Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Forecast : આજે જિલ્લાઓ થશે તરબતર...

Forecast : ગુજરાતમાં હવે ચોમાસું બરાબર જામી ચુક્યું છે. રાજ્યમાં તમામ વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. આજે પણ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી (Forecast) કરવામાં આવી છે. ખેડાના માતરમાં સાડા 4 ઈંચ વરસાદ રાજ્યમાં જેની કાગડોળે રાહ જોવાતી હતી...
forecast   આજે જિલ્લાઓ થશે તરબતર

Forecast : ગુજરાતમાં હવે ચોમાસું બરાબર જામી ચુક્યું છે. રાજ્યમાં તમામ વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. આજે પણ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી (Forecast) કરવામાં આવી છે.

Advertisement

ખેડાના માતરમાં સાડા 4 ઈંચ વરસાદ

રાજ્યમાં જેની કાગડોળે રાહ જોવાતી હતી તે મેઘરાજા હવે મહેરબાન થયા છે. રાજ્યમાં સાર્વત્રિક ક્યાંક ભારે તો ક્યાંક હળવો વરસાદ શરુ થઇ ગયો છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારો વરસાદી પાણીથી તરબતર થઇ ગયા છે. વીતેલા 24 કલાકમાં 153 તાલુકામાં વરસાદ પડ્યો છે જેમાં ખેડાના માતરમાં સાડા 4 ઈંચ વરસાદ, કાલોલમાં પોણા 4 ઈંચ વરસાદ પડ્યો છે જ્યારે ચુડા, મહેમદાવાદમાં પણ પોણા 4 ઈંચ ખાબક્યો છે. ધંધુકા, લાલપુરમાં અઢી ઈંચ વરસાદ પડ્યો છે.

Advertisement

રાજ્યના 22 તાલુકામાં એક ઈંચ વરસાદ

ઉપરાંત માણસા, ઓલપાડ, ખેડામાં 2-2 ઈંચ વરસાદ નોંધાયો છે જ્યારે વાલોડ, કલ્યાણપુર, વઘઈમાં પોણા 2 ઈંચ પડ્યો છે.
વ્યારા, દહેગામ, નખત્રાણામાં દોઢ ઈંચ અને વલસાડ, ભાણવડ, સંખેડામાં દોઢ ઈંચ તથા ઘોઘંબા, કરજણ, ખેડબ્રહ્મામાં દોઢ ઈંચ વરસાદ પડ્યો છે. રાજ્યના 22 તાલુકામાં એક ઈંચ વરસાદ પડ્યો છે. ગત રાત્રીએ અમદાવાદ શહેરમાં દોઢ ઈંચ વરસાદ પડ્યો છે.

આ જિલ્લાઓ થશે પાણી પાણી

મેઘરાજા હજું 7 દિવસ તોફાની બેટીંગ કરે તેવી આગાહી હવામાન નિષ્ણાતો દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં આજે પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઇ છે. રાજ્યમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, દાહોદ, પંચમહાલ, મહિસાગર, વડોદરામાં ભારે વરસાદી આગાહી કરાઇ છે.

Advertisement

આ વિસ્તારોમાં પણ પડશે ભારે વરસાદ

ઉપરાંત છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, બોટાદ, ગીર સોમનાથ, કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી કરાઇ છે.

આ પણ વાંચો---- Ahmedabad: શહેરમાં મોડી રાત્રે મેઘ થયા મહેરબાન, ઠેર-ઠેર વરસાદની જોરદાર બેટિંગ

Tags :
Advertisement

.