Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Mehsana : 'Hit and Run' ની ઘટના! ST ચાલકે વૃદ્ધને અડફેટે લેતા મોત, ઘટના CCTV માં કેદ

મહેસાણાના કડીમાં 'Hit and Run' ની ઘટના ST બસચાલકે રાહદારીને અડફેટે લેતા વૃદ્ધનું મોત દેત્રોજ કડી રોડ પર બલાસર પાટિયા પાસે સર્જાયો અકસ્માત અકસ્માત સર્જી બસ ડ્રાઇવર પલાયન થયો મહેસાણાનાં (Mehsana) કડીમાં 'હિટ એન્ડ રન' ની ઘટના બની છે....
mehsana    hit and run  ની ઘટના  st ચાલકે વૃદ્ધને અડફેટે લેતા મોત  ઘટના cctv માં કેદ
  1. મહેસાણાના કડીમાં 'Hit and Run' ની ઘટના
  2. ST બસચાલકે રાહદારીને અડફેટે લેતા વૃદ્ધનું મોત
  3. દેત્રોજ કડી રોડ પર બલાસર પાટિયા પાસે સર્જાયો અકસ્માત
  4. અકસ્માત સર્જી બસ ડ્રાઇવર પલાયન થયો

મહેસાણાનાં (Mehsana) કડીમાં 'હિટ એન્ડ રન' ની ઘટના બની છે. ST બસે વૃદ્ધ રાહદારીને અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. ST બસનાં ડ્રાઇવરે બેફામ ડ્રાઇવિંગ કરીને વૃદ્ધને મોતને ઘાટ ઉતારી ફરાર થયો હોવાનાં આક્ષેપ થયા છે. આ મામલે કડી પોલીસે (Kadi Police) ગુનો નોંધીને CCTV ફૂટેજ સહિતનાં આધારે તપાસ હાથ ધરી છે.

Advertisement

આ પણ વાંચો - Gandhinagar : શિક્ષકોની ભરતીને લઈને આવ્યા મોટા સમાચાર! શિક્ષણ વિભાગે કરી ખાસ જાહેરાત

મહેસાણાનાં કડીમાં 'હિટ એન્ડ રન' ની ઘટના

રાજ્યમાં મુસાફરોને સારી સુવિધા સાથે સુરક્ષિત મુસાફરીનો લાભ મળે તે હેતુસર 'ST અમારી, સલામત સવારી' નું ગુજરાત રાજ્ય એસ.ટી. નિગમ ( Gujarat State ST Department) દ્વારા સ્લોગન આપવામાં આવ્યું છે. પરંતુ, ST બસો નાગરિકો માટે કેટલી સુરક્ષિત છે તે પણ એક મોટો સવાલ છે. કારણે કે અવારનવાર ST બસનાં અકસ્માતનાં (ST Bus Accident) સમાચાર આપણી સમક્ષ આવતા હોય છે. ત્યારે વધુ એક એવી જ ઘટના મહેસાણામાં (Mehsana) બની છે. પ્રાથમિક અહેવાલ અનુસાર, દેત્રોજ કડી રોડ પરનાં બલાસર પાટિયા નજીક બહુચરજીથી (Bahucharji) અમદાવાદ (Ahmedabad) આવતી ST બસનાં ડ્રાઇવર મનીષ પટેલે બેફામ રીતે બસ હંકારીને વૃદ્ધ રાહદારીને અડફેટે લીધા હતા.

Advertisement

આ પણ વાંચો - Surat : વિવિધ સ્થળે લઈ જઈ 16 વર્ષીય સગીરાને પીંખી નાંખનારા આરોપીને આકરી કેદની સજા

Advertisement

અકસ્માતમાં વૃદ્ધ રાહદારીનું મોત, ફરાર ચાલકની થઈ ઓળખ

આ અકસ્માતમાં વૃદ્ધ રાહદારી અશોકભાઈ કડિયાનું મોત નીપજ્યું છે. કડીનાં (Kadi) રહેવાસી અશોકભાઈ પેટ્રોલ પંપ પર નોકરી કરીને પરિવારનાં ગુજરાતમાં સહભાગી થતા હતા. અશોકભાઈનાં મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. પીડિત પરિવારે આ અંગે કડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે CCTV કેમેરા સહિતની તપાસ શરૂ કરી છે. અકસ્માત સર્જીને આરોપી ST બસચાલક ફરાર થયો હતો. જો કે, ચાલકની ઓળખ થઈ જતાં પીડિત પરિવારે પોલીસને માહિતી આપી હતી કે, અમદાવાદ-બેચરાજી-અમદાવાદ બસનાં ડ્રાઈવરનો બેઝ નંબર 1373 છે અને તેનું નામ મનીષ પટેલ છે. ગુજરાત ફર્સ્ટની (Gujarat First) ટીમે પણ આ અંગે તાત્કાલિક તપાસ કરી બસ અને બસ ડ્રાઈવરની વિગત પોલીસ સુધી પહોંચાડી હતી. ST વિભાગનાં અધિકારોએ મૃતક વૃદ્ધનાં પરિવારને મીડિયામાં કવરેજ આપવાની ના પાડી હોવાનું પણ સામે આવ્યું છે. પીડિત પરિવારને આ મામલે ઝડપી ન્યાય મળે તેવી આશા છે.

આ પણ વાંચો - Weather: તૈયાર રહેજો..ફરી આવી રહ્યા છે મેઘરાજા

Tags :
Advertisement

.