Monsoon 2023 : ગુજરાતના આ જિલ્લામાં પડશે ધોધમાર વરસાદ,જાણો શું છે આગાહી
હવામાન વિભાગની (Meteorological Department)આગાહી અનુસાર રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ રહે તેવી સંભાવના છે. તો આવતી કાલેથી રાજ્યમાં ભારે થી અતિ ભારે વરસાદની શરુઆત થાય તેવી સંભાવના છે. 7 જુલાઈ એ સમગ્ર રાજ્યમાં (State)અત્યંત ભારે વરસાદ રહે તેવી સંભાવના છે.
7 જુલાઇએ ગુજરાતમાં સિસ્ટમ સક્રિય થયો
જ્યમાં 7 જુલાઈએ ગુજરાત તરફ વરસાદી સિસ્ટમ સક્રિય થવાને લઈને વરસાદી માહોલ રહેશે. તો 5 જુલાઈએ જૂનાગઢ,ગીર સોમનાથ,અમરેલી, દિવ અને ભાવનગર જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના (South Gujarat) સુરત, તાપી, નવસારી, ડાંગ, દમણ , દાદરાનગર હવલી અને વલસાડમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
7 જુલાઈએ અમરેલી,ભાવનગરમાં રેડ એલર્ટ
તો આ તરફ 6 જુલાઈએ જામનગર, ગીર સોમનાથ, અમરેલી, વડોદરા, છોટા ઉદેપુર, સુરત,નવસારી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી કરી છે. તો આ તરફ વલસાડ,દમણમાં મુશળધાર વરસાદ વરસવાની શક્યતા છે. 7 જુલાઈએ અમરેલી,ભાવનગર અને આણંદમાં વરસાદી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. તો રાજકોટ,જૂનાગઢ,ગીર સોમનાથ, અમદાવાદ,વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા,તાપી, ડાંગ માં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. સુરેન્દ્રનગર, બોટાદ, ભરૂચ, સુરત,નવસારી,દમણ અને વલસાડ માં ઓરેન્જ એલર્ટ (Orange Alert)જાહેર કરવામાં આવ્યુ છે.
દમણમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી
બીજી તરફ 8 જુલાઈએ કચ્છ અને જામનગર માં રેડ એલર્ટ અપાયું છે. તો બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દ્વારકા અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ અપાયુ છે. તો બીજી તરફ મોરબી,રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ,વડોદરા,ભરૂચ,સુરત,નવસારી,વલસાડ, દમણ માં યેલો એલર્ટ અપાયુ છે. આ સાથે જ 9 જુલાઈએ કચ્છ,દ્વારકા , જામનગર, મોરબી,નવસારી,વલસાડ અને દમણમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
આપણ વાંચો-રાજ્યમાં આ તારીખે પડશે ધોધમાર વરસાદ, હવામાન વિભાગે કરી આ મોટી આગાહી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.