Time Out Controversy બાદ Mathews નું આવ્યું રિએક્શન, કહ્યું - મે ક્યારેય કોઇ ટીમને આટલા નીચા સ્તર પર જતા જોઇ નથી
ICC ODI World Cup 2023 ની 38 મી મેચ શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે ગઇ કાલે સોમવારે રમાઈ હતી. આ મેચ ક્રિકેટ ઈતિહાસની સૌથી વિવાદાસ્પદ મેચ સાબિત થઇ હતી. જીહા, આ મેચમાં શ્રીલંકાના બેટ્સમેન એન્જેલો મેથ્યુઝને Time Out નિયમ હેઠળ આઉટ જાહેર કરાયો હતો. જેને લઇને સ્ટેડિયમમાં આવેલા દર્શકો પણ ચોંકી ગયા હતા. જોકે સૌથી વધારે જો કોઇ આ નિર્ણયથી ચોંકી ગયું હોય તો તે છે ખુદ એન્જેલો મેથ્યુઝ છે. જેણે આ સમગ્ર મામલે હવે પોતાની પ્રતિક્રિયા આપી છે.
ક્રિકેટ ઈતિહાસમાં જે ક્યારેય ન બન્યું તે પહેલીવાર બન્યું
સોમવારે નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં બાંગ્લાદેશ સામે વર્લ્ડ કપ 2023ની મેચમાં તેને ખોટી રીતે 'ટાઈમ આઉટ' આપવામાં આવ્યો હતો. જોકે, સોમવારે બાંગ્લાદેશ અને શ્રીલંકા (BAN vs SL) વચ્ચે રમાયેલી મેચનું એટલું મહત્વ નહોતું કારણ કે બંને ટીમો સેમી ફાઇનલની રેસમાંથી બહાર હતી. પરંતુ આ દરમિયાન બાંગ્લાદેશે નિયમોના આધારે એવું કઇંક કર્યું કે, જેના કારણે શ્રીલંકાની ટીમ ઘણી નારાજ થઇ હતી. બાંગ્લાદેશે એન્જેલો મેથ્યુસને ટાઈમ આઉટ કર્યો હતો. ક્રિકેટ ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું છે, જ્યારે કોઈ બેટ્સમેન ટાઈમ આઉટનો શિકાર બન્યો હોય. આ મેચમાં બાંગ્લાદેશની ટીમે શ્રીલંકાને ત્રણ વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં એન્જેલો મેથ્યુઝ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ટાઈમ આઉટ થનાર પ્રથમ બેટ્સમેન બન્યો હતો.
I rest my case! Here you go you decide 😷😷 pic.twitter.com/AUT0FGffqV
— Angelo Mathews (@Angelo69Mathews) November 7, 2023
ગુસ્સામાં લાલ એન્જેલો મેથ્યુઝે બાંગ્લાદેશને સંભળાવી ખરી ખોટી
મેથ્યુઝ ક્રીઝ પર પહોંચ્યા અને હેલ્મેટ પહેરવાનું શરૂ કર્યું કે તરત જ તેનો પટ્ટો તૂટી ગયો. તેણે ડ્રેસિંગ રૂમમાંથી બીજા હેલ્મેટ લાવવાનો સંકેત આપ્યો પરંતુ તેમાં બે મિનિટથી વધુ સમય લાગ્યો. દરમિયાન, શાકિબે મેથ્યુઝ વિરુદ્ધ ટાઈમ આઉટની અપીલ કરી અને અમ્પાયર મારાઈસ ઈરાસ્મસે તેને આઉટ જાહેર કર્યો. હવે મેચ બાદ મેથ્યુઝે પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે અને પોતાનો ગુસ્સો શાકિબ પર ઠાલવ્યો છે. એન્જેલો મેથ્યુઝે મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, આજથી પહેલા હું શાકિબ અલ હસન અને બાંગ્લાદેશનું ઘણું સન્માન કરતો હતો પરંતુ હવે એવું નથી. હું કોઈ સમય બગાડી રહ્યો ન હતો. બધા જોઈ શકતા હતા કે હું ક્રિઝ પર હતો પરંતુ મારા હેલ્મેટનો પટ્ટો તૂટી ગયો હતો. આ ફક્ત વસ્તુને નુકસાન થવાનો મામલો છે. શાકિબ અને બાંગ્લાદેશનું કૃત્ય અત્યંત શરમજનક છે. જો તેઓ આ રીતે ક્રિકેટ રમવા માંગતા હોય તો તે ખૂબ જ શરમજનક છે. મને નથી લાગતું કે અન્ય કોઈ ટીમે આવું કર્યું હશે. મેં તેને અપીલ પાછી ખેંચી લેવા પણ કહ્યું પરંતુ તેણે ના પાડી દીધી.
