મુખ્યમંત્રી નીતિશ કુમારે મૌલાના આઝાદ મેમોરિયલ પાર્કનું નિરીક્ષણ કરીને આપ્યા નિર્દેશ
- તેમણે ઉદ્યાનની સ્વચ્છતા અને જાળવણી પર ભાર મૂક્યો
- તેમના જન્મદિવસે બિહારમાં શિક્ષણ દિવસની ઉજવણી
- વિચારો અને ઉપદેશો લોકો સુધી પહોંચાડવાનું માધ્યમ બનશે
Maulana Abul Kalam Azad Memorial Park : CM Nitish Kumar આજપરોજ પટનામાં નેહરુ પથ પર નિર્માણાધીન ભારત રત્ન Maulana Abul Kalam Azad Memorial Park નું નિરીક્ષણ કર્યું હતું. ત્યારે CM Nitish Kumar એ બાંધકામના કામની સમીક્ષા કરી અને અધિકારીઓને મૌલાના આઝાદની જન્મજયંતિ પહેલા 11 નવેમ્બર સુધીમાં પાર્કનું નિર્માણ કાર્ય પૂર્ણ કરવા નિર્દેશ આપ્યો. CM Nitish Kumar એ જણાવ્યું હતું કે ઉદ્યાનના સ્લેબ પર મૌલાના આઝાદના સ્વાતંત્ર્ય સંગ્રામમાં યોગદાન, તેમના વ્યક્તિત્વ અને તેમના યોગદાનને લગતી માહિતીનો પણ ઉલ્લેખ કરવો જોઈએ. જેથી કરીને લોકો તેમના વિશે વધુને વધુ જાણી શકે.
તેમણે ઉદ્યાનની સ્વચ્છતા અને જાળવણી પર ભાર મૂક્યો
આ પાર્ક પાછળના રસ્તાનું સમારકામ કરવા પણ CM Nitish Kumar એ સૂચના આપી હતી, જેથી લોકોને કોઈપણ પ્રકારની અગવડતાનો સામનો કરવો ન પડે. આ પછી CM Nitish Kumar એ નેહરુ પાર્કની પણ મુલાકાત લીધી હતી અને ત્યાંની વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે ઉદ્યાનની સ્વચ્છતા અને જાળવણી પર ભાર મૂક્યો હતો. નિરીક્ષણ બાદ CM Nitish Kumar એ હાર્ડિંગ રોડ પર ભગવાન બિરસા મુંડાની પ્રતિમા સ્થળની પણ મુલાકાત લીધી હતી અને ત્યાંની વ્યવસ્થાઓ પણ તપાસી હતી.
આ પણ વાંચો: Mallikarjun Kharge એ રાંચીમાં કહ્યું કે, વહેંચો છો પણ તમે અને કાપો છો પણ તમે
पटना के नेहरू पथ स्थित निर्माणाधीन भारत रत्न मौलाना अबुल कलाम आजाद स्मृति स्मारक पार्क का निरीक्षण किया। इस पार्क का निर्माण जल्द पूर्ण करने का निर्देश दिया है। पार्क में भारत रत्न मौलाना अबुल कलाम आजाद साहब के देश की आजादी में योगदान, उनके व्यक्तित्व तथा कृतित्व के बारे में… pic.twitter.com/tY8wrddbQf
— Nitish Kumar (@NitishKumar) November 5, 2024
તેમના જન્મદિવસે બિહારમાં શિક્ષણ દિવસની ઉજવણી
આ પછી મીડિયા સાથે વાત કરતા CM Nitish Kumar કહ્યું કે તેઓ અહીં ભારત રત્ન Maulana Abul Kalam Azad ના યોગદાનને ઉજાગર કરવા આવ્યા છે. તેમણે કહ્યું કે, અમે હંમેશા Maulana Abul Kalam Azad ના વ્યક્તિત્વ અને યોગદાનને પ્રાથમિકતા આપી છે. તેમની પ્રતિમા અહીં સ્થાપિત કરવામાં આવશે અને લોકો તેમના વિશે જાણી શકશે. શિક્ષણના ક્ષેત્રમાં તેમના યોગદાનને માન આપવા માટે 11 મી નવેમ્બરે તેમના જન્મદિવસે બિહારમાં શિક્ષણ દિવસની ઉજવણી કરવાનું શરૂ કર્યું છે.
વિચારો અને ઉપદેશો લોકો સુધી પહોંચાડવાનું માધ્યમ બનશે
CM Nitish Kumar એ વધુમાં જણાવ્યું હતું કે, આ મેમોરિયલ પાર્ક તેમના વિચારો અને ઉપદેશો લોકો સુધી પહોંચાડવાનું માધ્યમ બનશે અને તેમના સન્માનમાં એક શક્તિશાળી પહેલ બની રહેશે. આ નિરીક્ષણ દરમિયાન મુખ્ય સચિવ દીપક કુમાર, ડૉ. એસ. સિદ્ધાર્થ, સચિવ કુમાર રવિ, વિશેષ ફરજ પરના અધિકારી ડૉ. ગોપાલ સિંહ, પટના જિલ્લા મેજિસ્ટ્રેટ ડૉ. ચંદ્રશેખર સિંહ, અને પટના વરિષ્ઠ પોલીસ અધિક્ષક રાજીવ મિશ્રા અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા.
આ પણ વાંચો: પૂર્વ ધારાસભ્યના ઘરે નવા વર્ષે જ ચોરી, 2 કરોડ રૂપિયા લઇને ચોર ફરાર