ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Harsh Sanghvi એ ભુજમાં વિવિધ કામોનું ઇ-લોકાર્પણ કર્યું

ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી કચ્છ જિલ્લાની મુલાકાતે ગુજરાત પોલીસ હાઉસીંગ ભુજના 144 મકાનોનું લોકાર્પણ હું ગુજરાત પોલીસની કામગીરીને બિરદાવુ છું સરકારે ગૌ હત્યારાઓને કડક સજા અપાવી Minister of State for Home Harsh Sanghvi : ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ...
12:03 PM Oct 09, 2024 IST | Vipul Pandya
harsh sanghvi

Minister of State for Home Harsh Sanghvi : ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી (Minister of State for Home Harsh Sanghvi) કચ્છ જિલ્લાની મુલાકાતે પહોંચ્યા છે. તેમણે ભુજ ખાતે પહોંચી શહીદ સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી તથા ગુજરાત પોલીસ હાઉસીંગ ભુજના 144 મકાનોનું લોકાર્પણ, ભચાઉ ખાતે એસ.આર. પી.ગ્રુપના 72 આવાસોનુ ઇ-લોકાર્પણ, ગાગોદર પોલીસ સ્ટેશનનું ઇ-લોકાર્પણ, સીનાયમાં પોલીસની ગૌ શાળાનું ઇ-ખાતમૃહુર્ત તથા અંજાર એસ.ટી.ડેપો વર્કશોપનું ઇ-લોકાર્પણ કર્યું હતું.

ભુજમાં વિવિધ કામોનું હર્ષભાઈના હસ્તે ઇ લોકાર્પણ

ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી કચ્છ જિલ્લાની મુલાકાતે છે. ભુજમાં વિવિધ કામોનું હર્ષભાઈના હસ્તે ઇ લોકાર્પણ કરાયુ હતું જ્યારે ગૃહમંત્રીના હસ્તે લાભાર્થીઓને પી.એમ સ્વનિધિ યોજના તળે ચેકનું વિતરણ પણ કરાયુ હતું. આ પ્રસંગે રાપર,ગાંધીધામ, ભુજ અબડાસા,અંજારના ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા તો સીમા સુરક્ષા દળના ડી.આઈ. જી.અને જવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો---Rajkot : ગૃહ રાજ્યમંત્રીની મોડી રાતે નવી વોલ્વો બસમાં મુસાફરી, Congress પર કર્યા આકરા પ્રહાર

હું ગુજરાત પોલીસની કામગીરીને બિરદાવુ છું

હર્ષ સંઘવીએ લોકાર્પણ કર્યા બાદ પોતાની સ્પીચમાં કહ્યું કે હું ગુજરાત પોલીસની કામગીરીને બિરદાવુ છું અને દેશની સુરક્ષા કરનાર બી.એસ.એફના જવાનોને વંદન કરું છું. તેમણે કહ્યું કે નવી બસમાં ટ્રાયલ લેવાનો મોકો પ્રાપ્ત થયો છે. તમને અપાયેલા મકાનને સ્વચ્છ રાખવાની જવાબદારી આપણી છે અને આ 144 પરિવારને શુભકામના આપું છું. તેમણે કહ્યું કે લો એન્ડ ઓર્ડરની વ્યવસ્થા બનાવો. પોલીસનો ડર સામાન્ય નાગરિક પર ન હોવો જોઈએ. પોલીસને વ્યવહાર સુધારવાની જરૂર છે.

સરકારે ગૌ હત્યારાઓને કડક સજા અપાવી

તેમણે એમ પણ કહ્યું કે સરકારે ગૌ હત્યારાઓને કડક સજા અપાવી છે. ખાટકીઓ ગુજરાત છોડવા જોઈએ. તેમની સામે ગુજરાત પોલીસની લાલ આંખ હોવી જોઈએ. ગૌ હત્યારાઓને છોડજો નહીં. તેમણે વડોદરાની દુઃખદ ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો હતો. કાયદા વિભાગ દવારા આ કેસ ચલાવવામાં આવે . સલીમ સુરેશ બનીને પ્રેમ કરે તે ચલાવી નહીં લેવાય. નવસારીનો ગૃહમંત્રીએ કિસ્સો સંભળાવ્યો હતો. તેમણે આ તબક્કે ડ્રગ્સ કેસ પકડનાર તમામ એજન્સીને અભિનંદન આપ્યા હતા.

આ પણ વાંચો---કોઈપણ ખૂણામાં છુપાય, આરોપીઓને પકડી પાડીશું: ગૃહરાજ્યમંત્રી Harsh Sanghvi

Tags :
BhujGujarat PoliceGujarat Police HousingHarsh SanghviKutchMinister of State for Home Harsh Sanghvi
Next Article