ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ghaziabad : લોહીથી લથબથ યુવક પણ લોકો મોબાઇલમાં....

ગાઝિયાબાદમાં બન્યો ચોંકાવનારો કિસ્સો રસ્તાના કિનારે લોહીથી લથબથ પડેલા યુવકની મદદે કોઇ ના આવ્યું લોકો માત્ર ઘાયલ યુવકના વીડિયો જ બનાવતા હતા આખરે પોલીસ કોન્સ્ટેબલે ઘાયલ યુવકને હોસ્પિટલ પહોંચાડ્યો Ghaziabad : રસ્તા પર કોઇ અકસ્માત સર્જાય ત્યારે ઘણી વખત...
02:24 PM Aug 30, 2024 IST | Vipul Pandya
Ghaziabad accident

Ghaziabad : રસ્તા પર કોઇ અકસ્માત સર્જાય ત્યારે ઘણી વખત તેવું પણ જોવા મળે છે કે લોકો મદદ કરવાના બદલે વીડિયો બનાવે છે. સોશિયલ મીડિયાના ક્રેઝમાં લોકો હવે અકસ્માત કે કોઇ દુર્ઘટના વખતે ઇજાગ્રસ્તોને મદદ કરવાના બદલે વીડિયો બનાવે ત્યારે તે ઘાયલ વ્યક્તિને સમયસર સારવાર મળતી નથી અને ક્યારેક આ ઘાયલ વ્યક્તિને જાનથી હાથ ધોવા પડે છે. આ ખૂબ જ આઘાતજનક અને પરેશાન કરનાર છે. ઘણીવાર લોકો ઘાયલ વ્યક્તિને જોઈને આગળ વધે છે. પરંતુ આપણે વિચારવું જોઈએ કે કોઈ તમારા પ્રિયજનને રસ્તા પર ઘાયલ જોશે અને મદદ કરવાને બદલે કોઈ આગળ વધી જશે તો શું થશે? છેલ્લા કેટલાક સમયથી આવા અકસ્માતો વધ્યા છે. અને તેમને જોઈને સ્પષ્ટ થાય છે કે આવા લોકોની આ ભીડ કોઈપણ સંસ્કારી સમાજ માટે મોટી ચિંતાનો વિષય છે. શુક્રવારે ગાઝિયાબાદ (Ghaziabad ) માં બનેલી ઘટના પણ ખૂબ જ હેરાન કરનારી છે.

લોહીથી લથપથ બાઇક સવાર

ગાઝિયાબાદમાં IPEM કોલેજ પાસે બાઇક સવાર એક વ્યક્તિ લોહીથી લથપથ રોડ કિનારે પડેલો છે. ત્યાંથી પસાર થતો દરેક વ્યક્તિ ઘાયલ વ્યક્તિને જોવા માટે રોકાયો, પરંતુ માત્ર તેનો ફોટો લેવા અને વીડિયો બનાવવા માટે. ઘાયલ વ્યક્તિ લોહીલુહાણ થઇ ગયો હતો. તેના માટે દરેક પસાર થતી સેકન્ડ જીવન અને મૃત્યુ વચ્ચેનું અંતર ઝડપથી ઘટાડતી હતી. પરંતુ ભીડમાં ઊભેલી કોઈ તેની મદદ માટે આગળ ન આવ્યું. ગાઝિયાબાદની ઘટનામાં ઘાયલ વ્યક્તિની ઓળખ પ્રભાત કુમાર તરીકે થઈ છે.

આ પણ વાંચો----ગર્લ્સ હોસ્ટેલના વોશરૂમમાંથી મળી આવ્યો Hidden Camera, આરોપી પાસે 300 વીડિયોની આશંકા

કોન્સ્ટેબલ દેવદૂત બનીને આવ્યો

જ્યારે લોકોની ભીડ વીડિયો બનાવવા અને ઘાયલ વ્યક્તિના ફોટોગ્રાફ લેવામાં વ્યસ્ત હતી, તે જ સમયે કોન્સ્ટેબલ સોનુ સિંહ અંધકારમાં દીવાની જ્યોતની જેમ દેખાયો. સોનુ સિંહે કોઈ સમય બગાડ્યા વિના ઘાયલ પ્રભાતને ઉપાડ્યો અને નજીકની હોસ્પિટલમાં લઈ ગયો, જ્યાં પ્રભાતની સારવાર ચાલી રહી છે. કોન્સ્ટેબલ સોનુએ જણાવ્યું કે જ્યાં આ ઘટના બની હતી ત્યાંથી તે થોડા જ મીટર દૂર ડ્યુટી પર હતો. મેં નજીકમાં લોકોનું ટોળું જોયું તો હું ત્યાં પહોંચી ગયો. મેં ત્યાં જોયું કે ઘાયલની હાલત ગંભીર હતી અને લોકો ઉભા રહીને તેને જોઈ રહ્યા હતા. મદદ માટે કોઈ આગળ આવ્યુ ન હતું.

જો વધુ વિલંબ થયો હોત, તો જીવ ગયો હોત.

ઇજાગ્રસ્ત પ્રભાતની સારવાર કરી રહેલા ડોકટરોનું કહેવું છે કે જો તેને હોસ્પિટલમાં લાવવામાં થોડીક ક્ષણો પણ વિલંબ થયો હોત તો તેને બચાવવો ઘણો મુશ્કેલ હતો. ડોક્ટરોના જણાવ્યા અનુસાર આ રોડ અકસ્માતમાં પ્રભાતને માથામાં ગંભીર ઈજા થઈ છે. રસ્તાના કિનારે ઘાયલ અવસ્થામાં પડેલા હોવાથી તેનું ઘણું લોહી વહી ગયું હતું. આવી સ્થિતિમાં જો પ્રભાત આજે જીવતો હોય તો કોન્સ્ટેબલ સોનુની હિંમતને દાદ આપવી જોઈએ.

ઘાયલ વ્યક્તિને હાથમાં પકડીને સોનુ લોકોને વિનંતી કરી રહ્યો હતો.

આપણો સમાજ આજે એટલો મૃતપાય બની ગયો છે કે રસ્તાની વચ્ચે કોઈનો જીવ જતો રહે તો પણ વાંધો નથી. જ્યારે સોનુ ઘાયલને હાથમાં ઉંચકી લઈ જઈ રહ્યો હતો અને પસાર થતી ગાડીઓના ડ્રાઈવરોને રોકવાનો ઈશારો કરી રહ્યો હતો, જેથી પ્રભાતને સમયસર હોસ્પિટલ લઈ જઈ શકાય. પરંતુ કોઇ રોકાયા ન હતા. અંતે ઓટો ડ્રાઈવરની મદદથી સોનુ પ્રભાતને નજીકની હોસ્પિટલમાં લઈ ગયો હતો.

આ પણ વાંચો----"હું બંદૂક અને બળાત્કારની ધમકીઓથી ડરતી નથી", Kangana Ranaut એ આપ્યું મોટું નિવેદન

Tags :
GhaziabadGhaziabad accidenthelppoliceSocial MediaVideo
Next Article