Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મોહમ્મદ સિરાજે ICC Men's ODI Bowler Rankings માં મારી બાજી, મેળવ્યું નંબર વન સ્થાન

Asia Cup ની ફાઈનલમાં પોતાની શાનદાર બોલિંગથઈ સૌ કોઇને પ્રભાવિત કરી ટીમને જીત અપાવનાર મોહમ્મદ સિરાજે હવે ICC Men's ODI Bowler Rankings માં બાજી મારી છે. ભારતીય ટીમના આ ઝડપી બોલર હવે વન-ડે ઈન્ટરનેશનલ બોલિંગ રેન્કિંગમાં નંબર વન પર પહોંચી ગયો...
મોહમ્મદ સિરાજે  icc men s odi bowler rankings માં મારી બાજી  મેળવ્યું નંબર વન સ્થાન

Asia Cup ની ફાઈનલમાં પોતાની શાનદાર બોલિંગથઈ સૌ કોઇને પ્રભાવિત કરી ટીમને જીત અપાવનાર મોહમ્મદ સિરાજે હવે ICC Men's ODI Bowler Rankings માં બાજી મારી છે. ભારતીય ટીમના આ ઝડપી બોલર હવે વન-ડે ઈન્ટરનેશનલ બોલિંગ રેન્કિંગમાં નંબર વન પર પહોંચી ગયો છે. આ જમણા હાથના ફાસ્ટ બોલરે તાજેતરની ICC રેન્કિંગમાં આ સ્થાન હાંસલ કર્યું છે. આ પહેલા મોહમ્મદ સિરાજ માર્ચ 2023 સુધી નંબર વન પર હતો, ત્યારબાદ જોશ હેઝલવુડે તેમની જગ્યા લીધી અને આ પદ પર કબજો કર્યો.

Advertisement

Asia Cup માં શાનદાર પ્રદર્શનથી સિરાજને થયો ફાયદો

એશિયા કપમાં પોતાના શાનદાર પ્રદર્શનને કારણે સિરાજે આ સ્થાન હાંસલ કર્યું છે. અહીં તેણે 12.2ની એવરેજથી 10 વિકેટ લીધી હતી. તેણે ફાઇનલમાં શ્રીલંકા સામે 21 રન આપીને છ વિકેટ લીધી હતી. ભારતે ફાઇનલમાં શ્રીલંકાને માત્ર 50 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. આમાં સિરાજની બોલિંગની ખાસ ભૂમિકા હતી. સિરાજે આ બોલિંગને સપના જેવી ગણાવી હતી. સિરાજ ભારત માટે વનડેમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર બોલરોની યાદીમાં ત્રીજા સ્થાને હતો. સપ્ટેમ્બરમાં શ્રીલંકા સામેની એશિયા કપની ફાઇનલમાં તેણે 21 રનમાં 6 વિકેટ લઈને 8 સ્થાનની છલાંગ લગાવી અને પ્રથમ સ્થાન પાછું મેળવ્યું. તેના જોરદાર પ્રદર્શનના કારણે શ્રીલંકાની ટીમ માત્ર 50 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ અને ભારતે 10 વિકેટથી ટાઈટલ મેચ જીતી લીધી. મોહમ્મદ સિરાજ 694 રેટિંગ સાથે ટોપ પર છે. જોશ હેઝલવુડ બીજા સ્થાને અને ટ્રેન્ટ બોલ્ટ ત્રીજા સ્થાને છે.

Advertisement

સિરાજ સિવાય કુલદીપ યાદવ ટોપ 10 માં યથાવત

Advertisement

નવીનતમ ODI રેન્કિંગમાં, ન્યુઝીલેન્ડના મેટ હેનરીને એક સ્થાનનો ફાયદો થયો છે અને તે 645 રેટિંગ સાથે સાતમા નંબર પર આવી ગયો છે. આ સાથે જ એડમ ઝમ્પે પણ એક સ્થાન ગુમાવ્યું છે. તે આઠમા નંબર પર આવી ગયો છે. બીજી તરફ, કુલદીપ યાદવે ભલે સારી બોલિંગ કરી હોય અને એશિયા કપનો પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ જીત્યો હોય, પરંતુ તેને ત્રણ સ્થાનનું નુકસાન થયું છે. અગાઉના રેન્કિંગમાં તે 656 રેટિંગ સાથે સાતમા નંબરે હતો, પરંતુ હવે રેટિંગ ઘટીને 638 થઈ ગયું છે અને તે નવમા નંબર પર આવી ગયો છે. જ્યારે શાહીન શાહ આફ્રિદી દસમા નંબર પર છે. તેનું રેટિંગ 632 છે.

ભારત અને પાકિસ્તાનના પોઈન્ટ સરખા

ICC રેન્કિંગમાં ભારત અને પાકિસ્તાનના હવે 115-115 રેટિંગ પોઈન્ટ છે. પરંતુ પાકિસ્તાન 27 મેચમાં આ રેટિંગ પોઈન્ટ સાથે અહીં પહોંચ્યું છે. તેથી તે ભારત કરતાં એક સ્થાન આગળ છે. જ્યારે ભારતને 41 મેચ બાદ 115 રેટિંગ પોઈન્ટ્સ મળ્યા છે. ઓસ્ટ્રેલિયાના 28 મેચ બાદ 113 રેટિંગ પોઈન્ટ છે.

આ પણ વાંચો - Asia Cup Final : શ્રીલંકા વિરુદ્ધ સિરાજની શાનદાર બોલિંગ પર દિલ્હી પોલીસનું ટ્વીટ વાયરલ

આ પણ વાંચો - Asia Cup Final : ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને હરાવ્યું અને પાકિસ્તાનને થયો ફાયદો ? જાણો કેવી રીતે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.