4th umpire is wrong here! Video evidence shows I still had 5 more seconds even after the helmet gave away! Can the 4th umpire rectify this please? I mean safety is paramount as I just couldn’t face the bowler without a helmet
— Angelo Mathews (@Angelo69Mathews) November 6, 2023
મારી પાસે પાંચ સેકેન્ડ બાકી હતા : મેથ્યુઝ
'પુરાવા' પહેલા એક ટ્વીટમાં, મેથ્યુઝે કહ્યું કે જ્યારે તેને હેલ્મેટમાં સમસ્યા આવી ત્યારે તેની પાસે 'પાંચ સેકન્ડ' બાકી હતા. મેથ્યુઝે આગળ લખ્યું કે, ચોથો અમ્પાયર અહીં ખોટો છે! વીડિયો પુરાવા દર્શાવે છે કે હેલ્મેટ ઉતાર્યા પછી મારી પાસે હજુ 5 સેકન્ડ બાકી છે! શું ચોથો અમ્પાયર કૃપા કરીને આને સુધારી શકશે? મારો મતલબ, સલામતી સર્વોપરી છે કારણ કે હું હેલ્મેટ વિના બોલરનો સામનો કરી શકતો ન હતો. પુરાવા તરીકે, મેથ્યુઝે દર્શાવ્યું હતું કે સાદિરા સમરવિક્રમા બહાર હતો ત્યારથી લઈને તેને હેલ્મેટમાં ખામી સર્જાઈ ત્યાં સુધીનો સમય અંતરાલ બે મિનિટથી ઓછો હતો. જોકે, ચોથા અમ્પાયર એડ્રિયન હોલ્ડસ્ટોકનો અભિપ્રાય અલગ હતો. તેમણે કહ્યું કે મેથ્યુઝને તેના હેલ્મેટમાં માત્ર બે મિનિટ પહેલા સમસ્યા આવી હતી. હોલ્ડસ્ટોકને ટાંકવામાં આવ્યું હતું કે, 'એક બેટ્સમેન તરીકે તમારે મધ્યમાં જતા પહેલા ખાતરી કરવી પડશે કે તમારા તમામ સાધનો યોગ્ય જગ્યાએ છે, કારણ કે તમારે બે મિનિટમાં બોલનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે.'
Proof! From the time catch was taken and the time helmet strap coming off pic.twitter.com/2I5ebIqkGZ
— Angelo Mathews (@Angelo69Mathews) November 6, 2023
બંને ટીમના ખેલાડીઓએ હાથ ન મિલાવ્યા
મેચ બાદ બંને ટીમના ખેલાડીઓએ હાથ મિલાવ્યા ન હતા, જે દરેક મેચ બાદ જોવા મળે છે. મેચ પૂરી થતાની સાથે જ બંને ટીમના ખેલાડીઓ પોતપોતાના ડગઆઉટમાં પરત ફર્યા હતા. તેના પર મેથ્યુઝે કહ્યું કે, જો કોઈ ટીમ અમારું સન્માન નથી કરતી તો અમે તેનું સન્માન કેવી રીતે કરી શકીએ. પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાની ટીમ 279 રનમાં સમેટાઈ ગઈ હતી. બાંગ્લાદેશને જીતવા માટે 280 રનનો ટાર્ગેટ હતો જે બાંગ્લાદેશે 53 બોલ બાકી રહેતાં હાંસલ કરી લીધો હતો.
‘Time Out’ નિયમ શું છે?
ક્રિકેટના નિયમોના 40.1.1 મુજબ, જ્યારે વિકેટ પડી જાય અથવા બેટિંગ કરનાર ટીમ નિવૃત્ત થાય. આ પછી, નવા બેટ્સમેને આગામી બોલ 3 મિનિટની અંદર રમવાનો હોય છે. જો ક્રિઝ પરનો નવો બેટ્સમેન આમ કરવામાં અસમર્થ હોય તો તેને ટાઇમ આઉટના નિયમ હેઠળ આઉટ આપવામાં આવે છે. જોકે, આ નિયમ ત્યારે જ લાગુ થશે જ્યારે બોલિંગ સાઈડ તેના માટે અપીલ કરશે. નિયમ 40.1.2 અનુસાર, જો બેટ્સમેન ત્રણ મિનિટની અંદર મેદાન પર ન આવે તો આવી સ્થિતિમાં પણ અમ્પાયરને આઉટનો નિર્ણય આપવાનો અધિકાર છે. આ નિયમને ટાઈમ આઉટ કહેવામાં આવે છે.
આ પણ વાંચો - SL vs BAN : બાંગ્લાદેશની શાનદાર જીત, શ્રીલંકાને ટૂર્નામેન્ટમાંથી કરી OUT
આ પણ વાંચો - Time Out Controversy : ટીમ ઈન્ડિયાના આ પૂર્વ ખેલાડી સાથે પણ થઇ ચુક્યું છે કઇંક આવું
આ પણ વાંચો - Timed Out : World Cup માં બવાલી વિકેટ…, આ ખેલાડી ક્રિકેટના ઈતિહાસમાં પ્રથમ વખત થયો ‘ટાઈમ આઉટ’
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે