Mumbai local train માં કિન્નરના અનોખા અંદાજે લોકોને મનમોહિત કર્યા, જુઓ Video
- તમામ મુસાફરોએ જોરથી તાળીઓ પાડવાનું શરૂ કર્યું
- શિવાજી મહારાજ Local trainમાં આ ઘટના બની
- Mumbai ની Local train ઘમાસાણ માટે પ્રખ્યાત છે
Mumbai local train Viral Video : તમે ફ્લાઇટ એટેન્ડન્ટ અથવા એર હોસ્ટેસ વિશે ઘણું સાંભળ્યું હશે. એર હોસ્ટેસ ફ્લાઇટના ટેકઓફ પહેલા અને પછી મહત્વપૂર્ણ જાહેરાતો કરે છે. જે તમામ મુસાફરો ખૂબ ધ્યાનથી સાંભળે છે. પરંતુ શું તમે ક્યારેય ટ્રેન એટેન્ડન્ટ વિશે સાંભળ્યું છે? તો Mumbai ની Local train માં લોકોના ચહેરા પર ત્યારે હાસ્ય છવાઈ ગયું, જ્યારે ટ્રેન એટેન્ડન્ટના વેશમાં આવેલા એક કિન્નરે મુસાફરોમાં જાહેરાતો કરવાનું શરૂ કર્યું હતું.
તમામ મુસાફરોએ જોરથી તાળીઓ પાડવાનું શરૂ કર્યું
આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેના પર સોશિયલ મીડિયા યુઝર્સ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. Mumbai ની Local train માં પોતાની એક અનોખી ઓળખ માટે જાણીતી છે. Mumbai Local train ના આ પહેલા પણ હજારો વીડિયો આપણી સામે આવેલા છે. આ દરેક વીડિયો ખુબ જ રસપ્રદ હોય છે. ત્યારે આવો જ એક વીડિયો આપણી સામે આવ્યો છે. તાજેતરમાં એક એવો નજારો જોવા મળ્યો જેણે મુસાફરોના ચહેરા પર સ્મિત લાવી દીધું હતું.
આ પણ વાંચો: Swiggy માંથી દર મિનિટે 158 વ્યક્તિઓ આ વાનગીનો ઓર્ડર આપે છે
View this post on Instagram
શિવાજી મહારાજ Local trainમાં આ ઘટના બની
એક કિન્નરે Local trainના ડબ્બામાં ફ્લાઈટ એટેન્ડન્ટની સ્ટાઈલમાં જાહેરાત કરીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. કિન્નરે સૌપ્રથમ જાહેરાત કરી અને કહ્યું, હેલો, તમે બધા તમારા બેલ્ટ ઉતારો કારણ કે શિવાજી મહારાજ સ્ટેશન પર પહોંચવાના છીએ. કિન્નરે રમૂજી સ્વરમાં કહ્યું કે તમે જે ટિકિટ ખરીદી હતી તેનું ભાડું હવે પૂરું થઈ ગયું છે, તેથી કૃપા કરીને ટ્રેનમાંથી ઉતરો. આ પછી તમામ મુસાફરોએ જોરથી તાળીઓ પાડવાનું શરૂ કર્યું હતું.
Mumbaiની Local train ઘમાસાણ માટે પ્રખ્યાત છે
શિવાજી મહારાજ રેલવે સ્ટેશન જતી Local trainમાં આ ઘટના બની હતી. સામાન્ય રીતે, Mumbai ની Local train તેમની ભીડ અને રોજિંદી ધમાલ માટે પ્રખ્યાત છે. પરંતુ આ દિવસે વાતાવરણ થોડું અલગ હતું. ટ્રેનમાં હાજર પેસેન્જરો કિન્નરની આ સ્ટાઇલથી ખૂબ જ ખુશ થયા અને તેની ખૂબ પ્રશંસા કરી. કેટલાક લોકોએ આ ક્ષણને મોબાઈલમાં રેકોર્ડ કરીને સોશિયલ પર વાયરલ કરી હતી. જ્યારથી આ વીડિયો શેર કરવામાં આવ્યો છે, લાખો લોકો તેને જોઈ ચૂક્યા છે. આ અંગે યુઝર્સે પ્રતિક્રિયાઓ પણ આપી છે.
આ પણ વાંચો: Viral Video: હાડ થીજાવતી ઠંડી વચ્ચે બર્ફીલા તળાવમાં આ યુવતી ન્હાતી નજરે પડી,જુઓ Video