ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કુસ્તીબાજોના સમર્થનમાં આવ્યા Neeraj Chopra, કહ્યું- આ જોઇને દુઃખ થયું

દિલ્હીની રાજધાની દિલ્હીના જંતર-મંતર ખાતે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના અધ્યક્ષ અને ભાજપના નેતા Brij Bhushan Sharan Singh સામે વિરોધ કરી રહેલા ભારતીય કુસ્તીબાજો વિરુદ્ધ દિલ્હી પોલીસે કેસ નોંધ્યો છે. દિલ્હી પોલીસે ટોક્યો ઓલિમ્પિકના બ્રોન્ઝ મેડલિસ્ટ બજરંગ પુનિયા, ઓલિમ્પિક મેડલ...
09:31 AM May 29, 2023 IST | Hardik Shah

દિલ્હીની રાજધાની દિલ્હીના જંતર-મંતર ખાતે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના અધ્યક્ષ અને ભાજપના નેતા Brij Bhushan Sharan Singh સામે વિરોધ કરી રહેલા ભારતીય કુસ્તીબાજો વિરુદ્ધ દિલ્હી પોલીસે કેસ નોંધ્યો છે. દિલ્હી પોલીસે ટોક્યો ઓલિમ્પિકના બ્રોન્ઝ મેડલિસ્ટ બજરંગ પુનિયા, ઓલિમ્પિક મેડલ વિજેતા સાક્ષી મલિક અને વિનેશ ફોગાટ વિરુદ્ધ રમખાણો સહિતની વિવિધ કલમો હેઠળ FIR નોંધી છે. જેને લઇને ગોલ્ડન બોય નીરજ ચોપરા રેસલિંગ ફેડરેશનના ચીફ સાથે સીધા મુકાબલામાં રેસલર્સ સાથે ઉભો જોવા મળે છે. તેણે કુસ્તીબાજો સાથે દિલ્હી પોલીસના વર્તનને ખોટું ગણાવ્યું હતું.

નીરજે કુસ્તીબાજોની અટકાયત પર પોતાની નારાજગી વ્યક્ત કરી

Neeraj Chopra એ કુસ્તીમાં ભારતને ગૌરવ અપાવનાર સાક્ષી મલિકનો વીડિયો રીટ્વીટ કરીને સ્પોર્ટ્સ સ્પિરિટ અને એથ્લેટ હોવાનો ઉત્તમ દાખલો બેસાડતાં કહ્યું કે, હું આ જોઈને ખૂબ જ દુઃખી છું. કુસ્તીબાજ સાક્ષી મલિક દ્વારા ટ્વીટ કરાયેલા વીડિયોમાં દિલ્હી પોલીસના જવાનો અને કુસ્તીબાજો વચ્ચેનો સંઘર્ષ સ્પષ્ટપણે જોઈ શકાય છે. પોલીસ મલિક અને અન્ય કુસ્તીબાજોને કસ્ટડીમાં લેવાનો પ્રયાસ કરી રહી છે. છેલ્લા એક મહિનાથી વધુ સમયથી હડતાળ પર ઉતરેલા કુસ્તીબાજો સાથે આવી વર્તણૂક બદલ સોશિયલ મીડિયા પર ઉગ્ર પ્રત્યાઘાતો પડ્યા હતા. આ બધા વચ્ચે નીરજનું નિવેદન એટલા માટે પણ મહત્વનું છે કારણ કે તેણે આ સંઘર્ષ માટે વધુ સારો ઉકેલ શોધવાનો આગ્રહ કર્યો છે. ઓલિમ્પિક મેડલ વિજેતા અને સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI) સામેના વિરોધ દરમિયાન કુસ્તીબાજોની અટકાયત પર પોતાની નારાજગી વ્યક્ત કરી, સ્પષ્ટપણે કહ્યું કે, "આનો સામનો કરવા માટે વધુ સારી રીત હોવી જોઈએ."

પોલીસે અમને કોઈ પણ ગુનો કર્યા વગર કસ્ટડીમાં રાખ્યા : બજરંગ પુનિયા

આ પહેલા કુસ્તીબાજ બજરંગ પુનિયાએ કહ્યું હતું કે, અમને 10 કલાક સુધી અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા. અંતે તેને મુક્ત કરવામાં આવ્યો. પુનિયાએ કહ્યું, “જ્યાં સુધી અમને ન્યાય ન મળે ત્યાં સુધી ઘરે જવાનો કોઈ અર્થ નથી. આ પહેલા બજરંગ પુનિયાએ પણ ટ્વીટ કરીને દિલ્હી પોલીસ પર આરોપ લગાવ્યો હતો કે, તેને કોઈ પણ ગુનો કર્યા વગર કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે. પુનિયાએ પોતાના ટ્વીટમાં લખ્યું, "પોલીસે મને કસ્ટડીમાં રાખ્યો છે. કશું કહી રહી નથી. શું મેં કોઈ ગુનો કર્યો છે? બ્રિજભૂષણ જેલમાં હોવો જોઈએ. અમને શા માટે જેલમાં રાખવામાં આવ્યા છે?"

WFI ના અધ્યક્ષ બ્રિજ ભૂષણ શરણ સિંહની ધરપકડની માંગ

ઉલ્લેખનીય છે કે દેશના ઘણા જાણીતા કુસ્તીબાજો રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના અધ્યક્ષ બ્રિજ ભૂષણ શરણ સિંહની ધરપકડની માંગ કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશની કૈસરગંજ લોકસભા સીટના બીજેપી સાંસદ બ્રિજ ભૂષણ પર એક સગીર સહિત સાત મહિલા રેસલર્સનું યૌન શોષણનો આરોપ છે. દિલ્હી પોલીસે અગાઉ કહ્યું હતું કે નવા સંસદ ભવનના ઉદ્ઘાટન સમારોહનું સુચારુ સંચાલન સુનિશ્ચિત કરવા માટે "અસામાજિક તત્વો"ને રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. દિલ્હી પોલીસે રવિવારે જંતર-મંતર પર થયેલી મારામારીના સંબંધમાં કુસ્તીબાજો વિરુદ્ધ FIR નોંધી છે. FIRમાં રમખાણો ભડકાવવાના કાવતરા જેવા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો - બજરંગ, સાક્ષી અને વિનેશ વિરુદ્ધ નોંધાઈ FIR, જંતર-મંતર પર વિરોધને લઈને દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
DelhiJantar-MantarNeeraj ChopraPOCSOWrestlersWrestlers Protest
Next Article