Mehsana: RTO નો અનોખો પ્રયાસ, રોડ પર વાહન ચાલકોને યમરાજ જોવા મળ્યા
- યમરાજ શિખામણ આપી રહ્યા છે વાહન ચાલકોને
- RTO દ્વારા રોડ સેફ્ટી માટે યમરાજ ધરતી પર લવાયા
- નેશનલ રોડ સેફ્ટી મંથ અંતર્ગત RTO નો અનોખો નુસખો
Mehsana: મહેસાણાના રોડ પર વાહન ચાલકોને યમરાજ જોવા મળ્યા છે. જેમાં યમરાજ વાહન ચાલકોને શિખામણ આપી રહ્યા છે. તેમાં RTO દ્વારા રોડ સેફ્ટી માટે યમરાજ ધરતી પર લવાયા છે. નેશનલ રોડ સેફ્ટી મંથ અંતર્ગત RTOનો અનોખો નુસખો શહેરમાં સામે આવ્યો છે. યમરાજ વેશ ધારણ કરી વાહન ચાલકોને સમજ અપાઈ રહી છે. હાલ તો નકલી યમરાજ સમજાવે છે અસલી યમરાજ સમજાવશે નહિ, સીધા લઈ જશે. હેલ્મેટ નહિ પહેર્યું તો યમરાજ લઈ જઈ શકે છે.
RTO કર્મીઓ અને યમરાજ દ્વારા વાહન ચાલકોને સમજાવવામાં આવ્યા
RTO કર્મીઓ અને યમરાજ દ્વારા વાહન ચાલકોને સમજાવવામાં આવ્યા છે. તેમજ ગુલાબ અને ચોકલેટ આપી યમરાજ અને RTO કર્મીઓએ વાહન ચલકોને સમજાવ્યા છે. મહેસાણા જિલ્લા આરટીઓ કચેરી દ્વારા આજે નેશનલ રોડ સેફટી માસ અન્વયે અનોખી રીતે રોડ સેફટી જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. મહેસાણા દૂધસાગર ડેરીના સહયોગથી આરટીઓ વિભાગે નકલી યમરાજને સાથે રાખી હેલ્મેટ વિના વાહન ચલાવતા વાહન ચાલકોને જાગૃતિના ભાગરૂપે આ અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આરટીઓ કચેરીએ નકલી યમરાજનો સહારો લઈ જાગૃતિ અભિયાન હાથ ધર્યું
અત્યારે નકલી યમરાજ હાલમાં ખાલી ગદા મારે છે પણ હેલ્મેટ વિના ફરશો તો અસલી યમરાજ મળી જશે તો યમરાજ લઈ જશે અને પરિવાર રખડી પડશે એવી સમજણ આપવાની અનોખી કામગીરી શરૂ કરી છે. રોડ સેફ્ટી અભિયાન હેઠળ જે વાહન ચાલક હેલ્મેટ સાથે આવ્યો હોય તો તેનું ગુલાબનું ફૂલ આપી સ્વાગત કરવા માં આવે છે અને ચોકલેટ આપી મોઢું મીઠુ કરાવવા માં આવે છે. આમ, લોકોમાં હેલ્મેટ પહેરવાની જાગૃતિ લાવવા મહેસાણા આરટીઓ કચેરીએ નકલી યમરાજનો સહારો લઈ જાગૃતિ અભિયાન હાથ ધર્યું છે.
આ પણ વાંચો: Chhota Udepur: વિદ્યાર્થીઓ પાસે મજૂરી કામ કરાવતા શાળાના આચાર્યને મળી સજા!