Bharti Ashram Vivad : આશ્રમનાં મેનેજર સામે ઋષિ ભારતી બાપુનાં ગંભીર આક્ષેપ, કહ્યું- લુખ્ખા તત્વો સાથે આવીને..!
- સરખેજનાં ભારતી આશ્રમનાં વિવાદમાં નવો વળાંક
- ઋષિભારતી બાપુએ આશ્રમનાં મેનેજર રામ ગઢવી સામે કર્યા આક્ષેપ
- બીજી તરફ હરિહરાનંદ ભારતી બાપુએ આ વિવાદ અંગે સાધ્યું મૌન
Bharti Ashram Vivad : અમદાવાદનાં (Ahmedabad) સરખેજ વિસ્તારમાં આવેલા ભારતી આશ્રમનાં (Bharti Ashram) વિવાદમાં વધુ એક નવો વળાંક આવ્યો છે. ઋષિ ભારતી બાપુ દ્વારા આશ્રમમાં મેનેજર તરીકે આવેલા રામ ગઢવી વિરુદ્ધ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. ઋષિ ભારતી બાપુએ મેનેજર રામ ગઢવી (Ram Gadhvi) સામે પોલીસ સ્ટેશનમાં અનેક ફરિયાદ નોંધાઈ હોવાનો અને વર્ષ 2019 માં બિનસચિવાયલનાં પેપર લીકમાં તે સંળોવાયેલ હોવાનો ગંભીર આરોપ કર્યો છે. બીજી તરફ ઋષિભારતી બાપુનાં આક્ષેપ બાદ હરિહરાનંદ ભારતી બાપુએ મૌન સેવ્યું છે.
ભારતી આશ્રમનાં વિવાદને લઈને વધુ એક ખુલાસો
સોશિયલ મીડિયા ઇન્ફ્લ્યુએન્સર કીર્તિ પટેલનાં (Kirti Patel) વીડિયો બાદ ભારતી આશ્રમનો વિવિધ ચરમસીમાએ પહોંચ્યો છે. કીર્તિ પટેલે આશ્રમમાં જઈ વીડિયો બનાવી ઋષિભારતી બાપુ (Rishi Bharti Bapu) અને વિશ્વેશ્વરી ભારતી માતાજી (Visveswari Bharati Mataji) સામે ગંભીર આક્ષેપ કર્યા હતા. ગઈકાલે ઋષિભારતી બાપુ અને વિશ્વેશ્વરી ભારતી માતાજીએ મીડિયાનાં માધ્યમથી તમામ આરોપોને ફગાવ્યા હતા. હવે, આ વિવાદમાં નવો વળાંક આવ્યો છે. ઋષિભારતી બાપુએ આશ્રમનાં નવનિયુક્ત મેનેજર રામ ગઢવી (Ram Gadhvi) વિરુદ્ધ ગંભીર આક્ષેપ કર્યા છે. તેમણે કહ્યું કે, રામ ગઢવી સામે પોલીસ સ્ટેશનમાં અનેક ફરિયાદ નોંધાઈ છે.
Ahmedabad: ભારતી આશ્રમ વિવાદમાં વધુ એક મોટો ખુલાસો, આશ્રમ કે સમરાંગણ? | Gujarat First #BharatiAshram #AshramControversy #GujaratScandal #SamranganDebate #AshramRevelation #ControversialAshram #GujaratNews #AshramScam #ReligiousControversy #AshramOrSamrangan #PublicDebate… pic.twitter.com/6oVPQJtloJ
— Gujarat First (@GujaratFirst) September 5, 2024
રામ ગઢવી પર ઋષિભારતી બાપુએ ગંભીર આક્ષેપ કર્યા
ઋષિ ભરતી બાપુએ આક્ષેપ કર્યા કે, માથા ભારે રામ ગઢવીએ આશ્રમમાં હક જમાવ્યો છે. બાઉન્સરો અને લુખ્ખા તત્વો સાથે સરખેજ ભારતીબાપુ આશ્રમમાં કબજો મેળવવા પહોંચ્યો હતો. કેટલાક સમર્થકોએ પણ આવા આરોપ લગાવ્યા છે. ઉપરાંત, વર્ષ 2019 ની બિનસચિવાલયનાં પેપર લીક મામલે આરોપી પૈકી રામ ગઢવી એક હોવાનો ગંભીર આરોપ ઋષિભારતી બાપુએ કર્યો હતો. તેમણે કહ્યું કે, કીર્તિ પટેલને (Kirti Patel) વીડિયો વાઇરલ કરવા માટેનો પણ આશ્રમમાં (Bharti Ashram Vivad) રહેલા કેટલાક લોકોનો પ્લાન હતો. જણાવી દઈએ કે, ગઈકાલે ઋષિભારતી બાપુએ હરિહરાનંદ ભારતી બાપુ સામે પણ ગંભીર આક્ષેપ કર્યા હતા.
આ પણ વાંચો - Kutch : રૂંવાડા ઊભા કરે એવી ઘટના! ઘરે જતી માતા-પુત્રીને કેટલાક શખ્સોએ રસ્તામાં રોકી અને પછી..!
હરિહરાનંદ ભારતી બાપુનાં મૌનથી અનેક સવાલ
જો કે, હરિહરાનંદ ભારતી બાપુએ (Hariharanand Bharti Bapu) આ મામલે મૌન સાધ્યું છે. ગુજરાત ફર્સ્ટ (Gujarat First) દ્વારા આ મામલે પૂછાયેલા સવાલોનો જવાબ આપવાનું બાપુએ ટાળ્યું હતું. ભારતી આશ્રમમાંથી (Bharti Ashram Vivad) વાઇરલ થયેલા વીડિયો અંગે પણ તેમણે કોઈ પ્રતિક્રિયા હાલ આપી નથી. ગંભીર આક્ષેપો બાદ પણ બાપુ કેમ મૌન છે ? તેવા સવાલ લોકો વચ્ચે થઈ રહ્યા છે. જો કે, બાપુનાં સમર્થનમાં કીર્તિ પટેલનાં વીડિયો હાલ પણ સોશિયલ મીડિયામાં યથાવત્ છે. આ અંગે બાપુએ ગઇકાલે વીડિયો ડિલીટ કરાવી દીધા હોવાનું કહ્યું હતું. ત્યારે સવાલ થઈ રહ્યા છે કે વીડિયો ડિલીટ કરવાની વાત છે તો કીર્તિ પટેલ કોના ઇશારે વીડિયો વાઇરલ કરી રહી છે ?
આ પણ વાંચો - Rajkot : કૌભાંડીઓએ તો સ્મશાનને પણ બાકી ન રાખ્યું! અંતિમક્રિયા માટેનાં લાકડાઓમાં પણ કર્યું મસમોટું કૌભાંડ