ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

MI vs KKR : વાનખેડેમાં મુંબઈનો થયો સૂર્યાસ્ત, KKR જીત સાથે પ્લેઓફ તરફ અગ્રેસર

MI vs KKR : IPL 2024 ની 51 મી મેચ આજે મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકતા નાઈટ રાઈડર્સ (Mumbai Indians and Kolkata Knight Riders) વચ્ચે વાનખેડે સ્ટેડિયમ (Wankhede Stadium) માં રમાઈ હતી. જેમા કોલકતાની ટીમે મુંબઈને 18.5 ઓવરમાં ઓલ આઉટ (All...
11:23 PM May 03, 2024 IST | Hardik Shah
MI vs KKR

MI vs KKR : IPL 2024 ની 51 મી મેચ આજે મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકતા નાઈટ રાઈડર્સ (Mumbai Indians and Kolkata Knight Riders) વચ્ચે વાનખેડે સ્ટેડિયમ (Wankhede Stadium) માં રમાઈ હતી. જેમા કોલકતાની ટીમે મુંબઈને 18.5 ઓવરમાં ઓલ આઉટ (All Out) કરી વાનખેડેમાં જ મુંબઈ (Mumbai) નો સૂર્યાસ્ત કર્યો છે અને હવે તેના પ્લેઓફ (Playoff) માં જવાની સંભાવનાઓ પણ વધી ગઇ છે.

KKR ની MI સામે સરળ જીત

મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચને કોલકાતા નાઈટ રાઈડર્સે 24 રને જીતી લીધી છે. આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ છેલ્લી ઓવરમાં 169 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ માટે વેંકટેશ અય્યરે સૌથી વધુ 70 રન અને મનીષ પાંડે 42 રનની ઇનિંગ રમી હતી. કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમે આ મેચ 24 રને જીતી લીધી હતી. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 18.5 ઓવરમાં 10 વિકેટ ગુમાવીને 145 રન જ બનાવી શકી હતી. મિચેલ સ્ટાર્કે એકલા હાથે આ મેચમાં 4 વિકેટ લઈને પોતાની ટીમને જીત અપાવી હતી. સૌથી મહત્વની વાત એ છે કે, આ સીઝનમાં હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં મુંબઈની ટીમનું પ્રદર્શન સતત ખરાબ રહ્યું છે. ટીમ અત્યાર સુધીમાં 11 મેચ રમી ચુકી છે જેમાંથી માત્ર 3 મેચ જ જીતી શકી છે. આ પ્રદર્શનના કારણે હવે તેની પ્લેઓફમાં પહોંચવાની શક્યતાઓ નહિવત છે પરંતુ આ ટીમ આગામી સિઝન પર નજર રાખશે.

KKR પ્લેઓફમાં પહોંચવાની નજીક

બીજી તરફ કોલકતાની ટીમ 10 મેચમાં માત્ર 3 મેચ જ હારી છે અને 7 મેચમાં જીત મેળવી ચુકી છે. કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ હાલમાં 10 મેચ રમીને 14 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે અને તે પ્લેઓફમાં પહોંચવાની નજીક છે. આ સિવાય આ ટીમના ખેલાડીઓ T20 વર્લ્ડ કપ માટે પોતાની રણનીતિના આધારે અહીં રમત રમવાની યોજના બનાવશે. T20 વર્લ્ડ કપ માટે મુંબઈ ઈન્ડિયન્સના ચાર ખેલાડીઓએ ભારતીય ટીમમાં જગ્યા બનાવી છે. જેમાં રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, જસપ્રિત બુમરાહ અને સૂર્યકુમાર યાદવના નામ સામેલ છે. આ સિવાય કેટલાક વિદેશી ખેલાડીઓએ પણ પોતપોતાના દેશોની T20 વર્લ્ડ કપ ટીમમાં સ્થાન મેળવ્યું છે અને તે બધા વર્લ્ડ કપ પહેલા અહીં રિહર્સલ મેચ રમવાનો પ્રયાસ કરશે.

આ પણ વાંચો - ICC T20 WC : વર્લ્ડ કપ માટે અમ્પાયરો અને મેચ રેફરીની યાદી બહાર પાડવામાં આવી, જુઓ કોણ કોણ કરાયું શામેલ

આ પણ વાંચો - ICC Rankings માં ટીમ ઈન્ડિયાનો વાગ્યો ડંકો, પાકિસ્તાનને નુકસાન તો ઓસ્ટ્રેલિયા બની બાદશાહ

Tags :
Hardik PandyaHardik ShahIPLIPL 2024IPL 2024 live UpdatesKolkata Knight RidersMI vs KKRMI vs KKR liveMI vs KKR Live IPL ScoreMI vs KKR live scoreMI vs KKR live score cardMI vs KKR live streamingMI vs KKR live updatesMUMBAIMumbai IndiansMumbai Indians vs Kolkata Knight Riders cricket scorerohit sharmashreyas iyerWankhede Stadium
Next Article