Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Paralympics માં નવી ઈતિહાસ રેખા, ટોક્યોનો રેકોર્ડ તૂટ્યો

પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતનું શાનદાર પ્રદર્શન મેન્સ હાઇજંપ T63માં પણ ભારતને મધરાતે બે મેડલ 400 મીટર મહિલા દોડમાં ભારતની દીપ્તિએ જીત્યો બ્રોન્ઝ વધુ પાંચ મેડલ સાથે ભારતના કુલ 20 મેડલ ભારતે ટોક્યો પેરાલિમ્પિક્સનો 19 મેડલનો આંક વટાવ્યો Paralympics:પેરિસ પેરાલિમ્પિક (Paralympics)...
08:42 AM Sep 04, 2024 IST | Hiren Dave
India Medal Tally

Paralympics:પેરિસ પેરાલિમ્પિક (Paralympics) 2024 ગેમ્સમાં ભારત (INDIA)નું શાનદાર પ્રદર્શન યથાવત છે.મંગળવારે ભારતીય   ખેલાડીઓએ પાંચ મેડલ (Medals) જીત્યા હતા. જેમાં બે સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. અજિત સિંહે જેવલિન થ્રોની F46 કેટેગરીમાં અને હાઈ જમ્પર શરદ કુમારે મંગળવારે હાઈ જમ્પની T63 કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આ સાથે આ પેરાલિમ્પિકમાં ભારતના મેડલની સંખ્યા અત્યાર સુધીમાં 20 પર પહોંચી ગઈ છે. મેડલનો આ આંકડો અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ છે. તેના ટ્રેક અને ફિલ્ડ એથ્લેટ્સના શાનદાર પ્રદર્શનના આધારે ભારતે ટોક્યો (Tokyo)પેરાલિમ્પિકમાં તેના અગાઉના 19 મેડલના શ્રેષ્ઠ પ્રદર્શનને પાછળ છોડી દીધું છે.

 

છઠ્ઠા દિવસે 5 મેડલ આવ્યા

પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતે અત્યાર સુધીમાં 4 રમતોમાં મેડલ જીત્યા છે. તેમાંથી સૌથી વધુ 10 મેડલ એથ્લેટિક્સમાંથી આવ્યા છે. આ સાથે જ બેડમિન્ટનમાં 5 મેડલ અને શૂટિંગમાં 4 મેડલ આવ્યા છે. તીરંદાજીમાંથી એક મેડલ આવ્યો છે. ભારતે 3જી સપ્ટેમ્બરે એટલે કે છઠ્ઠા દિવસે 5 મેડલ જીત્યા. દીપ્તિ જીવનજી, શરદ કુમાર, મરિયપ્પન થંગાવેલુ, અજીત સિંહ અને સુંદર ગુર્જરે આ મેડલ જીત્યા હતા.

આ પણ  વાંચો -Paralympics:ભાલા ફેંકમાં આ 2 ખેલાડીઓએ કર્યો કમાલ! ભારતને મળ્યા બે મેડલ

કૂદમાં ભારતે સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા

ભારતીય પેરા એથ્લેટ્સે મંગળવારે પેરિસમાં આયોજિત પેરાલિમ્પિક 2024 ગેમ્સમાં પુરુષોની ઊંચી કૂદની T63 કેટેગરીની ઇવેન્ટમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા. મોડી રાત્રે યોજાયેલી ફાઈનલ મેચમાં હાઈ જમ્પર શરદ કુમારે 1.88 મીટરનું અંતર કાપીને સિલ્વર મેડલ જીત્યો હતો. મરિયપ્પન થંગાવેલુએ પોતાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો અને 1.85 મીટરનું અંતર કાપ્યું. તેમને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. મરિયપ્પન ટોક્યો પેરાલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. વિશ્વ રેકોર્ડ હોલ્ડર યુએસએના ફ્રેચ એઝરાએ ગોલ્ડ મેડલ જીત્યો હતો.

