Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Monsoon Updates : દેશના 11 રાજ્યમાં ભારે વરસાદની સંભાવના, જાણો ગુજરાતમાં ક્યારે પ્રવેશ કરશે મેઘરાજા

Monsoon Updates : ઉનાળાની ગરમીથી હવે રાહત મળવા જઇ રહી છે. ચોમાસાનો વરસાદ (Monsoon Rains) દેશના મોટાભાગને ભીંજવવા તૈયાર છે. IMD એ તેના હવામાન બુલેટિનમાં જણાવ્યું હતું કે, "દક્ષિણપશ્ચિમ ચોમાસું (Southwest Monsoon) અરબી સમુદ્ર (Arabian Sea), ગુજરાત રાજ્યના કેટલાક વધુ...
08:09 AM Jun 24, 2024 IST | Hardik Shah
Monsoon Updates

Monsoon Updates : ઉનાળાની ગરમીથી હવે રાહત મળવા જઇ રહી છે. ચોમાસાનો વરસાદ (Monsoon Rains) દેશના મોટાભાગને ભીંજવવા તૈયાર છે. IMD એ તેના હવામાન બુલેટિનમાં જણાવ્યું હતું કે, "દક્ષિણપશ્ચિમ ચોમાસું (Southwest Monsoon) અરબી સમુદ્ર (Arabian Sea), ગુજરાત રાજ્યના કેટલાક વધુ ભાગો, મહારાષ્ટ્રના બાકીના ભાગો, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢના કેટલાક વધુ ભાગો, ઓડિશાના બાકીના ભાગો અને ઝારખંડના કેટલાક ભાગોમાં આગળ વધ્યું છે."

દેશના આ ભાગોમાં ચોમાસું વધશે

આ અઠવાડિયે ઘણા રાજ્યમાં સારો વરસાદ થવાના સમાચાર છે. તેમજ IMD એટલે કે ભારતીય હવામાન વિભાગે કેરળ સહિત ઘણા રાજ્યોમાં પાંચ દિવસ સુધી વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આ સિવાય ગરમીનો સામનો કરી રહેલા મધ્યપ્રદેશ અને છત્તીસગઢ જેવા ઘણા રાજ્યોને ચોમાસાના મોરચે સારા સમાચાર મળી શકે છે. આગામી 3-4 દિવસ દરમિયાન ગુજરાત અને તેની નજીકના ઉત્તર અરબી સમુદ્રના કેટલાક અન્ય ભાગો જેવા કે, ઉત્તર અરબી સમુદ્ર અને ગુજરાત રાજ્યના કેટલાક વધુ ભાગો, મધ્યપ્રદેશના કેટલાક વધુ ભાગો, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને બિહારના બાકીના ભાગો, ઉત્તર પ્રદેશના કેટલાક ભાગો અને ઉત્તરાખંડમાં ચોમાસું પહોંચવા માટે સ્થિતિ અનુકૂળ રહેશે. જોકે દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં ચોમાસુ પહોંચવામાં હજુ થોડો સમય બાકી છે. આ રાજ્યોમાં 27 જૂનની આસપાસ ચોમાસું આવી શકે છે.

30 જૂન સુધીમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ

આગમન થયા પછી, દક્ષિણ પશ્ચિમ ચોમાસું ઘણા દિવસો સુધી ગુજરાતના અન્ય ભાગોમાં આગળ વધ્યું ન હતું. દક્ષિણ પશ્ચિમ ચોમાસું સામાન્ય રીતે 15 જૂને ગુજરાતમાં પ્રવેશે છે અને 20 જૂન સુધીમાં અમદાવાદ સહિત રાજ્યના અન્ય ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આગળ વધે છે. એમ અધિકારીઓએ જણાવ્યું હતું કે, તે 25 જૂન સુધીમાં સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં અને 30 જૂન સુધીમાં સમગ્ર રાજ્યમાં પહોંચશે. IMD અનુસાર, દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લામાં રવિવારે સવારે 6.30 વાગ્યે પૂરા થયેલા 24 કલાકના સમયગાળામાં ભારે વરસાદ થયો હતો. આ સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાતમાં અનેક સ્થળોએ તેમજ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડ્યો હતો. આગામી સપ્તાહે ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ રાજ્યોમાં ભારે વરસાદ પડશે

કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર ઘાટ વિસ્તારો અને કર્ણાટકમાં પાંચ દિવસ સુધી વરસાદની સંભાવના છે. વળી, ગુજરાતમાં 24 જૂન સુધી, કેરળ અને માહેમાં 25 જૂન સુધી અને તમિલનાડુમાં 25 જૂન સુધી સારો વરસાદ થઈ શકે છે. આગામી પાંચ દિવસ દરમિયાન મધ્યપ્રદેશ, વિદર્ભ અને છત્તીસગઢમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે વ્યાપક વરસાદ થવાની સંભાવના છે.

આ પણ વાંચો - Delhi-NCR Rainfall: આખરે…. કાળઝાળ ગરમીમાંથી દિલ્હીને મળી રાહત, વાદળો વરસ્યાં મન મૂકી

આ પણ વાંચો - Arunachal Pradesh Disaster: અવિરત વરસાદ વચ્ચે ભૂસ્ખલનની સ્થિતિ, કુદરતી કહેરનો શિકાર અરુણાચલ પ્રદેશ

Tags :
delhi weatherDelhi-NCR weather UpdateGujarat FirstHardik ShahHeat Wave Alertheavy rain alerthow is the weather in mumbai todayMonsoonmonsoon in mumbaiMonsoon UpdateRAIN UPDATERain-AlertUP Weatherweather forecastweather jamnagarweather updatewhen will monsoon start in delhi 2024
Next Article