Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Time Out Controversy : ટીમ ઈન્ડિયાના આ પૂર્વ ખેલાડી સાથે પણ થઇ ચુક્યું છે કઇંક આવું

વર્લ્ડકપ 2023માં અત્યાર સુધીમાં અનેક પ્રકારના રેકોર્ડ બન્યા છે. બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગમાં ઘણા નવા રેકોર્ડ બન્યા છે. પરંતુ 6 નવેમ્બરે રમાયેલી બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચેની મેચમાં એક એવો રેકોર્ડ બન્યો જે ક્રિકેટના 146 વર્ષના ઈતિહાસમાં બન્યો ન હતો. હા,...
time out controversy   ટીમ ઈન્ડિયાના આ પૂર્વ ખેલાડી સાથે પણ થઇ ચુક્યું છે કઇંક આવું

વર્લ્ડકપ 2023માં અત્યાર સુધીમાં અનેક પ્રકારના રેકોર્ડ બન્યા છે. બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગમાં ઘણા નવા રેકોર્ડ બન્યા છે. પરંતુ 6 નવેમ્બરે રમાયેલી બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચેની મેચમાં એક એવો રેકોર્ડ બન્યો જે ક્રિકેટના 146 વર્ષના ઈતિહાસમાં બન્યો ન હતો. હા, જ્યારથી ક્રિકેટ રમાઈ રહ્યું છે ત્યારથી આ પહેલીવાર બન્યું છે કે જ્યારે કોઈ બેટ્સમેનને 'ટાઈમ આઉટ' (Timed Out Law) જાહેર કરવામાં આવ્યો હોય. શ્રીલંકાના બેટ્સમેન એન્જેલો મેથ્યુસ આ વખતે ટાઈમ આઉટનો શિકાર બન્યો હતો.

Advertisement

ક્રિકેટ ઈતિહાસમાં જે ક્યારે ન થયું તે આજે થયું

આંતરરાષ્ટ્રીય ક્રિકેટને 146 વર્ષ થયા છે. અત્યાર સુધી તમે બેટ્સમેનોને અલગ-અલગ રીતે આઉટ થતા જોયા હશે, પરંતુ આજે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં જે બન્યું તે માત્ર તમે જ નહીં, તમારા પિતા અને દાદાએ પણ ભાગ્યે જ જોયું હશે. શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી ICC World Cup 2023ની મેચમાં શ્રીલંકાના પૂર્વ કેપ્ટન એન્જેલો મેથ્યુઝને ટાઈમ આઉટ આપવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ બેટ્સમેન આ રીતે આઉટ થયો હતો. અનેક સવાલો ઉઠી રહ્યા હતા પરંતુ જો નિયમોનું પાલન કરવામાં આવે તો તેમાં અમ્પાયરોનો કોઈ વાંક ન હતો. પરંતુ જ્યારે ખેલદિલીની વાત આવે છે, ત્યારે બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસનને તે સંદર્ભમાં નિશાન બનાવવામાં આવે છે. આ દરમિયાન, 16 વર્ષ જૂનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં સૌરવ ગાંગુલી Timed Out થતા બચી ગયો હતો.

Advertisement

6 મિનિટ મોડા પડ્યા બાદ પણ ટીમ ઈન્ડિયાનો આ પૂર્વ ખેલાડી બચી ગયો હતો

આ ઘટના 2007માં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચની છે. આ મેચમાં ભારતીય બેટ્સમેન સૌરવ ગાંગુલીને પેવેલિયનમાંથી ક્રિઝ પર આવવા અને આગળનો બોલ રમવામાં 6 મિનિટનો સમય લાગ્યો હતો. પરંતુ દક્ષિણ આફ્રિકાના તત્કાલીન કેપ્ટન ગ્રીમ સ્મિથે પોતાની પ્રતિક્રિયાથી દિલ જીતી લીધું હતું. તેણે આ અંગે કોઈ અપીલ કરવાનો ઈન્કાર કરી દીધો હતો. આ કારણે ગાંગુલી 6 મિનિટ મોડા પડ્યા બાદ પણ બચી ગયો હતો. પરંતુ અહીં શાકિબે અપીલ પાછી ખેંચી ન હતી, તેથી મેથ્યુઝને આઉટ કરવામાં આવ્યો હતો. ICCએ આ નિયમનો ખુલાસો કરતા પોતાના રિપોર્ટમાં 2007ની આ ઘટનાનો ઉલ્લેખ કર્યો છે.

Advertisement

શાકિબે તેની અપીલ પાછી ખેંચી ન હતી

તાજેતરના મામલાની વાત કરીએ તો બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને ફિલ્ડ અમ્પાયર મેરાઈસ ઈરાસ્મસને અપીલ કરી હતી. આ પછી, ઇરાસ્મસે સાથી અમ્પાયર રિચર્ડ ઇલિંગવર્થ સાથે વાત કરી અને શાકિબને ફરીથી પૂછ્યું કે શું તે ખરેખર અપીલ કરે છે. આના પર બાંગ્લાદેશના કેપ્ટને કહ્યું કે હા તે એકદમ ગંભીર છે. પછી જ્યારે અમ્પાયરે આ રીતે આઉટ આપ્યો ત્યારે એન્જેલો મેથ્યુઝે શાકિબ સાથે વાત કરી અને તેને હેલ્મેટની સમસ્યા વિશે જણાવ્યું. પરંતુ શાકિબે પ્રતિક્રિયા આપી હતી કે તેને કંઈ ખબર નથી, અમ્પાયરોને ખબર હોવી જોઈએ. હવે ફરી એકવાર ખેલદિલી પર સવાલો ઉઠી રહ્યા છે. આવો જ વિવાદ થોડા વર્ષો પહેલા માંકડિંગને લઈને પણ થયો હતો. આ વિશે પોસ્ટ કરતી વખતે દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ ખેલાડી ડેલ સ્ટેને લખ્યું કે, તે યોગ્ય ન હતું. ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઈકલ વોને પણ આ વિશે લખ્યું હતું કે, હેલ્મેટ મુદ્દે સમય આપવો એ નવી વાત છે.

આ પણ વાંચો - Timed Out : World Cup માં બવાલી વિકેટ…, આ ખેલાડી ક્રિકેટના ઈતિહાસમાં પ્રથમ વખત થયો ‘ટાઈમ આઉટ’

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.