દુનિયાનાં સૌથી મોંઘા બાથરૂમમાં ન્હાય છે નીતા અંબાણી, જાણો કિંમત
ભારતના સૌથી અમીર લોકોની વાત કરવામાં આવે તો મુકેશ અંબાણીનું નામ સૌથી ઉપર આવે છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી પાસે અઢળક સંપત્તિ છે. જોકે તેમ છતાં પણ તેઓ સાદાઈથી જીવન જીવવાનું પસંદ કરે છે પરંતુ તેમની પત્નિ નીતા અંબાણી માટે એવુ કહી શકાય નહીં. નીતા અંબાણી પોતાના પતિ ના પૈસા પર લગ્ઝરિયસ લાઈફ જીવવાનું પસંદ કરે છે. તમે એ નોટિસ કર્યું હશે કે જ્યારે પણ કોઇ પાર્ટી કે ફંક્શન હોય છે ત્યારે મુકેશ અંબાણી ખુબ જ સાદા કપડા પહેરીને આવે છે. જ્યારે નીતા અંબાણી ખુબ જ તૈયાર થઈને અને ખુબ જ મોંઘા કપડા પહેરીને આવે છે.
તેઓ પોતાની સંપત્તિનો ભરપુર આનંદ માણે છે. તેની પાસે ઘણી બધી મોંઘી અને લગ્ઝરી કારનું કલેક્શન છે. કપડા, શુઝ, લિપસ્ટિક અને મેકઅપ જેવી વસ્તુઓનું પણ લાંબુ લિસ્ટ છે.
નીતા અંબાણી પોતાના પતિ અને બે બાળકો સાથે મુંબઈના સૌથી મોંઘા વિસ્તાર સાઉથ મુંબઈમાં રહે છે. તેમના બંગલાનું નામ એન્ટિલિયા છે. તેમનો ૨૭ માળનો બંગલો છે. એવું કહેવામાં આવે છે કે ૬૦૦ જેટલા નોકર તેમનાં ઘરમાં રાત-દિવસ કામ કરે છે. આ બંગલામાં ઘણા બધા લક્ઝુરિયસ બેડરૂમ અને હોલ છે પરંતુ આજે અમે તમને અંબાણીનાં પરિવારનાં બાથરૂમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
બાથરૂમમાં એક એવી જગ્યા હોય છે જ્યાં માણસ દિવસનાં માત્ર થોડા કલાકો જ પસાર કરે છે. તેથી જ્યારે તે ઘર બનાવે છે તો તેમાં સૌથી નાનો રૂમ બાથરૂમ હોય છે. સામાન્ય માણસો બાથરૂમમાં વધારે પડતા ખર્ચાઓ કરતા નથી પરંતુ અંબાણી પરિવારે તેમના બાથરૂમને ખાસ બનાવવા માટે તેના પર લાખો રૂપિયાનાં ખર્ચાઓ કર્યા છે. તો ચાલો આપણે જાણી લઈએ કે તેમનાં બાથરૂમમાં એવું તો શું ખાસ છે.
અંબાણી પરિવારનું બાથરૂમ સંપુર્ણપણે ઓટોમેટિક છે. તેમાં કમ્પ્યુટર સિસ્ટમ છે, જેની મદદથી તમે રૂમ અને પાણીનું ટેમ્પરેચર સેટ કરી શકો છો. તેના દ્વારા બાથરૂમની લાઇટિંગ પણ સેટ કરી શકાય છે. એટલું જ નહી તમે નહાતી તમારી આસપાસની દિવાલો પર વિવિધ સ્થળોનાં સીન પણ સેટ કરી શકો છો. ઉદાહરણ તરીકે જો તમે કોઈ ધોધ ની નીચે નહાવા માંગો છો તો કોમપ્યુટરની મદદથી દિવાલો પર ધોધનો વીડિયો પ્લે થઈ જશે.
જેમ કે ધોધમાં જે રીતનો અવાજ આવતો હોય છે, એવા અવાજની સાથે જ વિડીયો ચાલું થઈ જાય છે. એવી જ રીતે પહાડી બરફ વાળા વિસ્તારમાં નહાવું હોય તો બાથરૂમની દિવાલો પર પણ આવી તસ્વીરો અને વીડિયો ચાલું થઈ જાય છે.
તે એક રીતે કોમ્પ્યુટરની સ્ક્રીન સેવર સુવિધા જેવું હોય છે. આ બાથરૂમમાં મોંઘી અને આલીશાન સાઉન્ડ સિસ્ટમ પણ છે. સ્નાન કરતી વખતે તમે તમારું મનપસંદ ગીત પણ સાંભળી શકો છો. આ સિવાય બાથરૂમમાં મોંઘાદાટ નળ અને માર્બલ લગાવવામાં આવેલ છે. આ રીતે તેમનું બાથરૂમ એકદમ યુનિક લાગે છે. આ બાથરૂમ બનાવવા માટે કેટલો ખર્ચ થયો તે જાણી શકાયું નથી પરંતુ એક અંદાજ મુજબ આ બાથરૂમ બનાવવાની કિંમતમાં આપણે આપણા માટે આરામથી એક આલીશાન બંગલો બનાવી શકીએ છીએ.
આપણ વાંચો- મુંબઈમાં આતંકવાદી હુમલાનો ડર ! 1 મે આતંકવાદી હુમલાની આશંકા,ધારા 144 લાગુ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