Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રાજ્યમાં એક સપ્તાહ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ (heavy rain)ની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.  બંગાળની ખાડીમાં બે સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં ભારે વરસાદ પડશે. 18 જુલાઇથી રાજ્યમાં ધોધમાર વરસાદ વરસશે. જો કે આજથી જ રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા...
09:45 PM Jul 15, 2023 IST | Vipul Pandya
રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ (heavy rain)ની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.  બંગાળની ખાડીમાં બે સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં ભારે વરસાદ પડશે. 18 જુલાઇથી રાજ્યમાં ધોધમાર વરસાદ વરસશે. જો કે આજથી જ રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.
18 જુલાઇથી રાજ્યમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરુ થશે
રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.  15થી 17 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઇ છે જ્યારે 18થી 20 જુલાઈએ અતિભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 18 જુલાઇથી રાજ્યમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરુ થશે અને આખા ગુજરાતમાં મુશળધાર વરસાદ વરસશે. ઉત્તર અને મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્ર કચ્છ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં વ્યાપક વરસાદ વરસી શકે છે. બે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં એક સપ્તાહ ચોમાસુ જામશે.
આજે પણ ઠેર ઠેર વરસાદ
આજે અમદાવાદમાં પણ અવાર નવાર વરસાદી ઝાપટા પડ્યા હતા જ્યારે દક્ષિણ ગુજરાતમાં સવારથી જ મેઘાએ જમાવટ કરી હતી. આજે સાંજ સુધીમાં ભાવનગરના મહુવામાં 5 ઇંચ વરસાદ ખાબક્યો હતો જ્યારે સુરતના ઉમરપાડા અને બારડોલીમા 2 ઇંચ વરસાદ પડ્યો હતો. ડેડીયાપાડા, વલસાડ, ખેરગામ અને ગોધરામાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો હતો. વડોદરા શહેર જીલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. દાહોદ જિલ્લામાં પણ સર્વત્ર વરસાદ નોંધાયો હતો. પંચમહાલ જિલ્લામાં પણ અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો અને પાણી ભરાયા હતા. અમદાવાદ શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ પડ્યો હતો.
આ પણ વાંચો----મહેસાણાથી અમેરિકા ગયેલો યુવક લાપતા…! પોલીસમાં એજન્ટો સામે ફરિયાદ
Tags :
forecastheavy rainMonsoonMonsoon 2023
Next Article