ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gandhinagar : રીલ્સના શોખીન પોલીસ કર્મચારીઓ પર તવાઈ, 4 PSI અને 13 કોન્સ્ટેબલ વિરૂદ્ધ કાર્યવાહીના આદેશ

સોશિયલ મીડિયાના જમાનામાં આજકાલ બધાને ફેમસ થવું હોય છે. ત્યારે રાજ્યમાં પોલીસ તંત્ર દ્વારા સોશિયલ મીડિયા પર એક્ટિવ પોલીસ કર્મચારીઓ સામે સપાટો બોલાવ્યો છે. ગુજરાત રાજ્યના પોલીસ વડા દ્વારા સોશિયલ મીડિયાની આચારસંહિતાને લગતી ગાઈડલાઈન જાહેર કરાઈ છે. પોલીસ અધિકારીઓ સહિતના...
09:21 AM Sep 01, 2023 IST | Dhruv Parmar

સોશિયલ મીડિયાના જમાનામાં આજકાલ બધાને ફેમસ થવું હોય છે. ત્યારે રાજ્યમાં પોલીસ તંત્ર દ્વારા સોશિયલ મીડિયા પર એક્ટિવ પોલીસ કર્મચારીઓ સામે સપાટો બોલાવ્યો છે. ગુજરાત રાજ્યના પોલીસ વડા દ્વારા સોશિયલ મીડિયાની આચારસંહિતાને લગતી ગાઈડલાઈન જાહેર કરાઈ છે. પોલીસ અધિકારીઓ સહિતના પોલીસકર્મી સોશિયલ મીડિયામાં રિલ્સ બનાવી રહ્યા છે. ત્યારે આવા જ રિલ્સના શોખીનો સામે પોલીસ તંત્ર દ્વારા સપાટો બોલાવાયો છે. જેમાં ચાર પીએસઆઇ અને 13 પોલીસ કર્મચારીઓ સામે પગલા ભરવા માટે આદેશ કરાયો છે.

મહત્વનું છે કે, પોલીસ વડાના આદેશમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે ગુજરાત પોલીસના સભ્યો માટે સોશિયલ મીડિયા ઉપયોગ બાબતની આચારસંહિતા 2023 બહાર પાડવામાં આવેલી હતી. જેમાં પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ અધિકારી કે કર્મચારીઓ દ્વારા સોશિયલ મીડિયા ઉપયોગ બાબતની આચારસંહિતાનો અમલ કરવાનું જણાવવામાં આવ્યું હતું. આમ છતાં સોશિયલ મીડિયાના ઉપયોગ બાબત આચારસંહિતાનો ચુસ્તપણે અમલ થતો નહતો.

આ બાબતને ધ્યાનમાં રાખીને રાજ્યમાં પોલીસ તંત્ર દ્વારા સોશિયલ મીડિયા પર એક્ટિવ પોલીસ કર્મચારીઓ સામે સપાટો બોલાવ્યો છે. પોલીસ વડા દ્વારા સોશિયલ મીડિયાની આચારસંહિતા જાહેર કર્યા બાદ પણ પોલીસની વર્ધીમાં સોશિયલ મીડિયામાં રીલ બનાવનાર સામે પગલા ભરવા આદેશ કરાયો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કુલ 17 પોલીસ અધિકારી કર્મચારી સામે પગલાં ભરવા આદેશ કરવામાં આવ્યો છે. ચાર પીએસઆઇ અને 13 પોલીસ કર્મચારીઓ સામે પગલાં ભરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે, રાજ્ય પોલીસના અધિકારી કર્મચારીઓ વર્દી પહેરીને રિલ્સ, વિડિયો કે અન્ય કોઈ પ્રવૃત્તિ સોશિયલ મીડિયામાં કરવા પર પ્રતિબંધ છે. એક આચારસહિતા બહાર પાડવામાં આવી છે. તેમાં સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર પોલીસ અધિકારી કે કર્મચારી સરકારની વિરુદ્ધ કોઈ ટીકા ટિપ્પણી કરી શકશે નહી. હવેથી વર્દી પહેરીને વીડિયો, રિલ્સ બનાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમજ દરેક પોલીસકર્મીએ નિયમોનું પાલન કરવાનું રહેશે. તથા પોલીસ અધિકારી કે કર્મચારી પર નિવેદન ન કરવા આદેશ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Gir Somnath : સવની ગામમાં આવેલા ખોડિયાર મંદિરમાં રહેતા મગરનો અદભૂત Video VIral

Tags :
AhmedabadGandhinagarGujaratGujarat PoliceReelsSocial Mediaviral video
Next Article