Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rain Update: ગુજરાતમાં ચોમાસું બરાબર જામ્યું, ખેતીલાયક વરસાદથી ખેડૂતોમાં છવાઈ ખુશી

Rain Update: ગુજરાતમાં ચોમાસાની શરૂઆત સાથે અત્યારે ઠેર ઠેર વરસાદ (Rain)ની જોરદાર બેટિંગ થઈ રહીં છે. અમદાવાદમાં તો મોડી રાત્રે જોરદાર વરસાદ આવ્યો છે. નોંધનીય છે કે, રાજ્યમાં પણ અત્યારે અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. વિગતે વાત કરવામાં આવે તો,...
rain update  ગુજરાતમાં ચોમાસું બરાબર જામ્યું  ખેતીલાયક વરસાદથી ખેડૂતોમાં છવાઈ ખુશી

Rain Update: ગુજરાતમાં ચોમાસાની શરૂઆત સાથે અત્યારે ઠેર ઠેર વરસાદ (Rain)ની જોરદાર બેટિંગ થઈ રહીં છે. અમદાવાદમાં તો મોડી રાત્રે જોરદાર વરસાદ આવ્યો છે. નોંધનીય છે કે, રાજ્યમાં પણ અત્યારે અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. વિગતે વાત કરવામાં આવે તો, અરવલ્લી, પંચમહાલ, ખેડા, વલસાડ (Valsad) અને અમદાવાદ (Ahmedabad) સહિત અનેક જિલ્લાઓમાં વરસાદ (Rain)થયો છે. અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો હતો. અરવલ્લી જિલ્લાના અનેક સ્થળોએ રાત્રી દરમિયાન વરસાદ થયો હતો. વિગતે વાત કરીએ તો મોડાસા, માલપુર, ભિલોડા તાલુકામાં વરસાદ નોંધાયો છે. આ સાથે સાથે શામળાજી, ઈસરોલ અને ઉમેદપુર સહિત ગ્રામીણ પંથકમાં પણ વરસાદ થયો છે.

Advertisement

24 કલાકમાં થયેલા વરસાદના આંકડા
અમદાવાદ1.5 ઈંચ વરસાદવાલોડ1.75 ઈંચ વરસાદ
માતર-ખેડા4.5 ઈંચ વરસાદકલ્યાણપુર.75 ઈંચ વરસાદ
કાલોલ3.75 ઈંચ વરસાદવઘઈ1.75 ઈંચ વરસાદ
ચુડા3.75 ઈંચ વરસાદવ્યારા1.5 ઈંચ વરસાદ
મહેમદાવાદ3.75 ઈંચ વરસાદદહેગામ1.5 ઈંચ વરસાદ
ધંધુકા2.5 ઈંચ વરસાદનખત્રાણા1.5 ઈંચ વરસાદ
લાલપુર2.5 ઈંચ વરસાદવલસાડ1.5 ઈંચ વરસાદ
માણસા2 ઈંચ વરસાદભાણવડ1.5 ઈંચ વરસાદ
ઓલપાડ2 ઈંચ વરસાદસંખેડા1.5 ઈંચ વરસાદ
ખેડા2 ઈંચ વરસાદઘોઘંબા1.5 ઈંચ વરસાદ
ખેડબ્રહ્મા1.5 ઈંચ વરસાદકરજણ1.5 ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં 153 તાલુકામાં વરસાદ ખાબક્યો

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ચોમાસું બરાબર જામ્યું છે. છેલ્લા 24 કલાકમાં 153 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. ખેડાની વાત કરવામાં આવે તો ખેડાના માતરમાં સાડા 4 ઈંચ અને કાલોલમાં પોણા 4 ઈંચ વરસાદ પડ્યો છે. આ સાથે ચુડા અને મહેમદાવાદમાં પોણા 4 ઈંચ ચતો ધંધુકા અને લાલપુરમાં અઢી ઈંચ વરસાદ પડ્યો છે. પંચમહાલ જિલ્લાના કાલોલમાં પણ ધોધમાર વરસાદ થયો છે. નોંધનીય છે કે, ઓપનિંગમાં જ મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી હતી. આ વિસ્તારોમાં મોડી રાતથી જ જિલ્લામાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ઝરમર વરસી વરસાદ રહ્યો છે. વિગતે વાત કરવામાં આવે તો, કાલોલ, હાલોલ અને જાંબુઘોડામાં ધોધમાર વરસાદ, જ્યારે શહેરા અને મોરવા હડફમાં ઝરમર વરસાદ થયો છે.

અસહ્ય ગરમી બાદ મોડી રાતથી વરસાદી મહેર

રાજ્યમાં ગરમી પણ ખુબ જ પડી છે. જેથી ગઈ કાલના ભારે ઉકળાટ અને અસહ્ય ગરમીના વાતાવરણ બાદ મોડી રાતથી વરસાદી માહોલ જામ્યો હતો. આ સાથે સાથે પંચમહાલના યાત્રાધામ પાવાગઢ ડુંગર ઉપર પણ ભારે વરસાદી માહોલ જમ્યો હતો. આજે વહેલી સવારથી જ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદ અને વાદળો વચ્ચે ડુંગર જાણે અદ્રશ્ય થયો હોય તેવું વાતાવરણ સર્જાયું છે. વરસાદી વાતાવરણ વચ્ચે શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. વધારે વિગતે વાત કરવામાં આવે તો, અરવલ્લીના માલપુરના અણિયોરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. રાત્રી બાદ વહેલી સવારે પણ ધોધમાર વરસાદ થયો હતો. જેમાં અડધો કલાકમાં 1 ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો. નોંધનીય છે કે, અણિયોરના રસ્તા પર નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

Advertisement

આ પણ વાંચો: Ahmedabad: શહેરમાં મોડી રાત્રે મેઘ થયા મહેરબાન, ઠેર-ઠેર વરસાદની જોરદાર બેટિંગ

આ પણ વાંચો: Porbandar : ગુજરાત ખારવા સમાજનાં પ્રમુખ તરીકે સતત ચોથીવાર પવન શિયાળની પસંદગી

આ પણ વાંચો: Porbandar : હોસ્પિટલમાં તબીબ-સ્ટાફ પર હુમલો કરનારા લુખ્ખા તત્વોને પોલીસે કરાવ્યું કાયદાનું ભાન

Tags :
Advertisement

.