Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Mehsana : ભેખડ ધસી પડવાની દુર્ઘટનામાં બચી ગયેલા શ્રમિકે કોન્ટ્રાક્ટર, એન્જિ. સહિત 3 સામે કરી ફરિયાદ

મહેસાણાનાં કડીમાં ભેખડ ધસી પડવાનો મામલો 10 પૈકી 9 મજૂરોનાં મોત, 3 શખ્સ વિરૂદ્ધ ફરિયાદ દુર્ઘટનામાં બચાવ થયેલા શ્રમિકે નોંધાવી ફરિયાદ કોન્ટ્રાક્ટર, એન્જિનયિર, લેબર કોન્ટ્રાક્ટર સામે ફરિયાદ મહેસાણાનાં (Mehsana) કડીમાં ગઈકાલે ભેખડ ધસી પડવા મામલે કોન્ટ્રાક્ટર, એન્જિનિયર સહિત 3...
mehsana   ભેખડ ધસી પડવાની દુર્ઘટનામાં બચી ગયેલા શ્રમિકે કોન્ટ્રાક્ટર  એન્જિ  સહિત 3 સામે કરી ફરિયાદ
  1. મહેસાણાનાં કડીમાં ભેખડ ધસી પડવાનો મામલો
  2. 10 પૈકી 9 મજૂરોનાં મોત, 3 શખ્સ વિરૂદ્ધ ફરિયાદ
  3. દુર્ઘટનામાં બચાવ થયેલા શ્રમિકે નોંધાવી ફરિયાદ
  4. કોન્ટ્રાક્ટર, એન્જિનયિર, લેબર કોન્ટ્રાક્ટર સામે ફરિયાદ

મહેસાણાનાં (Mehsana) કડીમાં ગઈકાલે ભેખડ ધસી પડવા મામલે કોન્ટ્રાક્ટર, એન્જિનિયર સહિત 3 શખ્સ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આ ઘટનામાં રેસ્ક્યૂ કરાયેલ શ્રમિકે આ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં બેદરકારી સહિતનાં આરોપ થયા છે. આ દુર્ઘટનામાં કુલ 10 માંથી 9 શ્રમિકનાં મોત નિપજ્યા હતાં. પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

Advertisement

આ પણ વાંચો - Mehsana: જાસલપુર ગામની દુર્ઘટના પર પીએમ મોદીએ વ્યક્ત કર્યુ દુઃખ, મૃતકોને 2-2 લાખ આપવાની જાહેરાત

Advertisement

ગઈકાલે કંપનીમાં દિવાલ બનાવતી વખતે ભેખડ ધસી પડતા 9 નાં મોત

મહેસાણા (Mehsana) જિલ્લાનાં કડી તાલુકામાં ગઈકાલે એક મોટી દુર્ઘટના ઘટી હતી. જાસલપુર ગામમાં આવેલી કંપની સ્ટીલ ઇનોક્સ સ્ટેઇનલેસ કંપનીમાં (Steel Inox Stainless Company) દિવાલ બનાવતી વખતે ભેખડ ધસી પડતા 10 પૈકી 9 શ્રમિકોનાં મોત નીપજ્યા હતા. ઘટના સ્થળે 5 જેટલી એમ્બ્યુલન્સ પહોંચી હતી અને વહીવટી તંત્ર દ્વારા બચાવકાર્યની કામગીરી શરૂ કરાઈ હતી. આ ઘટનામાં હવે પોલીસ (Kadi Police) ફરિયાદ નોંધાઈ છે.

આ પણ વાંચો - Mehsana : ભેખડ ધસી પડતા 5 નાં મોત, હજુ પણ 4 દટાયા હોવાની આશંકા

Advertisement

બચાવ થયેલા શ્રમિકે નોંધાવી ફરિયાદ

માહિતી મુજબ, 10 પૈકી બચાવ થયેલા 19 વર્ષીય શ્રમિક વિનોદ વસૈયાએ કોન્ટ્રાક્ટર જયેશ કાન્તિલાલ દોશી, એન્જિનિયર કૌશિક પરમાર અને લેબર કોન્ટ્રાક્ટર દિનેશ સમુભાઇ ભુરિયા સામે બેદરકારી દાખવવાની ફરિયાદ નોંધાવી છે, જેમાં ફરિયાદી અને મરણ જનાર 9 મજૂરોને કોઇપણ જાતનાં સલામતીનાં સાધનો આપ્યા ના હોવાનો આરોપ છે. ખાડામાં ચણતરનું કામ કરવાથી માટીની ભેખડ ધસી પડવાની શક્યતા હતી છતાં કોઇ ટેકા કે પાલખ બાંધ્યા નહોતા. મજૂરોનું મોત થવાની શક્યતા હોવાનું જાણતા હોવા છતાં મજૂરોને ખાડામાં ચણતર કરવા સારું ઉતાર્યાં હતા. દરમિયાન માટીની ભેખડ ધસી પડતા કુલ 9 મજૂરોનાં મોત નીપજ્યા હતા. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - Surat: અઠવાલાઇન પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શાસ્ત્રોકત વિધિ મુજબ કરી શસ્ત્ર પૂજા

Tags :
Advertisement

.