Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Modi 3.0 કેબિનેટનો સૌથી મોટો નિર્ણય, PM આવાસ યોજના હેઠળ બનાવવામાં આવશે 3 કરોડ નવા મકાનો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની NDA સરકારના ત્રીજા કાર્યકાળની પ્રથમ કેબિનેટ બેઠક શરૂ થઈ ગઈ છે. વડાપ્રધાનના નિવાસસ્થાને આયોજિત આ બેઠકમાં અમિત શાહ, રાજનાથ સિંહ, શિવરાજ સિંહ ચૌહાણ અને એચડી કુમારસ્વામી સહિત તમામ કેન્દ્રીય કેબિનેટ મંત્રીઓ હાજર છે. પ્રથમ કેબિનેટ...
modi 3 0 કેબિનેટનો સૌથી મોટો નિર્ણય  pm આવાસ યોજના હેઠળ બનાવવામાં આવશે 3 કરોડ નવા મકાનો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની NDA સરકારના ત્રીજા કાર્યકાળની પ્રથમ કેબિનેટ બેઠક શરૂ થઈ ગઈ છે. વડાપ્રધાનના નિવાસસ્થાને આયોજિત આ બેઠકમાં અમિત શાહ, રાજનાથ સિંહ, શિવરાજ સિંહ ચૌહાણ અને એચડી કુમારસ્વામી સહિત તમામ કેન્દ્રીય કેબિનેટ મંત્રીઓ હાજર છે.

Advertisement

પ્રથમ કેબિનેટ બેઠક મોટો નિર્ણય

કેબિનેટની બેઠક શરૂ થતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે PMOમાં કર્મચારીઓને સંબોધિત કર્યા હતા. તેમણે કહ્યું કે, આગામી વર્ષોમાં આપણે વૈશ્વિક માપદંડોથી આગળ વધીને કામ કરવાનું છે. તેમણે કહ્યું કે આપણે આપણા દેશને ત્યા લઈ જવાનો છે જ્યાં કોઈ પહોંચ્યું નથી. દરમિયાન, મોદી સરકારના નવનિયુક્ત મંત્રીઓ વચ્ચે વિભાગોના વિભાજનને લઈને હજુ પણ સસ્પેન્સ યથાવત છે. કેબિનેટની પ્રથમ બેઠક બાદ મોડી સાંજ સુધીમાં મંત્રીઓ વચ્ચે વિભાગોના વિભાજનને લગતી જાહેરાત થવાની ધારણા છે. તાજેતરમાં મોદી સરકારના ત્રીજા કાર્યકાળની પ્રથમ કેબિનેટ બેઠક યોજાઇ રહી છે, જે વડાપ્રધાનના નિવાસસ્થાને બોલાવવામાં આવી છે. જેમા મોદી કેબિનેટનો પહેલો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કેબિનેટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 3 કરોડ વધારાના મકાનો બનાવવાનો નિર્ણય લીધો છે. ભારત સરકારે 2015-16માં પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરી હતી. આ અંતર્ગત ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં ગરીબોને ઘર આપવામાં આવે છે. આ અંતર્ગત 4.21 કરોડ મકાનો બનાવવામાં આવ્યા છે. આ ઘરોમાં ટોયલેટ, LPG કનેક્શન, વીજળી કનેક્શન, પાણીનું કનેક્શન આપવામાં આવે છે.

Advertisement

ઉલ્લેખનીય છે કે, કેબિનેટની રચના બાદ હવે તમામની નજર પોર્ટફોલિયોની વહેંચણી પર છે. હવે જોવાનું એ રહે છે કે મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં કયા મંત્રીના હિસ્સામાં શું આવે છે? મોદી 3.0 કેબિનેટમાં સમાવિષ્ટ કુલ કેબિનેટ મંત્રીઓમાંથી 25 ભાજપના છે અને 5 મંત્રી પદ સાથી પક્ષોને આપવામાં આવ્યા છે. આ સાથે જ 5 સાંસદોને સ્વતંત્ર પ્રભાર સાથે રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે. જેમાં ભાજપમાંથી 3, જયંત ચૌધરીના રૂપમાં RLDમાંથી 1 અને પ્રતાપરાવ જાધવના રૂપમાં શિવસેનામાંથી 1નો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો - Modi 3.0 ની પ્રથમ કેબિનેટ બેઠક શરૂ, સ્પષ્ટ થશે કયા મંત્રીને મળશે કયું મંત્રાલય

Advertisement

આ પણ વાંચો - ચાર્જ લેતાં જ PM MODIનો પહેલો ફેંસલો…..

Tags :
Advertisement

.