Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નોઈડા પોલીસે ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબ બાળકો સાથે રક્ષાબંધનની કરી ઉજવણી

ગરીબ બાળકોને રાખડી બાંધીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરી ઝૂંપડપટ્ટી અને ઝૂંપડામાં રહેતા બાળકો સાથે પર્વની ઉજવણી કરી તસવીરો સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પર પોસ્ટ કરી Noida Police Raksha Bandhan: આજે દેશભરમાં રક્ષાબંધનનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. આવી...
નોઈડા પોલીસે ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબ બાળકો સાથે રક્ષાબંધનની કરી ઉજવણી
  • ગરીબ બાળકોને રાખડી બાંધીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરી

  • ઝૂંપડપટ્ટી અને ઝૂંપડામાં રહેતા બાળકો સાથે પર્વની ઉજવણી કરી

  • તસવીરો સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પર પોસ્ટ કરી

Noida Police Raksha Bandhan: આજે દેશભરમાં રક્ષાબંધનનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં નોઈડા પોલીસે આ અવસર પર માનવતાનું ઉદાહરણ રજૂ કર્યું છે. એસીપી પ્રવીણ કુમાર સિંહ (SP Praveen Kumar Singh) ના નેતૃત્વમાં પોલીસકર્મીઓએ ગરીબ બાળકોને રાખડી બાંધીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી અને બાળકોને મીઠાઈ પણ વહેંચી હતી. આ પ્રસંગે સેક્ટર 39 પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટર જિતેન્દ્ર કુમાર સિંહ પણ હાજર હતાં.

Advertisement

ઝૂંપડપટ્ટી અને ઝૂંપડામાં રહેતા બાળકો સાથે તહેવારની ઉજવણી કરી

નોઈડાના સેક્ટર 44 માં ઝૂંપડપટ્ટી અને ઝૂંપડામાં રહેતા બાળકો સાથે પોલીસકર્મીઓએ રક્ષાબંધનનો તહેવાર ઉજવ્યો હતો. ઉલ્લેખનીય છે કે હિંદુ કેલેન્ડર મુજબ દર વર્ષે શ્રાવણ માસના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે બહેનો તેમના ભાઈઓને રાખડી બાંધે છે અને ભાઈઓ તેમની બહેનોની રક્ષા કરવાનું વચન આપે છે.

Advertisement

તસવીરો સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પર પોસ્ટ કરી

આ વખતે રક્ષાબંધનનો તહેવાર 19 મી ઓગસ્ટ એટલે કે આજે ઉજવવામાં આવ્યો હતો. આજે રાખડી બાંધવાનો સમય બપોરે 1:30 વાગ્યા પછી હતો. એસીપી પ્રવીણ કુમાર સિંહે (SP Praveen Kumar Singh) પણ રક્ષાબંધનના તહેવારની તસવીરો સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પર પોસ્ટ કરી છે. તેમણે (SP Praveen Kumar Singh) લખ્યું કે, 'સમાજની છેલ્લી લાઇનમાં ઉભેલા સુંદર બાળકો સાથે રક્ષાબંધનનો તહેવાર ઉજવ્યો! અમારી પ્રાથમિકતા તમારી સુરક્ષા છે.

આ પણ વાંચો: પ્રેસ કોન્ફરન્સ દરમિયાન હાર્ટ એટેકથી કોંગ્રેસી નેતાએ જીવ ગુમાવ્યો

Advertisement

આ પણ વાંચો: સરાજાહેર યુવતીની છેડતી કરતા આરોપીઓ અને ટ્રાફિકમેનનો વીડિયો વાયરલ

Tags :
Advertisement

.