઠાના પ્રાંતિજમાં સનસનીખેજ લૂંટ દલાની મુવાડી ગામ પાસે અકસ્માત બાદ લૂંટ કાર પલટી ગયા બાદ લૂંટ થયાની પોલીસને કરાઈ જાણ રૂપિયા ભરેલા બે થેલા લઈને લૂંટારૂ થયા ફરાર દોઢ કરોડ રૂપિયાની લૂંટથી પોલીસ થઈ દોડતી પોલીસ અને LCBએ શરૂ...
12:40 PM Oct 01, 2024 IST | Vipul Pandya
Robbery

Prantij Robbery : સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ (Prantij)પાસે સનસનીખેજ લૂંટ (Robbery)થતાં પોલીસ તંત્રમાં દોડધામ થઇ ગઇ છે. મળેલી માહિતી મુજબ પ્રાંતિજ પાસે દલાની મુવાડી ગામ પાસે અકસ્માત બાદ લૂંટ થઇ હોવાનો મેસેજ પોલીસને મળ્યો છે. દોઢ કરોડ રુપિયા ભરેલા 2 થેલા લઇને બાઇક પર આવેલા લૂંટારા ફરાર થઇ ગયા હોવાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે નાકાબંધી શરુ કરી છે.

દલાની મુવાડી ગામ પાસે બની લૂંટની ઘટના

મળેલી માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પાસે આવેલા દલાની મુવાડી ગામ પાસે આજે એક મોટી લૂંટની ઘટના બની છે. મળેલી માહિતી મુજબ આ લૂંટ અંદાજિત દોઢ કરોડની હોવાનું સામે આવ્યુ છે.

કાર પલટી ગયા બાદ લૂંટની જાણ પોલીસને કરાઇ

મળેલી માહિતી પ્રમાણે, પ્રાંતિજ તાલુકાના દલાની મુવાડી ગામે આજે એક કાર અકસ્માત થયો હતો, જેમાં કાર પલટી ગઇ હતી, કાર ચાલકે આ અકસ્માત બાદ પોલીસને જાણ કરી હતી કે, કારમાંથી બે થેલા ભરેલા દોઢ કરોડ રૂપિયા લૂંટાઇ ગયા છે. દોઢ કરોડની રકમની લૂંટની જાણ થતાં પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો.

આ પણ વાંચો---Gandhinagar : કેબિનેટની બેઠક યોજાઈ, નવરાત્રિ, સોમનાથ અને અસામાજિક તત્વો અંગે હર્ષ સંઘવીએ કહી આ વાત

 

લૂંટારૂઓને પકડવા જિલ્લાભરમાં નાકાબંધી

બનાવના પગલે પ્રાંતિજ પોલીસની સાથે સાથે જિલ્લા પોલીસ પણ આ લૂંટને પગલે દોડતી થઇ હતી અને આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. તપાસ માટે અત્યારે સ્થાનિક પોલીસ ઉપરાંત LCB, SOG સ્થળ પર પહોંચી છે અને લૂંટારૂઓને પકડવા જિલ્લાભરમાં નાકાબંધી કરવામાં આવી છે.

 

વિવિધ મુદ્દા પર પોલીસે શરુ કરી તપાસ

કાર પલટી ગયા બાદ લૂંટ થયાની પોલીસને જાણ કરાઇ હતી જેથી આ બંને શખ્સો કોણ છે અને આટલી મોટી રકમ લઇને ક્યાંથી નિકળ્યા હતા અને ક્યાં જવાના હતા તથા દોઢ કરોડ રુપિયા કોને આપવાના હતા તે સહિત લૂંટારાઓ તેમનો પીછો કરતા હતા કે કેમ તે સહિતના વિવિધ મુદ્દાઓના આધારે પોલીસે તપાસ શરુ કરી છે.

આ પણ વાંચો---Ahmedabad : કપડાંનાં ગોડાઉનમાં વહેલી સવારે લાગી ભીષણ આગ, ફાયરની 9 ગાડીઓ પહોંચી

Tags :
CrimePrantijPrantij RobberyRobberyRobbery after car accidentSabarkanthaSabarkantha Police
Next Article