Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Forecast : સાચવજો, રાજ્યમાં આ શહેરમાં નોંધાશે 47 ડિગ્રી તાપમાન...

Forecast : ગુજરાતમાં હાલ માવઠા સાથે આકરી ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. આગામી 3 દિવસ ગુજરાતના કેટલાક વિસ્તારમાં હીટવેવનો સામનો કરવો પડશે તો ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થઇ શકે છે. અમદાવાદમાં 22 મે બાદ ગરમીનો પારો 47 ડિગ્રી...
forecast   સાચવજો  રાજ્યમાં આ શહેરમાં નોંધાશે 47 ડિગ્રી તાપમાન

Forecast : ગુજરાતમાં હાલ માવઠા સાથે આકરી ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. આગામી 3 દિવસ ગુજરાતના કેટલાક વિસ્તારમાં હીટવેવનો સામનો કરવો પડશે તો ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થઇ શકે છે. અમદાવાદમાં 22 મે બાદ ગરમીનો પારો 47 ડિગ્રી સુધી પહોંચે તેવી આગાહી (Forecast ) પણ કરવામાં આવી છે.

Advertisement

આગામી 3 દિવસ હીટવેવની આગાહી

હાલ ગુજરાતમાં ક્યાંક માવઠું તો ક્યાંક ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. દરમિયાન હવામાન વિભાગે ગુજરાતીઓને આગામી દિવસોમાં ચેતવીને રહેવા ચેતવણી જાહેર કરી છે. ગુજરાતમાં હવે આકરો તાપ પડશે અને આગામી દિવસોમાં હીટવેવ પડશે જેથી જ્યારે પણ ઘરની બહાર નિકળો ત્યારે સાચવીને નીકળવા માટે જણાવાયું છે. હીટવેવની આગાહીની સાથે અમદાવાદમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે.

અમદાવાદમાં 47 ડિગ્રી સુધી પારો પહોંચી શકે

હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદમાં આકરી ગરમી પડી શકે છે અને 22 તારીખ પછી તો ગરમીનો પારો 47 ડિગ્રી સુધી પહોંચી શકે છે. ગુજરાતના 11 શહેરોમાં પણ તાપમાન 41 ડિગ્રી સુધી પહોંચી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં 43 ડિગ્રી તાપમાન રહી શકે છે.

Advertisement

આ વિસ્તારોમાં રહેશે હીટવેવ

ઉપરાંત 17 મે એ વલસાડ, પોરબંદર, ગીર સોમનાથમાં હીટવેવની આગાહી કરાઇ છે જ્યારે 18 મે એ સુરત, વલસાડ, કચ્છ, ભાવનગરમાં હીટવેવની આગાહી કરાઇ છે. ઉપરાંત19 મે એ વલસાડ, ગીર સોમનાથ, કચ્છ, દીવમાં હીટવેવ અને 22 મે બાદ અમદાવાદમાં ગરમીનો પારો 47 ડિગ્રીએ પહોંચી શકે છે.

મોટેભાગે ઘર કે ઓફિસની બહાર નિકળવાનું ટાળવું

આગામી દિવસોમાં આકરી ગરમીમાં મોટેભાગે ઘર કે ઓફિસની બહાર નિકળવાનું ટાળવું જોઇએ. ઉપરાંત શરીરને ઠંડક આપે તેવા પદાર્થોનું સેવન કરવું જોઇએ અને વધુમાં વધુ પાણી પીવું જોઇએ. ગરમી ના લાગે તેવા હળવા સુતરાઉ વસ્ત્રો પહેરવા જોઇએ.

Advertisement

આ પણ વાંચો-----IDAR : કૈલાશ માન સરોવરની આ દુર્લભ વનસ્પતિ ફક્ત ઇડરમાં ઊગે છે; કાળઝાળ ગરમીમાં આપે છે શીતળતા

આ પણ વાંચો-----Water crisis : ગુજરાતમાં ગરમી વચ્ચે જળસંકટના એંધાણ !

આ પણ વાંચો-----VADODARA : હાય ગરમી ! તાપમાન વધતા રોડ પીગળવાનું જારી

Tags :
Advertisement

.