Banaskantha : જ્યારે ભાજપે કશું આપ્યું નથી એટલે અમારા પાસેથી શું લેશે ? : Mavji Patel
- અપક્ષ ઉમેદવાર માવજી પટેલનાં BJP માંથી સસ્પેન્ડનો મામલો (Banaskantha)
- માવજી પટેલે કહ્યું- ભાજપનું કામ ભાજપ કરે અમારું કામ અમે કર્યું છે.
- ગેનીબેન ઠાકોરે આને ભાજપની સોચી સમજી રાજનીતિ ગણાવી
બનાસકાંઠા જિલ્લાની (Banaskantha) વાવ વિધાનસભા પેટાચૂંટણીમાં બરાબરનો રાજકીય માહોલ જામ્યો છે. મતદાન પહેલા ભાજપ (BJP) દ્વારા માવજી પટેલ સહિત એકસાથે 5 બળવાખોર નેતાઓને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. ત્યારે આ મામલે હવે, માવજી પટેલની (Mavji Patel) પ્રતિક્રિયા સામે આવી છે. માવજી પટેલે કહ્યું કે, ભાજપનું કામ ભાજપ કરે અમારું કામ અમે કર્યું છે. ભાજપે કશું આપ્યું નથી એટલે અમારા પાસેથી શું લેશે ?
શું કરવું શું ન કરવું એ મારા હાથની વાત છે : માવજી પટેલ
બનાસકાંઠા જિલ્લાની (Banaskantha) વાવ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી માટે મતદાન થવાનાં છે. જો કે, આ પહેલા ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રદેશ પ્રમુખે માવજી પટેલ સહિત 5 નેતાઓને હાંકી કાઢ્યા છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું કહેવાયું છે. જો કે, હવે આ બાબતે માવજી પટેલની (Mavji Patel) પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, ભાજપનું કામ ભાજપ કરે અમારું કામ અમે કર્યું છે. શું કરવું શું ન કરવું એ મારા હાથની વાત છે. ભાજપ એ કોઈ હોદ્દો કે પદ અમને આપ્યું નથી. જ્યારે ભાજપે કશું આપ્યું નથી એટલે અમારા પાસેથી શું લેશે ? લાલજીભાઈને પણ નથી આપ્યું અને જામાભાઈને પણ નથી આપ્યું.
આ પણ વાંચો - Banaskantha : VAV ની પેટાચૂંટણી પહેલા વરિષ્ઠ નેતા માવજી પટેલ સામે BJP નું મોટું એક્શન!
'જંગલમાં નીકળ્યા હોય ત્યારે સિંહની તૈયારી રાખીને જ નીકળ્યા'
માવજી પટેલે આગળ કહ્યું કે, જંગલમાં નીકળ્યા હોય ત્યારે સિંહની તૈયારી રાખીને જ નીકળ્યા, સામે સિંહ આવશે તો સિંહને પણ કંટ્રોલ કરીશું. લાલજીભાઈ અને જામાભાઈ મામલે કહ્યું કે, અમે અને અમારી ટીમ અડીખમ છીએ. અમે કોઈ પાર્ટીની મહેરબાની પર નથી જીવતા, અમે પ્રજાની મહેરબાનીથી જીવીએ છીએ. અમારી પગ નીચે ધરતી છે અને આ વિસ્તારની પ્રજાએ વર્ષ 1962 માં પણ અપક્ષ ઉમેદવાર ભીમજીભાઈને જીતાડ્યા હતા અને સામેનાં ઉમેદવારની ડિપોઝિટ પણ જપ્ત કરાવી હતી.
આ પણ વાંચો - Gondal : ખોડલધામનાં કાર્યક્રમમાં ગણેશ ગોંડલની એન્ટ્રીથી હોબાળો! Viral Audio ક્લિપે રાજકારણ ગરમાવ્યું!
ગેનીબેન ઠાકોરે આને ભાજપની સોચી સમજી રાજનીતિ ગણાવી
બીજી તરફ માવજી પટેલને ભાજપમાંથી સસ્પેન્ડ કરવાનાં મુદ્દે ગેનીબેન ઠાકોરે (Ganiben Thakor) પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે આને BJP ની સોચી સમજી રાજનીતિ ગણાવી હતી અને કહ્યું હતું કે, જે વ્યક્તિનાં હિસાબે વર્ષ 2022 માં 90% વોટ BJP ને મળ્યા હતા અને એ વર્ષમાં પણ આ જ માવજી પટેલ હતા, એટલે એમના ચાવવાના અને બતાવવાના અલગ છે. ગેનીબેન એ કહ્યું કે, હું સમજુ છું ત્યાં સુધી આ એમની સોચી સમજી રાજનીતિનો આ એક ભાગ છે.
આ પણ વાંચો - Valsad : ઉમરગામ GIDC ની કંપનીમાં ભીષણ આગ, મોડી રાતે ધુમાડાનાં ગોટેગોટા ઉડ્યા