સુરતના કામરેજમાં પોલીસ બંદોબસ્ત સાથે ડીમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી,પશુપાલકોના ૨૦ ઘરો અને તબેલા તોડી પડાયા
સુરતના કામરેજમાં પોલીસ બંદોબસ્ત સાથે ડીમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જે અંતર્ગત પશુપાલકોના ૨૦ ઘરો અને તબેલા તોડી પડાયા હતા. કામરેજ ગામ ખાતે ૭૩AAની જગ્યા પર છેલ્લા ઘણા સમયથી દબાણ કરવામાં આવ્યું હતું જયારે આજરોજ તંત્ર દ્બારા પોલીસ બંદોબસ્ત સાથે ડીમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અહી પશુપાલકોના ઘર અને તબેલા તોડી પાડવામાં આવ્યા હતા. કામરેજ ગામ ખાતે આવેલી કામરેજ સર્વà«
Advertisement
સુરતના કામરેજમાં પોલીસ બંદોબસ્ત સાથે ડીમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જે અંતર્ગત પશુપાલકોના ૨૦ ઘરો અને તબેલા તોડી પડાયા હતા. કામરેજ ગામ ખાતે ૭૩AAની જગ્યા પર છેલ્લા ઘણા સમયથી દબાણ કરવામાં આવ્યું હતું જયારે આજરોજ તંત્ર દ્બારા પોલીસ બંદોબસ્ત સાથે ડીમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અહી પશુપાલકોના ઘર અને તબેલા તોડી પાડવામાં આવ્યા હતા.
કામરેજ ગામ ખાતે આવેલી કામરેજ સર્વે નબર ૨૧૫ વાળી જમીનમાં છેલ્લા ઘણા સમયથી દબાણ કરવામાં આવ્યું હતું અને અહી ગેરકાયદે તબેલા અને ઘર તાણી દેવામાં આવ્યા હતા જો કે આજ રોજ તંત્ર દ્વારા આ જમીન પર થયેલું ગેરકાયદે દબાણ દુર કરવામાં આવ્યું છે. કામરેજ મામલતદારની ટીમ અને પોલીસ બંદોબસ્ત સાથે રાખીને અહી ૨૦ થી ૨૫ ઘરોનું ડીમોલીશન કરવામાં આવ્યું છે.
વનાભાઈ ભુવાએ જણાવ્યું હતું કે અહી ૨૦ થી ૨૫ ઘરોનું ડીમોલિશન થઇ રહ્યું છે. અહી માલધારી સમાજના લોકોને કોઈ જાણ ન હતી.અચાનક ડીમોલીશન થઇ રહ્યું છે. અમે ૨ થી ૩ દિવસનો સમય આપવા માંગ કરી છે. અહી અચાનક ડીમોલીશન થતા ૨૫ થી ૩૦ ઘરોના માલધારી સમાજના લોકો બેઘર બન્યા છે. અમને સમય આપવામાં આવ્યો હોતે તો અમે કોઈ વ્યવસ્થા કરી શક્યા હોત.
કામરેજના મામલતદાર રશ્મીનકુમાર ઠાકોરએ જણાવ્યું હતું કે મોજે કામરેજ સર્વે નબર ૨૧૫ વાળી જમીનમાં ડીમોલીશન કરવામાં આવી રહ્યું છે. આ જમીન ૭૩AA થી નિયંત્રિત સતા પ્રકારની આદિવાસીઓની જમીન હતી. અને તેના અંદર પ્રાંત કચેરીમાં ગેરકાયદેસર કબ્જા બાબતે હુકમ થયો હતો. જેમાં ૧.૭૧ કરોડ નો દંડ ૨૦૧૮ની સાલમાં થયો હતો અને કબજો ખાલી કરવા સંદર્ભે જણાવવામાં આવ્યું હતું. જે અંતર્ગત ૩-૦૨ ના રોજ નોટીસ આપી હતી. અને અહી વસવાટ કરતા લોકોને જગ્યા ખાલી કરવા જણાવ્યું હતું આજે પોલીસ સહિતની મદદથી ગેરકાયદે તબેલા સહિતનું ડીમોલીસન કરવામાં આવ્યું હતું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.