MUKESH AMBANI ના DEEPFAKE વિડીયોથી મહિલાઆએ ગુમાવ્યા લાખો રૂપિયા!
આજના સમયમાં હવે DEEPFAKE ના કારણે ઘણા લોકો છેતરાઈ રહ્યા છે. આ ટેક્નોલોજીનો શિકાર મોટા મોટા સેલેબ્રિટીની સાથે સામાન્ય લોકો પણ બની રહ્યા છે. હવે આવા જ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જાણીતા છે. ચાલો જાણીએ શું છે સમગ્ર ઘટના
મુકેશ અંબાણીના DEEPFAKE વિડીયોથી મહિલા ફસાઈ
મુંબઈમાં મહિલા સાથે આ છેતરપિંડીની ઘટના સામે આવી છે. આ મહિલા મુંબઈના આંધરી વિસ્તારમાં રહે છે અને વ્યવસાયે આયુર્વેદ ડૉક્ટર છે. તે શેર ટ્રેડિંગ કૌભાંડનો ભોગ બની છે. આ મહિલાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે 15 એપ્રિલની રાત્રે તે પોતાના ઘરે બેઠી હતી અને તેના મોબાઈલ પર રીલ જોઈ રહી હતી. ત્યારપછી મુકેશ અંબાણીનો ડીપફેક વીડિયો રીલમાં સામે આવ્યો. આ DEEPFAKE વિડીયોમાં તે રાજીવ શર્મા ટ્રેડ ગ્રુપ કંપનીના વખાણ કરી રહ્યો હતો. આ DEEPFAKE વિડીયોના દ્વારા લોકોને વધુ વળતર મેળવવા માટે તેમની એકેડમીમાં જોડાવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
મહિલાને રિટર્નની લાલચ આપીને પૈસા પડાવ્યા
આ મહિલાને મુકેશ અંબાણીના આ DEEPFAKE સાથે એક લિંક પણ મોકલવામાં આવી હતી અને તે લિંક દ્વારા મહિલા ડોક્ટરને વોટ્સએપ ગ્રુપમાં એડ કરવામાં આવી હતી. મહિલાને આ ગ્રુપમાં લોભામણી વાતોથી ફસાવીને કંપનીની વેબસાઈટ દ્વારા એસ્કોર્ટ્સ સિક્યોરિટીઝ એપ ડાઉનલોડ કરવાનું કહેવામાં આવ્યું અને સારા રિટર્નની લાલચ આપીને તેણે વિવિધ બેંકોમાં 7.1 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી લીધા. મહિલાને તેના ટ્રેડિંગ વેબસાઇટ પર તેના પ્રારંભિક રોકાણ પર કમાયેલા નફા તરીકે દેખાય છે. આ જાણ્યા બાદ તે મહિલા પૈસા ઉપડવાનો પ્રયાસ કરે છે.
સમગ્ર બાબતની પોલીસ ફરિયાદ નોંધાઈ
મહિલાને તેનું ACCOUNT નફામાં દેખાતા તે પૈસા ઉપાડવાનો પ્રયાસ કરે છે ત્યારે તેને જાણ થાય છે કે તે છેતરપિંડીનો શિકાર બની છે. મહિલા પૈસા ઉપાડવા માટે ગઈ ત્યારે તેને નાણાંનો ઇનકાર કરવામાં આવ્યો હતો અને 3,43,634 રૂપિયા સર્વિસ ચાર્જ તરીકે ચૂકવવા કહ્યું હતું. વધુમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે જો તેણી ચુકવણી નહીં કરે તો એસ્કોર્ટ્સ સિક્યોરિટીઝ એપ પર 30,00,000 રૂપિયા જમા ધરાવતું એકાઉન્ટ બંધ કરી દેવામાં આવશે. જેના બાદ મહિલાને તેની સાથે થયેલી છેતરપિંડીનો ખ્યાલ આવ્યો હતો. આ ઘટના બાદ તેને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો : Ayodhya: રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરનારા મુખ્ય આચાર્ય….