Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Narmada : ચૈતર વસાવાના આરોપ પર મનસુખ વસાવાની પ્રતિક્રિયા, કહ્યું - તેમનો સ્વભાવ લોકો સાથે ઘર્ષણ કરી..!

મનસુખ વસાવા અને ચૈતર વસાવા ફરી સામસામે! BJP 'સદસ્યતા અભિયાન' ને લઈ ચૈતર વસાવાના ગંભીર આરોપ સાંસદ મનસુખ વસાવાએ આપ્યો જવાબ Narmada : સાંસદ મનસુખ વસાવા (MP Mansukh Vasava) અને ધારાસભ્ય ચૈતર વસાવા (MLA Chaitar Vasava) એક વાર ફરી...
narmada   ચૈતર વસાવાના આરોપ પર મનસુખ વસાવાની પ્રતિક્રિયા  કહ્યું   તેમનો સ્વભાવ લોકો સાથે ઘર્ષણ કરી
  1. મનસુખ વસાવા અને ચૈતર વસાવા ફરી સામસામે!
  2. BJP 'સદસ્યતા અભિયાન' ને લઈ ચૈતર વસાવાના ગંભીર આરોપ
  3. સાંસદ મનસુખ વસાવાએ આપ્યો જવાબ

Narmada : સાંસદ મનસુખ વસાવા (MP Mansukh Vasava) અને ધારાસભ્ય ચૈતર વસાવા (MLA Chaitar Vasava) એક વાર ફરી સામસામે આવ્યા છે. ભાજપનાં (BJP) 'સદસ્યતા અભિયાન' અંગે ચૈતર વસાવાએ ગંભીર આરોપ લગાવ્યા હતા, જેનો હવે મનસુખ વસાવાએ જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે, ચૈતર વસાવાનાં આરોપો ખોટા છે. તે વિરોધ પક્ષમાં છે એટલે વિરોધ કર્યા કરે. ટકોરા બંધ લોકોને જ સભ્ય બનાવીએ છીએ.

Advertisement

'સદસ્યતા અભિયાન' માટે સરકારી કર્મચારીઓને ટાર્ગેટ અપાયા : ચૈતર વસાવા

જણાવી દઈએ કે, ડેડીયાપાડાનાં (Dediyapada) ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના સમર્થકોએ ગઈકાલે કલેક્ટર કચેરી ખાતે (Narmada) હલ્લાબોલ કરી જબરદસ્ત હોબાળો મચાવ્યો હતો. ચૈતર વસાવાએ (MLA Chaitar Vasava) પોલીસ અને અધિકારીઓ પર ગંભીર આક્ષેપ કર્યા હતા. તેમણે કહ્યું કે, ટીડીઓએ જાતે લોકોનાં બીજેપી સભ્યનાં કાર્ડ બનાવ્યા. લોકોને બીજેપી સભ્ય બનાવવા માટે હવે સરકારી વિભાગનાં કર્મચારીઓને ટાર્ગેટ આપવામાં આવ્યો છે. ચૈતર વસાવાનાં આ ગંભીર આક્ષેપ સામે મનસુખ વસાવાએ પ્રતિક્રિયા આપી છે.

આ પણ વાંચો - Rajkot : સનાતન ધર્મને લજવતા સાધુનો Video વાઇરલ, ધાર્મિક સ્થળ પર કર્યું શર્મનાક કૃત્ય!

Advertisement

માત્ર ટકોરા બંધ વ્યક્તિઓને સભ્ય બનાવીએ છીએ : મનસુખ વસાવા

મનસુખ વસાવાએ (MP Mansukh Vasava) કહ્યું કે, ચૈતર વસાવા વિરોધ પક્ષમાં છે, એટલે વિરોધ કરે છે. પાર્ટીનાં 'સદસ્યતા અભિયાન' માં કોઈ સરકારી કર્મચારીનો ઉપયોગ નથી કરાયો. માત્ર ટકોરા બંધ વ્યક્તિઓને સભ્ય બનાવીએ છીએ. જેઓ પાર્ટીની વિચારધારાથી જોડાયેલા છે. અમારી પાર્ટી રાષ્ટ્રીય વિચારધારા ધરાવે છે. મનસુખ વસાવાએ આગળ કહ્યું કે, ચૈતર વસાવા ચૂંટણી પહેલા મનરેગાનાં કર્મચારીઓનું કામ બંધ કરાવી ચૂંટણી સભામાં લઇ ગયા હતા, જેના વીડિયો પણ છે અને TDO એ આ મામલે પગલાં પણ લીધા હતા. આથી, તેઓ TDO નો વિરોધ કરે છે અને ખોટી રીતે હેરાન કરે છે.

Advertisement

આ પણ વાંચો - ​​Jamnagar : GG હોસ્પિટલનો ટ્રોમા વોર્ડ અચાનક દર્દીઓથી ઊભરાયો, બાળકો સહિત 100 થી વધુ લોકો દાખલ

'ચૈતર વસાવાનો સ્વભાવ લોકો સાથે ઘર્ષણ કરી પ્રસિદ્ધિ મેળવવાનો છે'

મનસુખ વસાવાએ વધુમાં કહ્યું કે, પોલીસ હપ્તા લેતી હોય તો તેમનો સાળો પોલીસમાં છે. તેમને સાથે રાખીને રેડ કરે. દેવમોગરામાં (Devmogra) દારૂ વેચાતો હોય તો પકડે. જો કે, દારૂનો વેપલો ચાલતો હોવાનું સાંસદે સ્વીકાર્યું હતું. પરંતુ, તેમણે કહ્યું કે, કોંગ્રેસનાં (Congress) સમય જેટલો બેફામ નથી હાલ બ્રેક વાગી છે. મનસુખ વસાવાએ કહ્યું કે, ચૈતર વસાવાનો સ્વભાવ લોકો સાથે ઘર્ષણ કરી પ્રસિદ્ધિ મેળવવાનો છે.

આ પણ વાંચો - Bhavnagar SOG પોલીસે 2.58 લાખની કિંમતના MD ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરી

Tags :
Advertisement

.