ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કરોડો લોકોએ શેર કર્યો All Eyes On Rafah વાળો ફોટો? જાણો કેમ આ ટેગ સોશિયલ મીડિયા પર કરી રહ્યો છે ટ્રેન્ડ

All Eyes On Rafah : ઈઝરાયેલની સેના અને પેલેસ્ટાઈન વચ્ચે છેલ્લા ઘણા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે, જેણે દુનિયાને ચોંકાવી દીધા છે. અત્યાર સુધી આ યુદ્ધમાં સૌ કોઇને ખબર છે કે આમા મોટી સંખ્યામાં નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ...
03:31 PM May 29, 2024 IST | Hardik Shah
All Eyes On Rafah rand in Social Media

All Eyes On Rafah : ઈઝરાયેલની સેના અને પેલેસ્ટાઈન વચ્ચે છેલ્લા ઘણા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે, જેણે દુનિયાને ચોંકાવી દીધા છે. અત્યાર સુધી આ યુદ્ધમાં સૌ કોઇને ખબર છે કે આમા મોટી સંખ્યામાં નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ યુદ્ધમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધીના યુવાનો સુધી કોણ જાણે કેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે. લોકો તેની સખત નિંદા કરી રહ્યા છે. જો કે હાલમાં જ ઈઝરાયેલની સેનાએ ગાઝા બાદ રાફા પર હુમલો કર્યો છે. આ હુમલામાં ઓછામાં ઓછા 45 પેલેસ્ટિનિયન માર્યા ગયા હતા, અને મોટી સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેની ઘણા દેશો અને માનવ અધિકાર જૂથો દ્વારા વ્યાપકપણે નિંદા કરવામાં આવી છે. આ એ જ વિસ્તાર છે જ્યાં થોડા દિવસો પહેલા વિસ્થાપિત પેલેસ્ટાઈનીઓના કેમ્પમાં આગ લાગી હતી. આ હુમલા પછી સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે જે તમે પણ જોઈ હશે, તો ચાલો જાણીએ આ પોસ્ટ શું છે અને શા માટે દરેક વ્યક્તિ તેને તેમના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે.

All Eyes On Rafah

સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઇ રહ્યું છે All Eyes On Rafah

ગાઝા યુદ્ધને ઉજાગર કરતો આ ફોટો 24 કલાકમાં ઈન્સ્ટાગ્રામ પર 29 મિલિયનથી વધુ વખત શેર કરવામાં આવ્યો છે. તે હાલમાં 32.3 મિલિયનથી વધુ વખત શેર કરવામાં આવ્યું છે. જણાવી દઇએ કે, સળગેલા મૃતદેહો અને ગંભીર રીતે ઘાયલ લોકોની તસવીરો સોશિયલ મીડિયા પર દેખાતી હોવાથી, "All eyes on Rafah" કેપ્શન સાથેની એક તસવીર ટ્રેન્ડ થવા લાગી હતી. "All Eyes on Rafah" સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેમ કે Instagram અને TikTok પર ટ્રેન્ડ કરી રહ્યું છે. તેને ગાઝામાં થઈ રહેલી તબાહી તરફ સૌનું ધ્યાન દોરવા માટે વૈશ્વિક જાગૃતિ માટે અપીલ અને અભિયાન તરીકે રજૂ કરવામાં આવી રહ્યું છે. "All Eyes on Rafah" એ હુમલાથી પ્રભાવિત પેલેસ્ટિનિયનો સાથે એકતાનું પ્રતીક છે અને સોશિયલ મીડિયા પર વિશ્વભરમાં ટ્રેન્ડ કરી રહ્યું છે.

All Eyes On Rafah

કેમ ટ્રેન્ડ થઇ રહ્યો છે All Eyes On Rafah ?

