ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gir Somnath : કરોડોની સરકારી જમીન પરનાં 9 મોટા, 3 નાના ધાર્મિક અને 45 ખાનગી દબાણ દૂર કરાયાં

અત્યાર સુધીની સૌથી મોટી ડિમોલિશન ઝુંબેશ 102 એકર સરકારી જમીન પરનાં દબાણ દૂર કરાયાં 320 કરોડની જમીન પર ગેરકાયદેસરના દબાણ તોડી પડાયા ગુજરાતમાં ગેરકાયદેસરનાં દબાણો સામે રાજ્ય સરકાર દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે હેઠળ ગીર સોમનાથમાં (Gir...
06:08 PM Sep 28, 2024 IST | Vipul Sen
  1. અત્યાર સુધીની સૌથી મોટી ડિમોલિશન ઝુંબેશ
  2. 102 એકર સરકારી જમીન પરનાં દબાણ દૂર કરાયાં
  3. 320 કરોડની જમીન પર ગેરકાયદેસરના દબાણ તોડી પડાયા

ગુજરાતમાં ગેરકાયદેસરનાં દબાણો સામે રાજ્ય સરકાર દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે હેઠળ ગીર સોમનાથમાં (Gir Somnath) ગેરકાયદેસરનાં દબાણો સામે મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગત મોડી રાતે શરૂ થયેલ ડિમોલિશનની કાર્યવાહીમાં (Demolition Operation) લગભગ 36 બોલ્ડોઝરો, 70 જેટલા ટ્રેક્ટર-ટ્રોલીઓ સામેલ કરવામાં આવ્યા હતા. આ ઝુંબેશમાં અત્યાર સુધી ગેરકાયદેસરનાં 12 ધાર્મિક સ્થળ, 45 નાના-મોટા ખાનગી દબાણ દૂર કરીને 2 કિમીની રેન્જમાં 102 એકર સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે.

આ પણ વાંચો - Gir Somnath: વહીવટી તંત્રનું મેગા ડિમોલિશન; ગેરકાયદેસર બાંધકામો કરાયા ઢેર, 36 બુલડોઝર અને 70 ટ્રેક્ટર તૈનાત

જિલ્લા કલેક્ટર, IGP, SP સહિત 1200 પોલીસ જવાન ખડેપગે

ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લામાં હાલ સ્થાનિક તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગેરકાયદેસરનાં દબાણો દૂર કરવા માટે ગત મોડી રાતે જિલ્લા કલેક્ટર, IGP, 3 SP, 6 DySP, 50 PI-PSI સહિત કુલ 1200 પોલીસ જવાનો ખડેપગે રહ્યા હતા. ગીર સોમનાથનાં એસપી મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું કે, ધાર્મિક સ્થળો સહિત 45 નાના-મોટા ખાનગી દબાણ દૂર કરવામાં આવ્યા છે. આમ, 2 કિમીની રેન્જમાં 102 એકર સરકારી જમીન પરનાં ગેરકાયદેસરનાં દબાણો દૂર કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો - Rajkot: પોતાના વતનમાં હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ રાઠોડની ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય

320 કરોડની કિંમતની 102 એકર સરકારી જમીન પરનાં દબાણ દૂર કરાયાં

ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ માહિતી આપી કે, ડિમોલિશનની આ કાર્યવાહી હેઠળ અત્યાર સુધીમાં અંદાજિત 320 કરોડની કિંમતની 102 એકર સરકારી જમીન પરનાં તમામ ગેરકાયદે બાંધકામો દૂર કરાયાં છે. તેમણે કહ્યું કે, 320 કરોડની જમીન પર ગેરકાયદે કબજો થયો હતો, જેમાં 9 ધાર્મિક સ્થળો મોટા અને 3 ધાર્મિક સ્થળો નાના હતા. હાલ પણ કામગીરી ચાલી રહી છે.

આ પણ વાંચો - Honey Trap : 7.25 કરોડના તોડકાંડમાં આરોપીઓના મોબાઈલ ફોન FSL માં પહોંચ્યા જ નથી

Tags :
BulldozersDemolition Operationdistrict collectorgir somnath policeGir-SomnathGujarat FirstGUJARAT FIRST NEWSGujarati NewsIGPIllegal Religious PlacesLatest Gujarati News
Next Article