Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

‘એક બાજુ માતા કહીએ અને બીજી બાજુ...’ દર મહિને 600 ગાયોની કતલ! ભડકી ભજનલાલ સરકાર

Bhajanlal government rajasthan: અલવરમાં બીફ માર્કેટના ઘટસ્ફોટથી સમગ્ર રાજસ્થાનમાં ખળભળાટ મચી ગયો છે. વર્ષોથી કોતરોમાં ચાલતા બીફ માર્કેટ પર રાજસ્થાનની ભજનલાલ સરકારે મોટી કાર્યવાહી કરી છે. જયપુર રેન્જ આઈજીએ કિશનગઢબાસ પોલીસ સ્ટેશનના 4 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દીધા છે. જ્યારે SHO...
‘એક બાજુ માતા કહીએ અને બીજી બાજુ   ’ દર મહિને 600 ગાયોની કતલ  ભડકી ભજનલાલ સરકાર

Bhajanlal government rajasthan: અલવરમાં બીફ માર્કેટના ઘટસ્ફોટથી સમગ્ર રાજસ્થાનમાં ખળભળાટ મચી ગયો છે. વર્ષોથી કોતરોમાં ચાલતા બીફ માર્કેટ પર રાજસ્થાનની ભજનલાલ સરકારે મોટી કાર્યવાહી કરી છે. જયપુર રેન્જ આઈજીએ કિશનગઢબાસ પોલીસ સ્ટેશનના 4 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દીધા છે. જ્યારે SHO સહિત 38ને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. જે પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તેમાં ASI જ્ઞાનચંદ, બીટ કોન્સ્ટેબલ સ્વયં પ્રકાશ, રવિકટ અને હેડ કોન્સ્ટેબલ રઘુવીરનો સમાવેશ થાય છે.

Advertisement

રાજસ્થાનમાં ભજનલાલની સરકારે જોરદાર કાર્યવાહી કરી છે. ઉલ્લેખનીય છે કે, જ્યારે આ બીફ માર્કેટની તસવીરો એક અખબારમાં પ્રકાશિત થઈ ત્યારે જયપુરમાં હંગામો મચી ગયો હતો. આઈજી ઉમેશચંદ્ર દત્તે પોતે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન 12 બાઇક અને એક પીકઅપ મળી આવી છે. બોવાઇનના અવશેષો પણ મળી આવ્યા છે અને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ઘણા લોકોની અટકાયત કરવામાં આવી છે.

ખુલ્લેઆમ ચાલતા હતા અવૈધ બીફ માર્કેટો

અલવરના કિશનગઢવાસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ બીફ માર્કેટ ચાલતી હતી. કોતરોની વચ્ચે આવેલા બિરસંગપુર પાસેના રૂંધ ગીડવાડામાં દિવસે દિવસે ગૌહત્યા થતી હતી. મીડિયા રિપોર્ટ પ્રમાણે વાત કરીએ તો અહીં દર મહિને 600 થી પણ વધારે ગાયોની કતલ કરવામાં આવતી હતી. દરોજ મોટી સંખ્યામાં લોકો અહીં માંસ ખરીદવા માટે આવતા હતાં. એટલું જ નહીં પરતું અહીં મેવાતના 50 ગામોમાં હોમ ડિલીવરી પણ કરવામાં આવતીં હતીં.

Advertisement

પોલીસની મિલીભગત હોવાનો આરોપ

સુત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે વાત કરીએ તો, કિશનગઢબાસના પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓને આ માર્કેટ વિશે ખબર હતી, છતાં પણ તેમણે કોઈ કાર્યવાહી કરી નહોતી. અલવરથી લગભગ 60 કિલોમીટર દૂર આ વિસ્તારમાં બીફ બિરયાની પણ વેચાતી હતી. મીડિયા રિપોર્ટ્સમાં તો એવો દાવો કરવામાં આવ્યો છે કે, અહીં કેટલાક લોકો માંસ અને ચામડીનું વેચાણ કરીને મહિને 4 લાખ રૂપિયાથી વધુની કમાણી કરતા હતા.

પોલીસની કાર્યવાહીથી ગામના પુરૂષો ભાગી ગયા

ઉલ્લેખનીય છે કે, ભજન લાલ સરકારની કાર્યવાહીથી અત્યારે હડકંપ મચી ગયો છે. એવી વિગતો સામે આવી રહીં છે કે, અહીં ગામમાં રહેતા તમામ પુરૂષો આ વિસ્તાર છોડીને ભાગી ગયા છે. હવે ત્યા માત્ર મહિલાઓ અને બાળકો જ છે. પોલીસે હાલ દરોડા પાડીને આરોપીને પકડવા તજવીજ શરૂ કરી છે. કોતરોમાં તેમની શોધ કરવામાં આવી રહી છે.

Advertisement

આ પણ વાંચો: Kalki avatar: જાણો ભગવાન વિષ્ણું કલ્કિ અવતાર વિશે, જન્મ પહેલા જ બની રહ્યું છે મંદિર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.