Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Narmada river: નર્મદા ડેમ છલકાયો!સિઝનમાં પહેલીવાર પાંચ દરવાજા ખોલાયા

સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વધારો નર્મદા ડેમ સિઝનમાં પ્રથમવાર 134.59 મીટર પર નર્મદા નદી કાંઠા વિસ્તારોને કરાયા એલર્ટ Narmada River:ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા (Narmada River)ડેમમાં ઉપરવાસના પાણીની ભરપૂર આવક થઇ રહી છે. જેના કારણે સિઝનમાં પ્રથમ વખત રવિવારે...
narmada river  નર્મદા ડેમ છલકાયો સિઝનમાં પહેલીવાર પાંચ દરવાજા ખોલાયા
  1. સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વધારો
  2. નર્મદા ડેમ સિઝનમાં પ્રથમવાર 134.59 મીટર પર
  3. નર્મદા નદી કાંઠા વિસ્તારોને કરાયા એલર્ટ

Narmada River:ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા (Narmada River)ડેમમાં ઉપરવાસના પાણીની ભરપૂર આવક થઇ રહી છે. જેના કારણે સિઝનમાં પ્રથમ વખત રવિવારે નર્મદા ડેમના પાંચ દરવાજા ખોલવામાં આવ્યા છે. નર્મદા ડેમની જળ સપાટી સિઝનમાં પ્રથમવાર 134.59 મીટર પર પહોંચી છે. ઉપરવાસમાંથી 2,95972 ક્યુસેક પાણીની આવક થઇ છે. નર્મદા ડેમ 87 ટકા ભરાય ગયો છે. જોકે, ડેમના દરવાજા ખોલતાની સાથે નદી કાંઠા ગામને એલર્ટ કરવામાં આવ્યા છે.

Advertisement

સરદાર સરોવર નર્મદા ડેમના 5 ગેટ ખોલવામાં આવ્યા

કેવડિયા ખાતે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો થયો છે. આજે સવારે 6 કલાકે સિઝનમાં પ્રથમવાર પાંચ ગેટ ખોલવામાં આવ્યા છે. ડેમના ગેટ ખોલીને એક લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. નર્મદા ડેમમાં 3823.60 મિલિયન ક્યુબિક મીટર લાઈવ સ્ટોરેજ પાણી છે. જેના કારણે નર્મદા ડેમ 87 ટકા ભરાયો છે. નર્મદા ડેમ મહત્તમ સપાટીથી માત્ર 4 મીટર દૂર છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર

Advertisement

આ પણ  વાંચો  -Special Story: ‘જંગલના રાજાનું રક્ષણ’ જાણતા સિંહ પ્રેમી મનીષ વૈદ્ય સાથે ખાચ ચર્ચા

નર્મદા નદી કાંઠા વિસ્તારોને કરાયા એલર્ટ

હાલ ખોલાયેલા પાંચ ગેટમાંથી એક લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. પાણી છોડાતા નર્મદા નદી કાંઠા વિસ્તારમાં આવતા ગામોને એલર્ટ કરાયા છે. નર્મદા, ભરૂચ અને વડોદરાના કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસમાં વધુ વરસાદને પગલે ડેમમાં પાણીની વિપુલ પ્રમાણમાં આવક થઈ રહી છે. રવિવારે ડેમના દરવાજા ખોલી ક્રમશઃ 95 હજારથી 2.45 લાખ ક્યુસેક નર્મદા નદીમાં છોડવામાં આવી શકે છે.

Advertisement

આ પણ  વાંચો  -ભારે વરસાદની આગાહી વચ્ચે ખેડૂતો માટે માઠા સમાચાર, અંબાલાલે કહ્યું એટલે...

મળતી માહિતી પ્રમાણે, સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસ મધ્યપ્રદેશમાં આવેલા ઓમકારેશ્વરના 18 ગેટ અને ઈન્દિરા સાગર ડેમના 12 દરવાજા ખોલી 4 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડાઈ રહ્યું છે.તેના કારણે ડેમમાં પાણીની સપાટીમાં 24 કલાકમાં ધરખમ વધારો નોંધાતા ડેમની સિઝનમાં પ્રથમવાર સપાટી 134.59 મીટર પર પહોંચી છે.દર કલાકે ડેમના જળ સ્તરમાં 12 સેમીનો વધારો થાય છે. નર્મદા ડેમમાં 3929 એમ.સી.એમ. લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો જોતા 87  ટકાથી વધુ ભરાયો છે.

Tags :
Advertisement

.