ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Mehsana : વિશ્વસ્તરે દેશનું ગૌરવ વધારશે અશોક ચૌધરી, આ એવોર્ડથી સન્માનિત થનારા પ્રથમ ભારતીય

દૂધસાગર ડેરીનાં ચેરમેન અશોકભાઈ ચૌધરીનું સર્વોચ્ચ સન્માન 'ઇન્ટરનેશનલ કો-ઓપરેટીવ ચેમ્પિયન એવોર્ડ 2024' માટે પસંદગી OCDC અને ઇન્ટરનેશનલ કો-ઓપરેટિવ રિસર્ચ ગ્રૂપે કરી પસંદગી દૂધ ઉત્પાદકોને થયેલા ફાયદાઓને ધ્યાને લઇને પસંદગી કરાઇ મહેસાણાની (Mehsana) દૂધસાગર ડેરીનાં ચેરમેન અશોકભાઈ ચૌધરીનું (Ashokbhai Chowdhury)...
12:09 PM Oct 03, 2024 IST | Vipul Sen
  1. દૂધસાગર ડેરીનાં ચેરમેન અશોકભાઈ ચૌધરીનું સર્વોચ્ચ સન્માન
  2. 'ઇન્ટરનેશનલ કો-ઓપરેટીવ ચેમ્પિયન એવોર્ડ 2024' માટે પસંદગી
  3. OCDC અને ઇન્ટરનેશનલ કો-ઓપરેટિવ રિસર્ચ ગ્રૂપે કરી પસંદગી
  4. દૂધ ઉત્પાદકોને થયેલા ફાયદાઓને ધ્યાને લઇને પસંદગી કરાઇ

મહેસાણાની (Mehsana) દૂધસાગર ડેરીનાં ચેરમેન અશોકભાઈ ચૌધરીનું (Ashokbhai Chowdhury) વિશ્વની સર્વોચ્ચ સહકારી સંસ્થા દ્વારા સન્માન કરવામાં આવશે. 'ઇન્ટરનેશનલ કો-ઓપરેટિવ ચેમ્પિયન એવોર્ડ 2024' માટે અશોકભાઈ ચૌધરીની પસંદગી થતાં તેમને સન્માનિત કરવામાં આવશે. અમેરિકાનાં વોશિંગ્ટન DC માં (Washington DC) આવેલ US ઓવરસીઝ કો-ઓપરેટિવ ડેવલોપમેન્ટ કાઉન્સિલ (OCDC) અને ઇન્ટરનેશનલ કો-ઓપરેટિવ રિસર્ચ ગ્રૂપ દ્વારા અશોકભાઈ ચૌધરીની પસંદગી કરાઈ છે.

 આ પણ વાંચો - Navratri 2024 : પ્રથમ નોરતે મંગળા આરતી માટે ગત રાતથી જ્યાં જગ્યા મળી ત્યાં ભક્તો ગોઠવાઈ ગયા, જુઓ Video

'ઇન્ટરનેશનલ કો-ઓપરેટીવ ચેમ્પિયન એવોર્ડ 2024' માટે પસંદગી

મહેસાણાની (Mehsana) દૂધસાગર ડેરીમાં ચેરમેન અશોકભાઈ ચૌધરીના ત્રણ વર્ષના ટુંકાગાળામાં કરવામાં આવેલ આમૂલ્ય પરિવર્તનોનાં કારણે દૂધ ઉત્પાદકોને થયેલ ફાયદાઓને ધ્યાને લઈને 'ઇન્ટરનેશનલ કો-ઓપરેટિવ ચેમ્પિયન એવોર્ડ 2024' માટે US ઓવરસીઝ કો-ઓપરેટિવ ડેવલોપમેન્ટ કાઉન્સિલ (OCDC) અને ઇન્ટરનેશનલ કો-ઓપરેટિવ રિસર્ચ ગ્રૂપ (ICRG) દ્વારા અશોકભાઈની પસંદગી કરવામાં આવી છે. અશોક ચૌધરીએ દૂધસાગર ડેરીમાં (Dudhsagar Dairy) પારદર્શક અને સ્વચ્છ વહીવટ થકી ડેરીને નફો કરતી કરી છે. સાથે જ ચેરમેન અશોકભાઈ ચૌધરી દ્વારા ડેરીમાં ઓનલાઇન અને રિવર્સ ઓક્શનવાળી પારદર્શક ટેન્ડર પદ્ધતિ દાખલ કરી ડેરીનાં કરોડો રૂપિયા બચાવ્યા છે.

 આ પણ વાંચો - Ahmedabad : પ્રથમ નોરતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતનાં પ્રવાસે, જાણો દિવસભરનાં કાર્યક્રમો

ડેરી ક્ષેત્રે આ એવોર્ડ મેળવનાર પહેલા ભારતીય બન્યા

જણાવી દઈએ કે, સમગ્ર ભારતમાં ડેરી ક્ષેત્રે આ એવોર્ડ મેળવનાર અશોક ચૌધરી (Ashokbhai Chowdhury) પહેલા ભારતીય બન્યા છે. આથી, સમગ્ર ભારત અને ગુજરાતનાં દૂધ ઉત્પાદકો માટે આ ગર્વની વાત છે. OCDC વિશે વાત કરીએ તો તેની સ્થાપના વર્ષ 1961 માં અમેરિકાનાં (America) રાષ્ટ્રપ્રમુખ જ્હોન એફ. કેનેડીએ કરી હતી. OCDC વિશ્વનાં દેશોમાં સહકારી પ્રવૃત્તિ માટે કામ કરે છે. OCDC 10 શક્તિશાળી સંસ્થાઓનો એક સમૂહ છે. OCDC સાથે એક અબજ સહકારી મંડળીઓ જોડાયેલ છે. OCDC વિશ્વનાં 70 થી વધુ દેશોમાં જુદા-જુદા રૂ.700 કરોડથી વધુનાં પ્રોજેક્ટો ચલાવે છે.

 આ પણ વાંચો - પરોઢ સુધી ગરબાનું આયોજન કરતા પહેલા આ નિયમોનું પાલન કરવું આવશ્યક

Tags :
Ashokbhai ChowdhuryDudhsagar DairyGujarat FirstGUJARAT FIRST NEWSGujarat Milk ProducersGujarati NewsInternational Co-operative Champion Award 2024International Cooperative Research GroupLatest Gujarati NewsMehsanaOCDCUS Overseas Cooperative Development CouncilWashington DC
Next Article