ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Mehsana : વિસનગર-ઊંઝા રોડ પર ગોઝારો અકસ્માત, 1 માસૂમ બાળકનું મોત

મહેસાણા જિલ્લામાં વિસનગર-ઊંઝા રોડ પર આવેલા અરણીપુરા પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાની ઘટના બની છે.
09:56 AM Nov 06, 2024 IST | Vipul Sen
  1. Mehsana વિસનગર-ઊંઝા રોડ પર અકસ્માત
  2. ઇકો ગાડી ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો
  3. અકસ્માતમાં 8 થી 9 લોકો ઘાયલ થયા
  4. 1 માસૂમ બાળકનું મોત નિપજ્યું, ઘાયલોને હોસ્પિટલમાં રિફર કરાયા

મહેસાણા જિલ્લામાં (Mehsana) વિસનગર-ઊંઝા રોડ પર ગોઝારો અકસ્માત સર્જાયો હોવાના સમાચાર સામે આવ્યા છે. ઇકો કાર ઝાડ સાથે અથડાતા તેમાં સવાર 8 થી 9 લોકોને ઇજાઓ પહોંચી છે. જ્યારે અકસ્માતમાં એક માસૂમ બાળકનું મોત નીપજ્યું હોવાની માહિતી છે. હાલ, ઘાયલોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ મામલે સ્થાનિક પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - આજે Labh Pancham, વેપાર-ધંધાની શુભ શરૂઆત, યાર્ડમાં મગફળીની રેકોર્ડ બ્રેક આવક

અકસ્માતમાં 8 થી 9 લોકો ઘાયલ, 1 બાળકનું મોત

પ્રાપ્ત માહિતી મુજબ, મહેસાણા જિલ્લામાં (Mehsana) વિસનગર-ઊંઝા રોડ પર (Visnagar-Unjha Road) આવેલા અરણીપુરા પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાની ઘટના બની છે. પ્રાથમિક અહેવાલ અનુસાર, ઇકો કારચાલકે સંતુલન ગુમાવતા ગાડી ઝાડ સાથે અથડાઈ હતી. આથી, ઇકો કારમાં સવાર 8 થી 9 મુસાફરો ઘવાયા છે. જ્યારે એક માસૂમ બાળકનું મોત નીપજ્યું હોવાની માહિતી છે. અક્સમાતને પગલે લોકોની ભીડ ભેગી થઈ હતી.

આ પણ વાંચો - Surendranagar : જોરાવરનગરમાં જાહેરમાં ફાયરિંગથી ચકચાર! એક વ્યક્તિની હત્યા કરી આરોપીઓ ફરાર

ઘાયલોને વિવિધ હોસ્પિટલમાં રિફર કરાયાં

સ્થાનિકોએ ઇકો કારમાંથી (ECO Car Accident) ઇજાગ્રસ્ત મુસાફરોને બહાર કાઢી સારવાર અર્થે નજીકની વિવિધ હોસ્પિટલ દાખલ કરાવવામાં મદદ કરી હતી. ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસની (Mehsana Police) ટીમ પણ સ્થળે દોડી આવી હતી. અકસ્માત પાછળનું સાચુ કારણ શું છે ? તે જાણવા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - Anand: બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મોટી દુર્ઘટના સર્જાતા ત્રણ મજૂરોના મોત, NHSRCLનું નિવેદન આવ્યું સામે

Tags :
Arnipura PatiyaBreaking News In GujaratiEco Car AccidentGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsLatest News In GujaratiMehsanaMehsana PoliceNews In Gujaratiroad accidentVisnagar-Unjha road
Next Article