Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વિક્રમ સંવત 2080ના નૂતન વર્ષનો આજથી પ્રારંભ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જનતાને પાઠવી શુભેચ્છાઓ

નવી આશાઓ, ઉમંગ અને અરમાનો સાથે આજથી ગુજરાતીઓના નવા વર્ષ વિક્રમ સંવત 2080નો મંગલમય પ્રારંભ થઈ રહ્યો છે. ગુજરાત ફર્સ્ટના તમામ દર્શકોને નૂતન વર્ષાભિનંદન. નવા વર્ષની રાજ્યભરમાં હર્ષભેર ઉજવણી કરવામાં આવી રહી છે. તમામ મોટા મંદિરોમાં વહેલી સવારથી લોકો દર્શનાર્થે...
વિક્રમ સંવત 2080ના નૂતન વર્ષનો આજથી પ્રારંભ  મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જનતાને પાઠવી શુભેચ્છાઓ

નવી આશાઓ, ઉમંગ અને અરમાનો સાથે આજથી ગુજરાતીઓના નવા વર્ષ વિક્રમ સંવત 2080નો મંગલમય પ્રારંભ થઈ રહ્યો છે. ગુજરાત ફર્સ્ટના તમામ દર્શકોને નૂતન વર્ષાભિનંદન. નવા વર્ષની રાજ્યભરમાં હર્ષભેર ઉજવણી કરવામાં આવી રહી છે. તમામ મોટા મંદિરોમાં વહેલી સવારથી લોકો દર્શનાર્થે ઉમટી પડ્યા છે. નવા વર્ષ નિમિત્તે મંદિરોમાં અન્નકૂટનો ખાસ શણગાર કરવામાં આવ્યો છે. આજના દિવસે ગુજરાતીઓ એકબીજા સાથે શુભેચ્છાઓની આપ-લે કરીને આવનાર વર્ષ મંગલમય વીતે તેવી પ્રાર્થના કરે છે. ગુજરાત ફર્સ્ટના તમામ દર્શકોને ફરી એકવાર નૂતન વર્ષાભિનંદન.

Advertisement

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતના સૌ નાગરિક ભાઈ-બહેનો અને વિશ્વભરમાં પથરાયેલા ગુજરાતી પરિવારોને વિક્રમ સંવતના નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી છે. મુખ્યમંત્રીએ સૌને નવા વર્ષની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું છે કે, વિક્રમ સંવત 2080 નું નવું વર્ષ સૌ માટે વિકાસ અને સમૃદ્ધિનું વર્ષ બની રહે. મુખ્યમંત્રીએ નૂતન વર્ષ પ્રકાશ પર્વ સાથોસાથ સામાજિક, આર્થિક, વાણિજ્યિક સહિતના બહુવિધ ક્ષેત્રોમાં ગુજરાતના વૈશ્વિક વિકાસની ઉન્નતિનું પર્વ બને તેવી અભિલાષા દર્શાવી છે.

Advertisement

આ પણ વાંચો - આજથી વિક્રમ સંવત 2080 નૂતન વર્ષનો પ્રારંભ, નવા વર્ષે મુખ્યમંત્રીએ ગાંધીનગરના પંચદેવ મંદિરમાં કર્યા દર્શન

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

Advertisement

Tags :
Advertisement

.