આ પણ  વાંચો -પેરિસ ઓલિમ્પિકની દોડવીર પર બોયફ્રેન્ડે આગ ચાંપી, 75 % શરીર બળી ગયું

જ્વેલિન થ્રોમાં ભારતના અજિત સિંઘે જીત્યો સિલ્વર મેડલ

ભારતના સ્ટાર જેવલિન થ્રો પેરા એથ્લેટ અજિત સિંહે શાનદાર પ્રદર્શન કર્યું અને પેરિસ પેરાલિમ્પિક્સમાં પુરુષોની ભાલા ફેંક F46 કેટેગરીની ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો. અજિત સિંહે ભાલા ફેંક F46 ફાઇનલમાં 65.62 મીટરનો વ્યક્તિગત શ્રેષ્ઠ થ્રો કર્યો હતોઆ જ ઇવેન્ટમાં સુંદર સિંહ ગુર્જરે પણ 64.96 ના સીઝનના શ્રેષ્ઠ થ્રો સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

આ પણ  વાંચો -Paralympics માં એક દિવસમાં 8 Medal સાથે ભારત આ સ્થાને પહોંચ્યું

દીપ્તિ હાલની વર્લ્ડ ચેમ્પિયન

એક તરફ ભારતની દીપ્તિએ 55.82 સેકન્ડમાં રેસ પૂરી કરી હતી. સિલ્વર મેડલ તુર્કીની એસેલ ઓંડરે જીત્યો હતો, જેણે 55.23 સેકન્ડમાં રેસ પૂરી કરી હતી. ગોલ્ડ મેડલ યુક્રેનની યુલિયા શુલિયરે જીત્યો હતો, જેણે 400 મીટરની રેસ 55.16 સેકન્ડમાં પૂરી કરી હતી. દીપ્તિએ રેસની છેલ્લી ક્ષણોમાં પોતાની જાતને ખૂબ આગળ ધપાવી અને ગોલ્ડ જીતવાની ખૂબ જ નજીક આવી ગઈ, પરંતુ છેલ્લા 10 મીટરમાં યુક્રેનિયન રનરે તેની ગતિ વધારી અને ગોલ્ડને નિશાન બનાવ્યો હતો.

આ પણ  વાંચો -Paralympic 2024 : ભારતનું શાનદાર પ્રદર્શન,તીરંદાજીમાં ભારતીય જોડીએ બ્રોન્ઝ મેડલ જીત્યો

પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતનું પ્રદર્શન

ભારત 1968 થી પેરાલિમ્પિક ગેમ્સમાં ભાગ લઈ રહ્યું છે. પ્રથમ પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતનું ખાતું પણ ખુલ્યું ન હતું. આ પછી 1972માં ભારતને ગોલ્ડના રૂપમાં પહેલો મેડલ મળ્યો. ભારતે આગામી 2 પેરાલિમ્પિક્સમાં ભાગ લીધો ન હતો પરંતુ 1984માં ભારતીય પેરાથ્લેટ્સ 4 મેડલ જીતવામાં સફળ રહ્યા હતા. આ પછી ફરી એકવાર ભારત આગામી 4 પેરાલિમ્પિકમાં પોતાનું ખાતું ખોલાવી શક્યું નથી. ત્યારબાદ 2004 એથેન્સ પેરાલિમ્પિક્સમાં ભારત 2 મેડલ જીતવામાં સફળ રહ્યું. આ પછી, અમને 2008 બેઇજિંગ પેરાલિમ્પિક્સમાં કોઈ મેડલ મળ્યો ન હતો અને 2012 લંડન પેરાલિમ્પિક્સમાં માત્ર 1 મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. ભારતે 2016 રિયો પેરાલિમ્પિક્સમાં 4 મેડલ જીત્યા હતા પરંતુ તેનું શ્રેષ્ઠ પ્રદર્શન હજુ આવવાનું બાકી હતું. ત્યારપછી ટોક્યો પેરાલિમ્પિક્સ આવી જેમાં ભારતે 19 મેડલ જીતીને નવો રેકોર્ડ બનાવ્યો અને હવે પેરિસમાં ભારતે ટોક્યોમાં પોતાના સર્વશ્રેષ્ઠ પ્રદર્શનના રેકોર્ડને પાછળ છોડીને નવો રેકોર્ડ બનાવ્યો છે.

Tags :
Ajeet SinghathleticsIndiaIndia Medal TallyIndian Team in Paris ParalympicsmedalsParalympicsparalympics 2024ParisParis ParalympicsParis Paralympics 2024Tokyo
Next Article