Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Valsad જિલ્લામાં ભારે વરસાદ, નદીઓ રૌદ્ર સ્વરુપે....

વલસાડ જિલ્લામાં ભારે વરસાદ ઓરંગા નદી હાલ ભયજનક સપાટીએ દમણગંગા નદીમાં પણ ભારે પૂર જેવી સ્થિતિ ધરમપુર અને કપરાડાના 40થી વધુ રસ્તાઓ બંધ જિલ્લામાં સતત વરસાદથી વહીવટી તંત્ર સતર્ક Valsad : વલસાડ ( Valsad ) જિલ્લામાં પડેલા અતિ ભારે...
valsad જિલ્લામાં ભારે વરસાદ  નદીઓ રૌદ્ર સ્વરુપે
  • વલસાડ જિલ્લામાં ભારે વરસાદ
  • ઓરંગા નદી હાલ ભયજનક સપાટીએ
  • દમણગંગા નદીમાં પણ ભારે પૂર જેવી સ્થિતિ
  • ધરમપુર અને કપરાડાના 40થી વધુ રસ્તાઓ બંધ
  • જિલ્લામાં સતત વરસાદથી વહીવટી તંત્ર સતર્ક

Valsad : વલસાડ ( Valsad ) જિલ્લામાં પડેલા અતિ ભારે વરસાદના કારણે નદી નાળા છલકાઇ ગયા છે. ભારે અને સતત પડી રહેલા વરસાદના કારણે ઓરંગા નદીનો બ્રિજ અવર જવર માટે બંધ કરાયો છે. ઓરંગા નદી હાલ ભયજનક સપાટીએ છે જ્યારે મધુબન ડેમમાં પણ પાણીની આવકમાં વધારો થયો છે. દમણગંગા નદીમાં પણ ભારે પૂર જેવી સ્થિતિ છે. ધરમપુર અને કપરાડાના 40થી વધુ રસ્તાઓ બંધ થઇ ગયા છે

Advertisement

ભારે વરસાદ પડતાં નદી નાળા છલકાઇ ગયા

વલસાડ જિલ્લામાં ભારે વરસાદ પડતાં નદી નાળા છલકાઇ ગયા છે. સર્વત્ર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. અવિરત વરસાદના પગલે કૈલાસ રોડ ખાતે આવેલ ઓરંગા નદીનો બ્રિજ અવર જવર માટે બંધ કરાયો છે. બ્રિજ પાસે પોલીસ બેરીકેડ મુકાયા છે તેમજ પોલીસના જવાનો તૈનાત કરાયા છે. બ્રિજ બંધ કરાતા 40 ગામના લોકોને હાલાકી ભોગવવી પડી છે પણ ઓરંગા નદી હાલ ભયનજક સપાટીએ હોવાથી તંત્રએ આ નિર્ણય લીધો છે.

Advertisement

આ પણ વાંચો---Gujarat-ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ .૪૮જળાશયો છલકાતાં હાઈ એલર્ટ

દમણ ગંગા નદી તોફાની બની

હજી પણ વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. નદી નાળાઓ તોફાની સ્વરૂપે છે. મધુબન ડેમમાં પાણીની આવકમાં વધારો છે.
ડેમમાં અત્યારે 43,000 ક્યુસેકથી વધુ પાણીની આવક છે. ડેમના 8 દરવાજા 1.4 મીટર ખોલાયા છે. ડેમમાંથી 48,000 ક્યુસેક પાણી દમણ ગંગા નદીમાં છોડાયું છે જેથી દમણ ગંગા નદી તોફાની સ્વરૂપે છે. દમણગંગા નદીના નદી કિનારાના વિસ્તારને સાવચેત રહેવા સૂચન કરાયું છે. સલામતીના ભાગરૂપે વાપીના દમણગંગા નદી કિનારે પોલીસ પહેરો ગોઠવાયો છે.

Advertisement

ખુલ્લી ગટરમાં બાઇક સાથે યુવક પટકાયો

બીજી તરફ વાપીમાં મેઘરાજા ધોધમાર વરસ્યા છે ત્યારે વાપીમાં પાણી નિકાલની ખુલ્લી ગટરો જોખમી બની રહી છે. ખુલ્લી ગટરમાં બાઇક સાથે યુવક પટકાયો હતો. ગટરમાં ખાબકેલા બાઈક ચાલકને લોકોએ બહાર કાઢ્યો હતો. વાપી ને.હાઇવે પર જીવનદીપ હોસ્પિટલ સામે આ ઘટના બની છે.

ધરમપુર અને કપરાડાના 40થી વધુ રસ્તાઓ બંધ

વલસાડના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ છે. ધરમપુર અને કપરાડાના અંતરિયાળમાં ભારે વરસાદ છે. તમામ નદી નાળાઓમાં પાણીના સ્તર વધ્યા છે. લૉ લેવલ કોઝવે અને નાના પુલ પાણીમાં ગરકાવ છે જેથી પાણી ફરી વળતા અસંખ્ય ગામોનો સંપર્ક કપાયો છે. ધરમપુર અને કપરાડાના 40થી વધુ રસ્તાઓ બંધ થઇ ગયા છે. જિલ્લામાં સતત વરસાદથી વહીવટી તંત્ર સતર્ક થઇ ગયું છે.

આ પણ વાંચો---- Gujarat માં વીતેલા 24 કલાકમાં 172 તાલુકામાં વરસાદ નોંધાયો

Tags :
Advertisement

.