Nimuben Bambhania એ મંત્રી તરીકે સંભાળ્યો કાર્યભાર
Nimuben Bambhania : નરેન્દ્ર મોદી સરકાર 3.0ની રચના થયા બાદ મંત્રીઓને વિભાગોની ફાળવણી થઇ ગઇ છે અને મંગળવારે સવારથી જ નવા મંત્રીઓએ પોતાના વિભાગમાં જઇને ચાર્જ સંભાળી લીધો હતો. ભાવનગરથી ચૂંટાયેલા સાંસદ નિમુબેન બાંભણિયા (Nimuben Bambhania) એ પણ ગ્રાહક બાબત, ખાદ્ય અને જાહેર વિતરણના રાજ્યમંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો.

નિમુબેન બાંભણિયા ગ્રાહક બાબત, ખાદ્ય અને જાહેર વિતરણના રાજ્યમંત્રી
ભાવનગર બેઠક પરથી પ્રથમ વખત જ સાંસદ બનેલા નિમુબેનને સીધા જ કેન્દ્રીય મંત્રી બનાવવામાં આવ્યા છે. નિમુબેનને નવી સરકારમાં ગ્રાહક બાબત, ખાદ્ય અને જાહેર વિતરણના રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. ભાવનગર બેઠક પર ભાજપના સાંસદ ભારતીબેન શિયાળની ટિકિટ કાપીને આ બેઠક પર નવા જ ચહેરા તરીકે નિમુબેન બાંભણીયાને મેદાનમાં ઉતાર્યા હતા. નિમુ બાંભણીયા અખિલ ભારતીય કોળી સમાજ નવી દિલ્હીના સભ્ય તેમજ રાષ્ટ્રીય મહિલા મોરચાના મહામંત્રી રહ્યા છે. તેમજ ભાવનગર જિલ્લા કોળી કર્મચારી મંડળના સભ્ય છે.
બે વખત મેયર પદની જવાબદારી
બે વખત મેયર પદની જવાબદારી સાથે જ છેલ્લા બે દાયકાથી ભાજપમાં સક્રિય રહેલા નીમુબેન બાંભણિયા ભાજપના વિશ્વાસ મત પર ખરા ઉતર્યા છે. હવે તેઓ પહેલીવાર સાંસદ બનવાની સાથે મંત્રી પણ બન્યા છે. તેમણે આજે મંત્રીપદનો કાર્યભાર સંભાળ્યો હતો.
આ પણ વાંચો---- સતત બીજી વાર ગૃહ મંત્રીનો ચાર્જ સંભાળતા Amit Bhai Shah
આ પણ વાંચો---- અભિનેતામાંથી રાજકારણી બનેલા Suresh Gopi એ સંભાળ્યો કાર્યભાર, કહ્યું- મારા માટે આ બધું નવું છે…
આ પણ વાંચો---- S Jaishankar : પાકિસ્તાન અને ચીનને તો….!
આ પણ વાંચો---- MODI 3.0 : મોદી કેબિનેટના મંત્રી એસ.જયશંકર અને અશ્વિની વૈષ્ણવે સંભાળ્યો કાર્યભાર