Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

'મિસ યુનિટી વર્લ્ડ ઇન્ડિયા' Ambaji ધામ પહોંચ્યા, દર્શન કરી ગરબે રમ્યા, Gujarat First સાથે કરી વાત

Ambaji ધામે માઈભક્તોની લાંબી લાઈન મોટી સંખ્યામાં માઈભક્તોએ ગરબે રમી આરાધના કરી 'મિસ યુનિટી વર્લ્ડ ઇન્ડિયા' પૂજા શર્મા અંબાજી પહોંચ્યા માતાજીનાં દર્શન કરીને ગરબે પણ ઘૂમ્યા હતા આજે નવલી નવરાત્રિનો (Navratri 2024) સાતમો દિવસ છે. ત્યારે મોટી સંખ્યામાં માઇભક્તો...
 મિસ યુનિટી વર્લ્ડ ઇન્ડિયા  ambaji ધામ પહોંચ્યા  દર્શન કરી ગરબે રમ્યા  gujarat first સાથે કરી વાત
  1. Ambaji ધામે માઈભક્તોની લાંબી લાઈન
  2. મોટી સંખ્યામાં માઈભક્તોએ ગરબે રમી આરાધના કરી
  3. 'મિસ યુનિટી વર્લ્ડ ઇન્ડિયા' પૂજા શર્મા અંબાજી પહોંચ્યા
  4. માતાજીનાં દર્શન કરીને ગરબે પણ ઘૂમ્યા હતા

આજે નવલી નવરાત્રિનો (Navratri 2024) સાતમો દિવસ છે. ત્યારે મોટી સંખ્યામાં માઇભક્તો મા જગતજનની જગદંબાના ધામે આવી રહ્યા છે. નવરાત્રિનાં બીજા નોરતાથી લઈને આઠમ સુધી અંબાજી મંદિરમાં (Ambaji Temple) બે મંગળા આરતી કરવામાં આવે છે. ત્યારે આજે મોટી સંખ્યામાં માઈભક્તો દર્શન કરવા અને મંગળા આરતીનો (Mangala Aarti) લાભ લેવા આવ્યા હતા. અંબાજી મંદિરમાં દર્શન માટે મોટી સંખ્યામાં માઈભક્તો લાંબી લાઈનમાં ઊભા રહ્યા અને ગરબે પણ ઘૂમ્યા હતા. દરમિયાન, 'મિસ યુનિટી વર્લ્ડ ઇન્ડિયા' પૂજા શર્માએ (Pooja Sharma,) પણ અંબાજી મંદિરમાં માતાજીનાં દર્શન કરી ગરબે રમ્યા હતા.

Advertisement

આ પણ વાંચો - Rajkot : ગૃહ રાજ્યમંત્રીની મોડી રાતે નવી વોલ્વો બસમાં મુસાફરી, Congress પર કર્યા આકરા પ્રહાર

Advertisement

'મિસ યુનિટી વર્લ્ડ ઇન્ડિયા' અંબાજી મંદિરે પહોંચ્યા

અંબાજી મંદિર ખાતે નવરાત્રિની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. મંદિરને ચોતરફ રંગબેરંગી લાઇટોથી સજાવવામાં આવ્યું છે. મંદિરોમાં (Ambaji Temple) નવરાત્રિ દરમિયાન મોટી સંખ્યામાં માઈભક્તો પધારી રહ્યા છે અને ગરબે રમીને માતાજીની આરાધના કરી રહ્યા છે. દરમિયાન, 'મિસ યુનિટી વર્લ્ડ ઇન્ડિયા' (Miss Unity World India) પૂજા શર્મા પણ અંબાજી ધામ પહોંચ્યા હતા. અહીં તેમણે માતાજીનાં દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. ત્યાર બાદ ગરબે પણ ઘૂમ્યા હતા. 'મિસ યુનિટી' નું નવયુગ પ્રગતિ મંડળ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

Advertisement

આ પણ વાંચો - Recruitment : ભલે 12 પાસ હોવ પણ રેલવેમાં નોકરી કરવી છે, જલ્દી કરો અરજી

Gujarat First સાથે પૂજા શર્માની વાતચીત

'મિસ યુનિટી વર્લ્ડ ઇન્ડિયા' પૂજા શર્મા એ ગુજરાત ફર્સ્ટ (Gujarat First) સાથે થયેલી વાતચીતમાં જણાવ્યું હતું કે, આજે હું મા અંબાજીનાં દર્શન કરવા માટે અંબાજી ધામ (Ambaji Dham) આવી છું. અહીં, મોટી સંખ્યામાં ભક્તો આવ્યા છે અને ગરબે રમી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, પાંચ દિવસ પછી ઇન્ટરનેશનલ ઇવેન્ટ થવાની છે, તેથી મને આશા છે કે અમે ઇન્ડિયા માટે ક્રાઉન લઈને આવીએ અને ઇન્ડિયાનું નામ રોશન કરીએ.

આ પણ વાંચો - Surat : રાતે મિત્ર સાથે ઊભી હતી સગીરા! ત્રણ નરાધમ આવ્યા અને મિત્રને ઢોર માર મારી..!

Tags :
Advertisement

.