ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ambalal: " આસના " નો ઘેરાવો 500 કિમીનો..કચ્છથી મુંબઇ સુધી...

કચ્છમાં વરસાદી સિસ્ટમ વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરશે ચક્રવાતના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી જૂનાગઢ, જામનગર, પોરબંદર, દ્વારકામાં ભારે પવન ફૂકાશે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી ચક્રવાતનો ઘેરાવો 500 કિલો મીટર સુધી રહેવાની શક્યતા કચ્છથી લઈને...
11:44 AM Aug 30, 2024 IST | Vipul Pandya
Meteorologist Ambalal Patel

Ambalal Patel : રાજ્યના કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયા કિનારા પર આશના વાવાઝોડાંનો ખતરો મંડરાઇ રહ્યો છે જેના પગલે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે (Ambalal Patel) આગાહી કરી છે કે ડીપ્રેશન દરિયામાં પહોંચ્યા બાદ ભારે તોફાનનું સ્વરુપ ધારણ કરશે અને તેના કારણે દરિયા કાંઠાના જિલ્લાઓમાં ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદ પડશે. તેમણે કહ્યું કે ચક્રવાતનો ઘેરાવો 500 કિમીનો રહેશે અને કચ્છથી લઈને મુંબઈ સુધીના દરિયાઈ ભાગોમાં હલચલ રહેશે. અંદાજે 80 કિમીથી 100 કિમીની ઝડપે પવન ફૂંકાશે

ગુજરાતને કોઈ ખતરો નથી

બીજી તરફ હવામાનશાસ્ત્રી પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે અસના વાવાઝોડું બને છે પરંતુ તેનાથી ગુજરાતને કોઈ ખતરો નથી. ગુજરાત આવતી કાલે સંપૂર્ણપણે આ સિસ્ટમની અસરમાંથી મુક્ત થઈ જશે અને આવતીકાલથી સમગ્ર ગુજરાતમાં વાતાવરણ ખુલ્લું થશે અને ઉઘાડ નિકળશે.

સિસ્ટમ આજે વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરશે

રાજ્યમાં વરસાદી માહોલને લઈને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે. તેમણે કહ્યું છે કે કચ્છના ભાગોમાં પહોંચેલી વરસાદી સિસ્ટમ આજે વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરશે. ચક્રવાતના કારણે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી તેમણે કરી છે.. ખાસ કરીને જૂનાગઢ, જામનગર, પોરબંદર, દ્વારકા, મોરબી, રાજકોટ, ઓખા, ખાવડા, નલિયા, રાપર અને ભુજમાં ભારે વરસાદ ની આગાહી તેમણે કરી છે.

આ પણ વાંચો---Cyclone : વાવાઝોડાનું નામ "આસના" કોણે રાખ્યું....?

ભારે તોફાનનું સ્વરૂપ ધારણ કરશે

અંબાલાલ પટેલે કહ્યું કે ચક્રવાત દરિયામાં પહોંચ્યા બાદ ભારે તોફાનનું સ્વરૂપ ધારણ કરશે. કચ્છમાં વરસાદી સિસ્ટમ વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરશે અને ચક્રવાતના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી છે. જૂનાગઢ, જામનગર, પોરબંદર, દ્વારકામાં ભારે પવન ફૂંકાશે.

ચક્રવાતનો ઘેરાવો 500 કિલોમીટર સુધી રહેવાની શક્યતા

અંબાલાલે આગાહી કરી હતી કે ચક્રવાતનો ઘેરાવો 500 કિલોમીટર સુધી રહેવાની શક્યતા છે અને તેથી કચ્છથી લઈને મુંબઈ સુધીના દરિયાઈ ભાગોમાં હલચલ રહેશે. વાવાઝોડાના કારણે 80 થી 100 કિલોમીટર સુધીના ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા છે તથા કચ્છના ભાગોમાં 1 સપ્ટેમ્બર સુધી વરસાદની શક્યતાઓ છે.

આ પણ વાંચો---Cyclone: કચ્છમાં ભારે પવન સાથે વરસાદ, લોકોને ઘરની બહાર ના નીકળવા અપીલ

Tags :
Arabian SeaCycloneCyclone alertDepressionGujaratheavy rainKutch Cyclonemeteorologist Ambalal Patelstorm
Next Article