Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Canada : ટોરેન્ટોમાં બનેલી દુર્ઘટનામાં નવસારીના વિદ્યાર્થીનું મોત 

વિદેશમાં વધુ એક ગુજરાતી વિદ્યાર્થીનું થયું મોત નવસારીના જલાલપોરના વિદ્યાર્થીનું કેનેડામાં મોત ગેરેજમાં મુકેલી કાર ચાલુ રહી જતા બની ઘટના કાર્બન મોનોક્સાઈડનું પ્રમાણ વધી જતા વિદ્યાર્થીનું મોત વિદેશમાં ફાયર સેફટીની સંપૂર્ણ માહિતી ન હોવાના કારણે દુર્ઘટના બની ઘટનામાં કુલ...
04:32 PM Dec 21, 2023 IST | Vipul Pandya
વિદેશમાં વધુ એક ગુજરાતી વિદ્યાર્થીનું થયું મોત
નવસારીના જલાલપોરના વિદ્યાર્થીનું કેનેડામાં મોત
ગેરેજમાં મુકેલી કાર ચાલુ રહી જતા બની ઘટના
કાર્બન મોનોક્સાઈડનું પ્રમાણ વધી જતા વિદ્યાર્થીનું મોત
વિદેશમાં ફાયર સેફટીની સંપૂર્ણ માહિતી ન હોવાના કારણે દુર્ઘટના બની
ઘટનામાં કુલ છ લોકોને હોસ્પિટલ ખસેડાયા
કેનેડા ( Canada )માં રહેતા ગુજરાતી વિદ્યાર્થીનું મોત થયું હોવાના સમાચાર આવી રહ્યા છે. કેનેડા ( Canada )ના ટોરેન્ટોમાં ગેરેજમાં મુકેલી કાર ચાલુ રહી જતાં કાર્બન મોનોક્સાઇડનું પ્રમાણ વધી ગયું હતું જેમાં આ વિદ્યાર્થીનું મોત થયું છે જ્યારે અન્ય 6 જણાને હોસ્પિટલમાં ખસેડાયા છે.
જલાલપોર તાલુકાના મોટી કરોડ ગામનો રહિશ
કેનેડા ( Canada )ના ટોરેન્ટોમાં આ ઘટના બની છે. ટોરેન્ટોના ટાઉનહાઉસ ઓન એકટીવા એવેન્યુ વિસ્તારમાં બનેલી દુર્ઘટનામાં એક ગુજરાતી વિદ્યાર્થીનું મોત થયું છે. આ વિદ્યાર્થી  નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મોટી કરોડ ગામનો રહિશ હતો.
કાર્બન મોનોક્સાઇડ વધી જતાં આ ઘટના બની
મળેલી માહિતી મુજબ વિદ્યાર્થી જ્યાં રહેતો હતો તે મકાનમાં ગેરેજમાં કાર પાર્ક કરાઇ હતી પણ આ કાર ચાલુ રહી ગઇ હતી જેના કારણે કાર્બન મોનોક્સાઇડ વધી જતાં આ ઘટના બની હતી. ગુંગળામણના કારણે આ ઘટનામાં 6થી વધુ લોકોને અસર થતાં તેમને હોસ્પિટલમાં ખસેડાયા છે.
આ પણ વાંચો----ચીનમાં ફેલાય રહેલ બીમારી સામે રાજકોટ જિલ્લા આરોગ્ય તંત્ર એલર્ટ
Tags :
breaking newscanadaNavsari studentstudent deathtoronto
Next Article