ગાઝાનું રફાશહર અહીં છે, જ્યા ઇઝરાયલે પેલેસ્ટિનિયનના કેમ્પ પર જબરદસ્ત હુમલો કર્યો છે અને અત્યાર સુધીમાં લગભગ 45 લોકોએ તેમા જીવ ગુમાવ્યા છે. આવી સ્થિતિમાં આખી દુનિયા આ હુમલાની નિંદા કરી રહી છે. આ સાથે જ સોશિયલ મીડિયા પર ‘All Eyes On Rafah’ ટ્રેન્ડ થવા લાગ્યું છે. આના માધ્યમથી સામાન્ય લોકોથી લઈને પ્રખ્યાત હસ્તીઓ સુધી બધા ગાઝામાં રહેતા પેલેસ્ટિનિયનોના સમર્થનમાં સામે આવ્યા છે. જણાવી દઈએ કે 24 મેના રોજ ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ) એ ઈઝરાયેલને રફાહમાં તેની સૈન્ય કાર્યવાહી રોકવાનો આદેશ આપ્યો હતો. જોકે, આવું ન થયું અને જે હુમલામાં 45 લોકોએ જીવ ગુમાવ્યા અને આ જ કારણોસર સમગ્ર વિશ્વમાં તેને લઇને ગુસ્સો છે.

All Eyes On Rafah

જાણો સૌ પ્રથમ કોણે સૂત્ર આપ્યું હતું

જો તમને લાગે છે કે આ સ્લોગન અચાનક ટ્રેન્ડમાં આવી ગયું છે, તો તમને જણાવી દઈએ કે આ સ્લોગન સૌથી પહેલા ફેબ્રુઆરીમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ના ડાયરેક્ટર રિક પીપરકોર્ને આપ્યું હતું. ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ સ્થળાંતર યોજનાનો આદેશ આપ્યાના દિવસો પછી પીપરકોર્ને ફેબ્રુઆરીમાં કહ્યું હતું કે 'All Eyes On Rafah'. નેતન્યાહુએ દાવો કર્યો છે કે આતંકવાદી જૂથ હમાસના છેલ્લા બાકીના ગઢને ખતમ કરવા માટે આયોજનબદ્ધ હુમલાઓ કરતા પહેલા શહેર પર હુમલો કરવામાં આવશે.

WHO Director Rick Peeperkorn

All Eyes On Rafah નો શું છે અર્થ? 

જો સ્લોગનની વાત કરીએ તો દુનિયાની નજર હાલમાં ઈઝરાયલ અને પેલેસ્ટાઈન યુદ્ધ પર છે અને લોકોને ત્યાં બનતી ઘટનાઓથી મોં ન હટાવવા માટે કહેવામાં આવ્યું છે. મહિનાઓથી ચાલી રહેલા આ યુદ્ધને કારણે હાલમાં લગભગ 1.4 મિલિયન ગઝાના લોકો રફાહમાં આશ્રય લઈ રહ્યા છે અને આટલી મોટી વસ્તી હોવા છતાં ઈઝરાયેલ ત્યાં હુમલાઓ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં, તાજેતરના હવાઈ હુમલામાં લગભગ 45 લોકોએ જીવ ગુમાવ્યા અને ઘણા ઘાયલ થયા અને આ પછી સોશિયલ મીડિયા પર 'All Eyes on Rafah' સ્લોગન ઝડપથી ફેલાઈ રહ્યું છે.

All Eyes On Rafah

શું આ Photo વાસ્તવિક છે?

એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ ફોટો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) દ્વારા બનાવવામાં આવેલ પ્રથમ વાયરલ એક્ટિવિઝમ ફોટોમાંથી એક હોઈ શકે છે. ખોટી માહિતીનો અભ્યાસ કરતા માર્ક ઓવેન જોન્સના જણાવ્યા અનુસાર, ઇમેજ AI દ્વારા બનાવવામાં આવી હોય તેવું લાગે છે. NBCના રિપોર્ટ અનુસાર, આ તસવીર બહુ વાસ્તવિક લાગતી નથી. તે AI દ્વારા બનાવવામાં આવ્યું છે.

All Eyes On Rafah rand in Social Media

આ પણ વાંચો - મોદી હારે તો સારું…જાણો કેમ ભારતના PM ની હાર ઇચ્છે છે પાકિસ્તાન

આ પણ વાંચો - USA : આ પોર્નસ્ટારને લાગી રહ્યો છે ડર, જો ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બનશે તો…

Tags :
All Eyes on RafahAll eyes on Rafah meaningAll Eyes On Rafah On InstagramCelebs On Rafah AttackGujarat FirstIRAEL ATTACK ON RAFAHisrael hamasIsrael Hamas warphoto of All Eyes On RafahrafahRafah attackRafah IsraelRafah newsSAMANTHA VARUN ON RAFAH ATTACKSocial Mediatrending on social mediaWhat Is Why All Eyes on RafahWhy 'All Eyes on Rafah' Is Trending
Next Article