Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

CR પાટીલનાં કોંગ્રેસ અને નેશનલ કોંગ્રેસ પર આકરા પ્રહાર, કહ્યું - કલમ 370 હટાવ્યા બાદ..!

CR પાટિલે (CR Patil) જણાવ્યું હતું કે, દીકરીઓને પહેલા હક્ક અને અધિકાર મળતો નહોતો.
cr પાટીલનાં કોંગ્રેસ અને નેશનલ કોંગ્રેસ પર આકરા પ્રહાર  કહ્યું   કલમ 370 હટાવ્યા બાદ
  1. કેન્દ્રીય મંત્રી CR Patil ના વિપક્ષ પર પ્રહાર
  2. "સંસદના નિર્ણયને તોડવાનો પ્રયાસ કરે છે કોંગ્રેસ"
  3. "સંસદમાં બહુમતિ સાથે કલમ 370 હટાવાઈ હતી"
  4. "કલમ 370 રદ થવાથી કાશ્મીરમાં શાંતિ સ્થપાઈ"

જમ્મુ-કાશ્મીર વિધાનસભાનાં (Jammu-Kashmir Legislative Assembly) ગેરબંધારણીય ઠરાવને લઈ ફરી મુદ્દો વકર્યો છે. વિધાનસભામાં થયેલા હંગામા અંગે વાત કરી કેન્દ્રીય જલશક્તિમંત્રી CR પાટીલે (CR Patil) કોંગ્રેસ અને નેશનલ કોંગ્રેસ પાર્ટીને આડે હાથ લીધી છે. CR પાટીલે જણાવ્યું હતું કે, લોકસભામાં કલમ 370 સંદર્ભે લેવામાં આવેલ નિર્ણયને કોંગ્રેસ તોડવાનો પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસ (Congress) અને ગાંધી પરિવાર બંધારણ પ્રત્યે વફાદાર રહ્યા નથી, જેનો ઇતિહાસ રહ્યો છે.

Advertisement

 આ પણ વાંચો - Aravalli : પોલીસ હેડક્વાર્ટરમાં જ મહિલા પોલીસકર્મીનાં આપઘાતથી ચકચાર

સંસદનાં નિર્ણયને તોડવાનો પ્રયાસ કરે છે કોંગ્રેસ : CR પાટીલ

સુરતનાં પાર્લેપોઈન્ટ ખાતે કેન્દ્રીય જળશક્તિમંત્રી CR પાટીલ (CR Patil) દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. કાશ્મીરમાંથી રદ કરાયેલ કલમ 370 અને 35A ફરી રિસ્ટોર કરવા વિધાનસભામાં કોગ્રેસ અને નેશનલ કોંગ્રેસે ઠરાવ મુકાયો છે. ત્યારે જમ્મુ-કાશ્મીર વિધાનસભાનાં ગેર બંધારણીય ઠરાવને લઈ ફરી મુદ્દો વકર્યો છે. જમ્મુ કાશ્મીરની કલમ 370 અને 35A લઈ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, સંસદમાં લેવામાં આવેલ નિર્ણયને તોડવાનો કોંગ્રેસ પ્રયાસ કરી રહી છે. આમ તો બંધારણને તોડવું-મરોડવું કોંગ્રેસનો સ્વભાવ છે. કલમ 370 હટાવ્યા (Article 370 35A) બાદ જમ્મુ-કાશ્મીરનાં લોકોને ખરા અર્થમાં સ્વતંત્રતા મળી છે. તે પહેલાં તેમના અધિકાર છીનવી લેવામાં આવ્યા હતા.

Advertisement

 આ પણ વાંચો - Ahmedabad : વાહનચાલકો માટે ખાસ સૂચના! આવતીકાલથી આ રૂટ થશે બંધ, વાંચો સમગ્ર અહેવાલ

Advertisement

"કલમ 370 રદ થવાથી કાશ્મીરમાં શાંતિ સ્થપાઈ"

વધુમાં CR પાટિલે (CR Patil) જણાવ્યું હતું કે, દીકરીઓને પહેલા હક્ક અને અધિકાર મળતો નહોતો. પંરતુ, 370 અને 35 A એ સંદર્ભે લેવાયેલા નિર્ણયને કોંગ્રેસ દ્વારા અવગણવામાં આવી છે. 370 કલમ રદ કર્યા પછી આતંકવાદી હુમલામાં 70 ટકા ઘટાડો થયો છે. આતંકવાદનાં બદલે દેશનાં વિકાસમાં સાથે જોડાઈને હવે ત્યાંના લોકો આગળ વધવા માંગે છે. રાષ્ટ્રનાં વિકાસને અગ્રિમતા આપવાનાં બદલે તેને તોડવાનું કાર્ય કોંગ્રેસ કરી રહી છે. કલમ 370 દૂર કરવાનાં કારણે આદિવાસી, દલિત સહિત દરેક સમાજનાં લોકોને અધિકારો પ્રાપ્ત થયા છે. દરેક સમાજને આપવામાં આવેલ અધિકારથી કોંગ્રેસને શું વાંધો છે ? CR પાટીલે (CR Patil) આગળ કહ્યું કે, આજે કોંગ્રેસ અને નેશનલ કોંગ્રેસનો (National Congress Party) ચહેરો સામે આવી ચૂક્યો છે. 370 ની કલમ રહેશે અને તે નહિ હટે... તેવો હું વિશ્વાસ આપું છું. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હત્યા બાદ સ્થાનિક લોકો મુખ્ય પ્રવાહમાં આવ્યા છે. હું મીડિયાનાં માધ્યમથી કોંગ્રેસને પૂછવા માંગુ છું કે કોગ્રેસ શું વાંધો શું છે ? જ્યાં લોકોને તેમનો અધિકાર આપવામાં આવે છે. કોંગ્રેસનો ઇતિહાસ આજે અહી પ્રદર્શિત થઈ રહ્યો છે, જેનો જવાબ દેશનાં લોકો કોંગ્રેસને આપશે. જમ્મુ-કાશ્મીર સરકાર અને કોંગ્રેસ (Congress) બંધારણને તોડવાનો પ્રયાસ કરી રહી છે, જેથી કોંગ્રેસનાં મનની ઈચ્છા આજે પ્રદર્શિત થઈ છે.

 આ પણ વાંચો - Gandhinagar : ભારતના પુશ અપ મેન રોહતાસ ચૌધરી 9 નવેમ્બરે પાકિસ્તાનનો રેકોર્ડ તોડશે

Tags :
Advertisement

.