Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

MI VS RCB : MI ની સતત બીજી ધમાકેદાર જીત, RCB ના હાથે લાગી વધુ એક હાર

MI VS RCB : આજે IPL 2024 ની 25મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ હતી. આ મહા મુકાબલા માટે દરેક ક્રિકેટ પ્રેમી ખૂબ જ ઉત્સુક હતા, કારણ કે આ મેચમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ,...
11:14 PM Apr 11, 2024 IST | Harsh Bhatt

MI VS RCB : આજે IPL 2024 ની 25મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ હતી. આ મહા મુકાબલા માટે દરેક ક્રિકેટ પ્રેમી ખૂબ જ ઉત્સુક હતા, કારણ કે આ મેચમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા અને ગ્લેંન મેક્સવેલ જેવા સ્ટાર ખેલાડી જોવા મળવાના હતા. આ મેચ મુંબઈના આંગણે વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. જેમાં મુંબઈ ઈંડિયંસની ટીમે 7 વિકેટથી વિજય મેળવ્યો છે. આ મેચમાં મુંબઈએ ટોસ જીતીને આરસીબીને પ્રથમ બેટિંગ કરવાની તક આપી હતી. આરસીબીએ મુંબઈ સામે 20 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને 196 રન બનાવ્યા અને 197 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. આ લક્ષ્યાંક મુંબઈની ટીમે ખૂબ જ સરળતાથી પ્રાપ્ત કર્યો હતો.

RCB માટે ત્રણ પ્લેયર્સની અડધી સદી

MI ટોસ જીતીને RCB ને પ્રથમ બેટિંગ કરવાની તક આપી હતી. RCB ની ટીમે પ્રથમ બેટિંગ કરતાં સ્કોરબોર્ડ ઉપર 196 રનનો સ્કોર ઊભો કર્યો હતો. આ મેચમાં RCB ના રન મશીન એટલે કે વિરાટ કોહલી કઈ ખાસ કમાલ કરી શક્યા ન હતા. વિરાટ કોહલી ફક્ત 3 રન બનાવીને બૂમરાહનો શિકાર બન્યા હતા. પરંતુ તે ઉપરાંત કપ્તાન ડુ પ્લેસીસ, રજત પાટીદાર અને દિનેશ કાર્તિક આ ત્રણ બેટ્સમેનએ અર્ધ સદી ફટકારીને ટીમને યોગ્ય સ્થિતિમાં પહોંચાડ્યું હતું. ડુ પ્લેસીસએ 40 બોલમાં 61, રજત પાટીદારે 26 બોલમાં 50 અને દિનેશ કાર્તિકે 23 બોલમાં 53 રન ફટકાર્યા હતા. મુંબઈ માટે બૂમરાહે આ મેચમાં શાનદાર બોલિંગ કરતાં 5 વિકેટ ઝડપી હતી.

બૂમરાહનો RCB સામે દબદબો

બુમરાહે હવે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે 7.45ના અદભૂત ઇકોનોમી રેટથી 19 IPL ઇનિંગ્સમાં 29 વિકેટ ઝડપી છે.આ દરમિયાન, બુમરાહ IPL ઈતિહાસમાં એકથી વધુ પાંચ વિકેટ ઝડપનાર ચોથો ખેલાડી બન્યો. તે RCB સામે તેના તાજેતરના આંકડા સાથે આ લિસ્ટમાં જેમ્સ ફોકનર, જયદેવ ઉનડકટ અને ભુવનેશ્વર કુમાર સાથે જોડાયો છે. વધુમાં બૂમરાહ IPL માં  RCB સામે સૌથી વધુ વિકેટ્સ લેનાર બોલર પણ બન્યો છે.

RCB સામે સૌથી વધુ IPL વિકેટ : 

ખેલાડીઇનિંગ્સવિકેટ્સ
જસપ્રીત બુમરાહ19 ઇનિંગ્સ29 વિકેટ
સંદીપ શર્મા18 ઇનિંગ્સ26 વિકેટ
રવિન્દ્ર જાડેજા28 ઇનિંગ્સ26 વિકેટ
સુનીલ નારાયણ19 ઇનિંગ્સ24 વિકેટ
આશિષ નેહરા13 ઇનિંગ્સ23 વિકેટ

રોહિત શર્મા, ઇશાન કિશન અને સૂર્યકુમાર યાદવે મેચ બનાવી એક તરફી

મુંબઈ ઇન્ડિયન જ્યારે આ લક્ષ્યનો પીછો કરવા માટે બેટિંગ આવી ત્યારે તેમણે શરૂઆતથી જ એવી ધૂમ મચાવી કે તેમણે RCB ની ટીમને મેચમાં પરત ફરવા માટે એક પણ ચાંસ આપ્યો ન હતો. ઇશાન કિશન અને રોહિત શર્માએ પ્રથમ વિકેટ માટે 101 રનની મજબૂત ભાગીદારી નોંધાવી હતી. રોહિત શર્માએ શાનદાર 24 બોલમાં 38 રન બનાવ્યા હતા. વધુમાં ઇશાન કિશને તો આજે 202.94 ની સ્ટ્રાઇક રેટથી 34 બોલમાં 7 ચોગ્ગા અને 5 સિક્સરની મદદથી 69 રન બનાવ્યા હતા. ત્યાર બાદ બેટિંગ માટે જ્યારે સુર્યકુમાર યાદવ આવ્યા તેમણે તો મેચને સંપૂર્ણપણે એકતરફી કરી મૂકી હતી. સૂર્યકુમારે ધમાકેદાર બેટિંગ કરતાં 19 જ બોલમાં 52 રન ફટકાર્યા હતા. સૂર્યાએ આ પારીમાં 5 ચોગ્ગા અને 4 સિક્સર ફટકારી હતી.

હાર્દિક પંડયા - કપ્તાન ચલા સીના તાન

મુંબઈ ટીમના કપ્તાન હાર્દિક પંડયાએ પણ આજે પોતાની નાની પણ તૂફાની પારીથી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. હાર્દિકે પોતાના પ્રથમ બોલ ઉપર જ સિક્સર ફટકારી અને અંતિમમાં પણ સિક્સર મારીને ટીમને જીત અપાવી હતી. હાર્દિકે આજે ફક્ત 6 બોલમાં 350 ની સ્ટ્રાઇક રેટથી 3 સિક્સર ફટકારીને 21 રન બનાવ્યા હતા.

POINTS TABLE માં MI હવે 7 માં ક્રમે

આ મેચ બાદ મુંબઈ ઈંડિયંસની સ્થિતિમાં સુધારો આવ્યો છે. મુંબઈ સતત બીજી મેચ જીતીને હાલ 7 માં સ્થાને છે. ત્યારે RCB માટે આગળની સફર વધુ મુશ્કેલ બની છે. RCB 6 મેચમાંથી હજી 1 મેચ જીતી છે, અને તે 5 મેચ હારી છે. તે 2 પોઈન્ટ સાથે 9 માં ક્રમે છે.

આ પણ વાંચો : હાર્દિક પંડ્યાને તેના જ ભાઈએ લગાવ્યો કરોડો રૂપિયાનો ચુનો, જાણો શું છે સમગ્ર મામલો

Tags :
FAF DU PLESISHardik PandyaIshan KishanJasprit BumrahMI vs RCBMumbai Indiansrohit sharmaROYAL CHALLANGERS BANGLURUVirat KohliWankhede Stadium
Next Article