Mehsana : કાળમુખા વાઇરસે વધુ એક માસૂમનો લીધો જીવ, 12 વર્ષીય બાળકીનું મોત
- મહેસાણા ચાંદીપુરા વાઇરસથી 12 વર્ષીય બાળકીનું મોત
- અમદાવાદ સિવિલમાં સારવાર દરમિયાન બાળકીનું શનિવારે મોત
- ચાંદીપુરાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોય એવા પ્રથમ બાળકનું મોત
- જિલ્લામાં અત્યાર સુધી ચાંદીપુરા વાઇરસનાં 12 શંકાસ્પદ કેસ નોંધાયા
મહેસાણામાં (Mehsana) ચાંદીપુરા વાઇરસનો વ્યાપ સતત વધી રહ્યો છે. ચાંદીપુરાનાં કારણે ખેરાલુનાં મહેકુબપુરાની 12 વર્ષીય બાળકીનું મોત નીપજ્યું હોવાની ઘટના બની છે. ગત 29 જુલાઈએ બાળકીને ચાંદીપુરાનાં લક્ષણો સામે આવ્યા હતા. આથી, બાળકીને અમદાવાદની (Ahmedabad) સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ચાંદીપુરા વાઇરસનો (Chandipura Virus) રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોય એવા પ્રથમ બાળકનું મોત નીપજ્યું છે.
આ પણ વાંચો - Surat : મોડી રાતે હત્યાની હચમચાવતી ઘટના, 22 વર્ષીય યુવકનું જીવલેણ હુમલામાં મોત
ખેરાલુનાં મહેકુબપુરાની બાળકીનું અમદાવાદ સિવિલમાં મોત
મહેસાણા જિલ્લામાં ચાંદીપુરા વાઇરસે હાહાકાર મચાવ્યો છે. જિલ્લામાં અત્યાર સુધી ચાંદીપુરા વાઇરસનાં (Chandipura Virus) 12 શંકાસ્પદ કેસ નોંધાયા છે. દરમિયાન, ખેરાલુનાં (Kheralu) મહેકુબપુરામાંથી એક દુ:ખદ સમાચાર આવ્યા છે. ચાંદીપુરા વાઇરસનાં કારણે એક 12 વર્ષીય માસૂમ બાળકીનું મોત નીપજ્યું છે. માહિતી મુજબ, ગત 29 જુલાઈએ બાળકીને ચાંદીપુરા વાઇરસનાં લક્ષણો દેખાતા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) દાખલ કરવામાં આવી હતી. બાળકીનો ચાંદીપુરા વાઇરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જો કે, સારવાર દરમિયાન બાળકીનું મોત નીપજ્યું છે. જિલ્લામાં આ પ્રથમવાર છે જ્યારે ચાંદીપુરા પોઝિટિવ આવ્યો હોય અને બાળકનું મોત થયું હોય.
આ પણ વાંચો - Dahod: કુદરતી સૌદર્ય વચ્ચે ઘેરાયેલું પ્રાચીન કેદારનાથ મહાદેવ મંદિર, આવી છે લોકોની આસ્થા
અત્યાર સુધી 6 બાળકોને રજા અપાઈ
જણાવી દઈએ કે, મહેસાણા Mehsana) જિલ્લામાં અત્યાર સુધી 12 ચાંદીપુરા વાઇરસના શંકાસ્પદ કેસ નોંધાયા છે. કુલ 12 પૈકી 5 નો રિપોર્ટ પોઝિટિવ અને 8 નો નેગેટિવ આવ્યો છે. નેગેટિવ દર્દી પૈકી 3 બાળકોનાં અન્ય કારણોથી મોત થયા હતા. જ્યારે, 5 પોઝિટિવ (Chandipura Virus Positive Case) પૈકી 1 બાળકીનું શનિવારે મોત થયું હતું. રાહતની વાત એ છે કે સારવાર લીધા બાદ અત્યાર સુધી 6 બાળકોને રજા આપવામાં આવી ચૂકી છે.
આ પણ વાંચો - Panchmahal: ચાલુ બસે ફોનમાં મશગુલ જોવા મળ્યો બસ ચાલક, જાગૃત મુસાફરે વાયરલ કર્યો વીડિયો