Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

યુરોપમાં ઈસ્લામ માટે કોઈ સ્થાન નથી : Italy PM Giorgia Meloni

ઈટાલીના વડાપ્રધાન મેલોનીનું મોટું નિવેદન યુરોપમાં ઈસ્લામ માટે કોઈ સ્થાન નથીઃ મેલોની મેલોનીએ ઉડાવી ઈસ્લામી સંસ્કૃતિની મજાક સાઉદી અરબ પર ફંડિંગ આપવાનો આરોપ યૂરોપમાં ઈસ્લામીકરણની પ્રક્રિયા ચાલી રહી છે બ્રિટનના PM ઋષિ સુનક પણ હતા હાજર દુશ્મન જાણી જોઈને...
11:27 AM Dec 18, 2023 IST | Hardik Shah

Italy ના PM Giorgia Meloni હર હંમેશા પોતાની બેબાક નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. તાજેતરમાં પણ તેમણે કઇંક એવું નિવેદન આપ્યું છે જેના કારણે તે ફરી ચર્ચામાં આવ્યા છે. જ્યોર્જિયા મેલોની એકવાર ફરી ઈસ્લામ વિરોધી નિવેદન આપી ચર્ચામાં આવ્યા છે. તેમણે ઈસ્લામિક સંસ્કૃતિની મજાક ઉડાવી છે અને કહ્યું છે કે, યુરોપમાં ઈસ્લામ માટે કોઇ સ્થાન નથી.

મેલોનીએ ઉડાવી ઈસ્લામી સંસ્કૃતિની મજાક

પોતાના નિવેદનમાં ઈસ્લામિક સંસ્કૃતિની મજાક ઉડાવતા તેમણે કહ્યું કે, 'હું માનું છું કે ઇસ્લામિક સંસ્કૃતિ અને આપણી સંસ્કૃતિના મૂલ્યો અને અધિકારો વચ્ચે સુસંગતતાની સમસ્યા છે. આ બંને પરસ્પર વિરોધી છે.' તેમણે આગળ કહ્યું કે, 'ઈટલીમાં ઈસ્લામિક સાંસ્કૃતિક કેન્દ્રોને સાઉદી અરેબિયા દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે, જ્યાં શરિયા લાગુ છે. આપણી સંસ્કૃતિના મૂલ્યોથી દૂર યુરોપમાં ઈસ્લામીકરણની પ્રક્રિયા ચાલી રહી છે.'' જણાવી દઈએ કે, હાલમાં જ ઈટલીની દક્ષિણપંથી પાર્ટી બ્રધર્સે ઓફ ઈટલી દ્વારા રાજધાની રોમમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યા મેલોનીએ આ નિવેદન આપ્યું હતું. આ કાર્યક્રમમાં બ્રિટેનના વડાપ્રધાન ઋષિ સુનક પણ હાજર હતા.

નાની વયે મંત્રી બન્યા

ઉલ્લેખનીય છે કે, જ્યોર્જિયા મેલોની ઈટલીના પ્રથમ મહિલા વડાપ્રધાન છે. તેઓ અત્યંત દક્ષિણપંથી નેતા છે. તે અત્યંત દક્ષિણપંથી પાર્ટી 'બ્રધર્સ ઓફ ઈટલી' સાથે સંબંધ ધરાવે છે. જ્યોર્જિયા મેલોની 2008માં 31 વર્ષની વયે ઈટલીની સૌથી નાની વયની મંત્રી બન્યા હતા. ચાર વર્ષ બાદ એટલે કે 2012માં તેમણે બ્રધર્સ ઓફ ઈટલી પાર્ટીની રચના કરી. જ્યોર્જિયા મેલોની પર LGBT વિરોધી હોવાનો આરોપ છે. જોકે, તે આ વાતને નકારે છે અને પોતાની ઇમેજ સુધારવા માટે પણ કામ કરી રહી છે. મેલોનીએ LGBT અધિકારો વિરુદ્ધ અભિયાન ચલાવ્યું છે.

બ્રિટિશ PM ઋષિ સુનકે શું કહ્યું?

સુનાકે પોતાના ભાષણમાં કહ્યું હતું કે, આવનારા સમયમાં યુરોપમાં શરણાર્થીઓની સંખ્યામાં વધારો થવાની સંભાવના છે. તેમણે કહ્યું કે તે ઇચ્છે છે કે ઘર ખાલી કરવાના કેસમાં સુધારો થાય. સાથે તેમણે ચેતવણી આપી છે કે, શરણાર્થીઓની વધતી જતી સંખ્યા યુરોપના ઘણા વિસ્તારોને પ્રભાવિત કરી શકે છે. સુનકે ચેતવણી આપી હતી કે, કેટલાક 'દુશ્મનો' જાણી જોઈને 'આપણા સમાજ' ને અસ્થિર કરવાનો પ્રયાસ કરવા લોકોને અમારે ત્યા લાવી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે, જો આપણે આ સમસ્યાનો સામનો નહીં કરીએ તો સંખ્યા માત્ર વધશે. આનાથી આપણા દેશોને અને જેમને ખરેખર અમારી મદદની સૌથી વધુ જરૂર છે તેમને મદદ કરવાની અમારી ક્ષમતાને અસર થશે. જો આના માટે અમારે અમારા કાયદાઓમાં સુધારો કરવાની જરૂર હોય, તો અમારે વિશ્વ સાથેના અમારા સંચાર અને અમારી આશ્રય પ્રણાલીમાં સુધારો કરવાની જરૂર છે. અમારે આ અંગે આગળ વધવું જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુનાહિત ટોળકી તેમના ગેરકાયદેસર ધંધાને ચલાવવા માટે સસ્તો રસ્તો શોધી કાઢશે. તેઓ આપણી માનવતાનું શોષણ કરશે.

આ પણ વાંચો – અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમને પાકિસ્તાનમાં ઝેર આપી મારી નાખવાનો પ્રયાસની આશંકા

આ પણ વાંચો – નેપાળમાં પ્લાસ્ટિકની થેલીમાં નવજાત શિશુના મૃતદેહ સાથે ઝડપાયો ભારતીય નાગરિક, મંદિરમાંથી ધરપકડ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
EuropeGeorgiaGEORGIA MELONIGiorgia MeloniGiorgia Meloni Controversial StatementGiorgia Meloni on IslamGujarat FirstIslamItalyItaly PMItaly PM Giorgia MelonimeloniMuslimworld news
Next Article