Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Mumbai : LLB નો અભ્યાસ કરતી IAS દંપતીની દીકરીએ 10 મા માળેથી લગાવી છલાંગ, સુસાઇડ નોટ મળી...

મહારાષ્ટ્ર કેડરના IAS અધિકારી દંપતીની પુત્રીએ સોમવારે વહેલી સવારે દક્ષિણ મુંબઈ (Mumbai)માં મંત્રાલય નજીક આત્મહત્યા કરી લીધી હતી. મૃતક યુવતીની ઓળખ 27 વર્ષીય લિપી રસ્તોગી તરીકે થઇ છે. લિપી રસ્તોગીએ બિલ્ડીંગના 10 માં માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. પોલીસે આ...
08:27 PM Jun 03, 2024 IST | Dhruv Parmar

મહારાષ્ટ્ર કેડરના IAS અધિકારી દંપતીની પુત્રીએ સોમવારે વહેલી સવારે દક્ષિણ મુંબઈ (Mumbai)માં મંત્રાલય નજીક આત્મહત્યા કરી લીધી હતી. મૃતક યુવતીની ઓળખ 27 વર્ષીય લિપી રસ્તોગી તરીકે થઇ છે. લિપી રસ્તોગીએ બિલ્ડીંગના 10 માં માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. પોલીસે આ મામલાની માહિતી આપી છે. આ ઘટના બાદ લિપીને હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી પરંતુ તેનો જીવ બચાવી શકાયો નહીં. પોલીસને સ્થળ પરથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે.

સોનીપતથી LLB નો અભ્યાસ કરતી હતી...

ઘટનાની જાણકારી આપતા પોલીસે જણાવ્યું કે, હરિયાણાના સોનીપતથી LLB નો અભ્યાસ કરતી લિપી રસ્તોગી સવારે લગભગ 4 વાગ્યે રાજ્ય સચિવાલયની નજીકની બિલ્ડીંગ પરથી કૂદકો માર્યો હતો. તે સમયે તમામ લોકો મંત્રાલયની નજીક સ્થિત IAS અધિકારીઓના રહેણાંક સંકુલમાં સૂતા હતા. પોલીસે જણાવ્યું કે, બિલ્ડીંગ ગાર્ડે લિપીને પરિસર પાસે પાર્ક કરેલી બાઈક પર બેભાન હાલતમાં જોયી અને પરિવારને જાણ કરી હતી. માહિતી મળ્યા બાદ તેને GT હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું કે, તાત્કાલિક તબીબી સહાય આપ્યા પછી પણ તેનો જીવ બચાવી શકાયો નહીં.

પોલીસને મળી સુસાઈડ નોટ...

અધિકારી જણાવ્યું કે, ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ મળી આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે તેના મૃત્યુ માટે કોઈને દોષી ઠેરવવો જોઈએ નહીં. અધિકારીઓએ જણાવ્યું કે કફ પરેડ પોલીસ સ્ટેશનમાં અકુદરતી મૃત્યુનો કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે કહ્યું કે, લિપી તેના શૈક્ષણિક પ્રદર્શનને લઈને ખૂબ દબાણમાં હતીમ જેના કારણે તે તણાવમાં હતી. લિપીના પિતા વિકાસ રસ્તોગી મહારાષ્ટ્રના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગમાં મુખ્ય સચિવ છે, જ્યારે માતા રાધિકા રસ્તોગી પણ વરિષ્ઠ IAS અધિકારી છે અને રાજ્ય સરકારમાં સેવા આપે છે.

2017 માં પણ IAS અધિકારીના પુત્રએ કરી હતી આત્મહત્યા...

તમને જણાવી દઈએ કે, વર્ષ 2017 માં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. તે સમયે પણ IAS દંપતી મિલિંદ અને મનીષા મહૈસ્કરના 18 વર્ષના પુત્ર મન્મથે મુંબઈ (Mumbai)માં એક બહુમાળી બિલ્ડીંગ પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટના સંદર્ભે મલબાર હિલ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. શરૂઆતમાં પોલીસે આ કેસને શંકાસ્પદ માનીને તાપસ કરી હતી, પરંતુ બાદમાં પોલીસે તેને આત્મહત્યાનો કેસ ગણાવીને ફાઈલ બંધ કરી દીધી હતી.

મિત્રને મળવાના બહાને ગયો હતો...

આત્મહત્યા કરતા પહેલા મન્મથ સવારે 7.30 વાગે મિત્રને મળવા ઘરેથી નીકળી ગયો હતો. તેને ઘરે કહ્યું હતું કે, તે પહેલા મોર્નિંગ વોક માટે જશે અને પછી તેના એક મિત્રને મળવા મલબાર હિલના નેપ્સિન રોડ પર સ્થિત દરિયા મહેલ બિલ્ડીંગમાં જશે. પરંતુ ત્યાં પહોંચ્યા બાદ તે તેના મિત્રને મળવાને બદલે સીડી પર ગયો હતો. થોડી વાર બાદ તેના નીચે પાડવાનો અવાજ સંભળાયો હતો. તે બાદ લોકોએ તેને હોસ્પિટલ લઇ ગાય હતા પરંતુ તે પહેલા જ તે મૃત્યુ પામ્યો હતો.

આ પણ વાંચો : Delhi-Mumbai એક્સપ્રેસ વે પર ગંભીર અકસ્માત, ડિવાઈડર સાથે અથડાઈ ફંગોળાઈ કાર, બેના મોત…

આ પણ વાંચો : જયરામ રમેશ સામે ECI નું આકરું વલણ, અમિત શાહ સામે કર્યા હતા ગંભીર આક્ષેપ…

આ પણ વાંચો : EXIT POLL Fake છે, તેના પર પ્રતિબંધ મૂકવો જોઈએ, જાણો AAP નેતાએ આવું શા માટે કહ્યું…

Tags :
committed suicideDeathGujarati NewsIAS officer daughterIAS officer daughter committed suicideIndiaMaharashtraMUMBAINationalsuicideSuicide in Mumbai
Next Article